તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી તેના ડેટા ને ઈરેઝ કરવો

By Gizbot Bureau
|

શું તમે કયારેય વિચાર્યું છે કે જો તમારો સ્માર્ટફોન ક્યારેક ખોવાય જાય ત્યારે તમે શું કરશો કેમ કે આજ ના સમય માં આપણા સ્માર્ટફોન ની અંદર આપણી ઘણી બધી અંગત વિગતો પણ હોઈ છે જેની અંદર બેન્ક ની ડિટેલ્સ નો પણ સમાવેશ થાય છે. તેથી આ આર્ટિકલ ની અંદર અમે તમને પ્રથમ તે જણાવશું કે જો તમારો એન્ડ્રોઇડ સ્માર્ટફોન ખોવાય જાય છે તો તેવા સંજોગો ની અંદર તમે કઈ રીતે તેને શોધી શકો છો અને ત્યાર પછી કે તમે તેને કઈ રીતે લોક કરી અને ઈરેઝ કરી શકો છો.

તમારા ખોવાય ગયેલા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ને કઈ રીતે શોધી અને રીમોટ્લી

અને તેની અંદર આગળ વધતા પહેલા એક વસ્તુ જાણી લો કે આ પદ્ધતિ ત્યારે જ કા કરશે જયારે આગળ જણાવવા માં આવેલ ફીચર ને તમારા સ્માર્ટફોન ની અંદર ચાલુ રાખવા માં આવેલ છે જો તમારા સ્માર્ટફોન ને કોઈ વ્યક્તિ દ્વારા તમે શોધો તેની પહેલા જ હાથ માં લઇ અને સેટિંગ્સ ની અંદર ફેરફાર કરવા માં આવેલ છે અથવા તેને સ્વીચઓફ કરી દેવા માં આવેલ છે તો તેવા સંજોગો ની અંદર આ પદ્ધતિ કામ કરી શકશે નહિ.

તમારા સ્માર્ટફોન ની અંદર લોકેશન એક્સેસ અને ફાઈન્ડ માય ડીવાઈસ આ બંને ફીચર ને ઓન રાખવા જરૂરી છે. અને તમે તમારા ગુગલ એકાઉન્ટ ની અંદર સાઇન એન પણ કરેલું હોવું જરૂરી છે. અને તમારો ફોન ઇન્ટરનેટ ની સાથે જોડાયેલો હોવો પણ જરૂરી છે. અને તમારો ફોન ગુગલ પ્લે પર વિઝિબલ હોવો પણ જરૂરી છે.

અને જો તમારી પાસે કોઈ બેકઅપ ફોન અથવા બેકઅપ કોડ હોઈ અને જો તમે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન નો ઉપીયોગ કરી રહ્યા હોવ તો તેવા સંજોગો ની અંદર તે પણ કામ કરતું હોવું જરૂરી છે.

તો ઉપર ની બધી જ જરૂરિયાતો પુરી હોઈ તો તમે નીચે જણાવેલ સ્ટેપ્સ ની સાથે આગળ વધી શકો છો.

- તમારી પાસે જે એન્ડ્રોઇડ ફોન હોઈ તેની અંદર તમારા ગુગલ એકાઉન્ટ ની સાથે સાઈન ઈન થાવ. અને જો તમે ઘણા બધા એકાઉન્ટ નો ઉપીયોગ કરી રહ્યા હોવ તો તમે મુખ્ય એકાઉન્ટ માંથી જ સાઈન ઈન થવું.

- અને ત્યાર પછી https://www.google.com/android/find?u=0 પર જાવ, અથવા તમે ગુગલ પર ફાઈન્ડ માય ડીવાઈસ સર્ચ કરી ને પણ અહીં આવી શકો છો.

- અને જેવું ફાઈન્ડ માય ડીવાઈસ ના વેબ પેજ ઓપન થાય છે ત્યાર પછી તરત જ ખોવયેગયેલા ડીવાઈસ પર એક નોટિફિકેશન મોકલવા માં આવે છે.

- અને જો તમને એવું લાગે કે ખોવાય ગયેલા ફોન ની અંદર તે નોટિફિકેશન મળ્યું નથી તો તેવા સંજોગો ની અંદર તમે બાજુ માં આપેલા ફોન ના ફોટો ની અંદર આપેલા રિફ્રેશ બટન પર ક્લિક કરી શકો છો.

- ત્યાર પછી ખીવાગયેલા સ્માર્ટફોન ની અંદર ફરી નોટિફિકેશન મોકલવા માં આવશે. અને જેવું તે ફોન ની અંદર નોટિફિકેશન મોકલવા માં આવશે ત્યાર પછી તરત જ તમને તે ડીવાઈસ ના અંદાજિત લોકેશન ને બતાવવા માં આવશે. અને બાકી તેના છેલ્લા જાણીતા લોકેશન વિષે તમને જાણ કરવા માં આવશે.

- અને તમને સ્ક્રીન ની ડાબી બાજુ પર ત્રણ વિકલ્પ પણ આપવા માં આવ્યા હશે, કે જે પ્લે સાઉન્ડ, સિક્યોર ડીવાઈસ અને ઈરેઝ ડીવાઈસ એમ ત્રણ વિકલ્પ જોવા મળશે. અને જો તમે પ્રથમ વિકલ્પ ને પસન્દ કરો છો તો તમારો સ્માર્ટફોન 5 મિનિટ સુધી સતત ફુલ વોલ્યુમ પર અવાજ કરશે પછી ભલે તે સાઇલેન્ટ અથવા વાઈબ્રેટ મોડ ની અંદર હોઈ.

- સિક્યોર ડીવાઈસ પર ક્લિક કરવા થી તે તમારા ડીવાઈસ ને રીમોટ્લી પિન, પાસવર્ડ અથવા પેટર્ન દ્વારા લોક કરે છે. અને જયારે ફોન તમારી સાથે હતો જો ત્યારે પણ તમે તમારા ડીવાઈસ ને આ પ્રકાર ના કોઈ પણ લોક દ્વારા લોક નથી કરેલ તો ત્યારે પણ આ ફીચર તમને રીમોટ્લી તમારા ડીવાઈસ ને લોક કરવા ની અનુમતિ આપે છે. અને જો કોઈ વ્યક્તિ આ ફોન ને શોધે છે તો તેને તમારા સુધી પહોંચવા માટે તમે તેની સાથે મેસેજ અને નંબર પણ છોડી શકો છો.

- અને ઈરેઝ ડીવાઈસ પર ક્લિક કરવા થી તમારા સ્માર્ટફોન ની અંદર જેટલા પણ નેટિવ સ્ટોરેજ અને ડેટા હશે તેને હંમેશા માટે ડીલીટ કરી દેવા માં આવશે. અને આ ફીચર ને કારણે તેની અંદર ફાઈન્ડ માય ડીવાઈસ પણ નીકળી જશે જેથી આ ફીચર ને એપ્લાય કરતા પહેલા દ્યણા રાખવું જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Android Phone Tips Find Your Android Phone, Lock It Remotely, Remove All Data With These Steps

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X