ફોનમાં આવતી પોપ અપ એડ્સ કરો બંધ, આટલું કરો

By Gizbot Bureau
|

ફોન વાપરતા સમયે તમારે ઘણીવાર પૉપ અપ એડ્સનો સામનો કરવો પડે છે. કોઈ કામ કરતા સમયે આ પોપ એડ્સ આપણને પરેશાન કરે છે. પરંતુ એન્ડ્રોઈડ ફોનમાં પોપ અપ એડ્સને ડિસ્પ્લે પર આવતી ટકાવી શકાય છે. જી હાં, એન્ડ્રોઈડ ફોન પર ડિસ્પ્લે પર આવતી પોપ અપ એડ્સને બ્લોક કરવાનો વિકલ્પ અવેલેબલ છે.

ફોનમાં આવતી પોપ અપ એડ્સ કરો બંધ, આટલું કરો

જો તમારી પાસે પણ એન્ડ્રોઈડ સ્માર્ટફોન છે, તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થશે. તમે આના દ્વારા પોપ અપ એડ્સથી છૂટકારો મેળવી શકો છો.

એન્ડ્રોઈડ ફોનમાં બ્લૉક કરો પોપ અપ એડ્સ

એન્ડ્રોઈડ ફોનની હોમ સ્ક્રીન પર જોવા મળતી કોઈ પણ પ્રકારની પોપ અપ એડ્સને બ્લોક કરી શકાય છે. આ માટે તમારે ફોનમાં આવેલા ખાસ સેટિંગનો ઉપયોગ કરવાનો છે. તો ચાલો, ફટાફટ જાણી લઈએ કે તમારા ફોનાં પોપ અપ એડ્સ કેવી રીતે બ્લોક કરી શકો છો?

એન્ડ્રોઈડ ફોનમાં આવતી પોપ અપ એડ્સને બ્લૉક કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરો.

સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ મેન્યુ ઓપન કરો.

સ્ટેપ 2: હવે એપ્સ પર ટેપ કરો.

સ્ટેપ 3: અહીં તમને Special app access નામનો વિકલ્પ મળશે, તેના પર ક્લિક કરો.

સ્ટેપ 4: હવે Display Over Other Apps પર ટેપ કરવાનું છે.

સ્ટેપ 5: આ ઓપ્શન તમને તમારા ફોનમાં App Managementમાં પણ મળી શકે છે.

સ્ટેપ 6: Display Over Other Appsમાં તમને કેટલીક એપ્સનું લિસ્ટ જોવા મળશે.

સ્ટેપ 7: આ એપ્સની સામે તમને ટૉગલ જોવા મળશે. તમે તમારી સુવિધા મુજબ ટોગલને ઓફ કરી શકો છો. જો એપ્સની સામેનું ટોગલ ઓન છે, તે એપ્સ જ તમારા ફોનમાં પોપ અપ એડ્સ દર્શાવી શકે છે.

આ જ રીતે તમારા ફોનમાં ગૂગલ ક્રોમ દ્વારા પણ પોપ અપ એડ્સને બ્લોક કરી શકાય છે.

- જો તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો સૌથી પહેલા આ બ્રાઉઝર ઓપન કરો.

- હવે ટોપ રાઈટ સાઈડ પર દેખાતા ત્રણ ડૉટ ઓપ્શન પર ક્લિક કરો.

- હવે સેટિંગ્સ પર ટેપ કરો.

- પછી સાઈટ સેટિંગ્સ પર ટેપ કરો.

- સ્ક્રોલ ડાઉન કરીને Pop ups and redirectsના ઓપ્શન પર ટેપ કરવાનું છે.

- આ સેટિંગ્સની આગળ દેખાતા ટોગલ અનેબલ દેખાય તો તેને ડિસેબલ કરો.

Best Mobiles in India

English summary
Android hacks stop pop up ads in smartphone

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X