Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Android ફોનને શંકાસ્પદ એપ્સથી બચાવો, ઓન કરો આ મોડ
દરેક એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં Safe Mode નામનું અત્યંત ઉપયોગી ફીચર મળે છે . જ્યારે તમારો ફોન બરાબર કામ ન કરતો હોય, ત્યારે આ ફીચરની મદદથી તમે ડિવાઈસને ટ્રબલશૂટ કરી શકો છો આ સેફો મોડ બધી જ થર્ડ પાર્ટી એપ્સ અને સર્વિસને ડિસેબલ કરીને માત્ર જરૂરી સેવાઓ જ ચાલુ રાખે છે. જેના કારણે તમે તમારા ફોનમાં રહેલી એવી એપ્સને ઓળખી શકો છો, જેને કારણે તમારા ફોનમાં સમસ્યા થઈ રહી છે. જો કે, સતત ફોનને સેફ મોડમાં રાખવો થોડું મુશ્કેલ કમ છે. કારણ કે સેફ મોડ ઓન રહેવાથી તમે કેટલીક એપ્સનો ઉપયોગ નહીં કરી શકો. જો કે, તેમ છતાંય આ આર્ટિકલમાં અમે તમને ફોનમાં સેફ મોડ ઓન અને ઓફ કેવી રીતે કરવો, તેના સ્ટેપ્સ જણાવીશું. જેથી તમે તેનો ઉપયોગ કરીને ફોનને બચાવી શકો.

Safe Mode ઓન કરવા અને ઓફ કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરો.
સ્ટેપ 1: તમારા ફોનનું પાવર બટન દબાવીને તેને ત્યાં સુધી હોલ્ડ કરી રાખો, જ્યાં સુધી તમને સ્ક્રીન પર પાવર મેનુ ન દેખાય.
સ્ટેપ 2: હવે ફરી એકવાર પાવર બટનને દબાવીને ત્યાં સુધી હોલ્ડ કરો, ત્યાં સુધી સ્ક્રીન પર તમને Reboot in to Safe Modeનો વિકલ્પ ન દેખાય.
સ્ટેપ 3: હવે બસ ઓકે પર ક્લિક કરો અને તમારો ફોન સેફ મોડમાં જતો રહેશે.
જૂના એન્ડ્રોઈડ ફોન માટે આ સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: તમારા ફોનનું પાવર બટન દબાવીને તેને ત્યાં સુધી હોલ્ડ કરી રાખો, જ્યાં સુધી તમને સ્ક્રીન પર પાવર મેનુ ન દેખાય.
સ્ટેપ 2: હવે Restart પર ક્લિક કરો અને ડિવાઈસને રિબૂટ થવા દો.
સ્ટેપ 3: ફોન રિસ્ટાર્ટ થાય અને તમારી સ્ક્રીન પર મેન્યુફેક્ચરનો લોગો જોવા મળે કે તરત જ વોલ્યુમ ડાઉન બટનને દબાવીને ત્યાં સુધી હોલ્ડ કરો, જ્યાં સુધી તમને સ્ક્રીન પર ડાબી બાજુ નીચેની તરફ સેફ મોડનું લેબલ ન દેખાય.
બસ, તમારો ફોન સેફ મોડમાં જતો રહેશે.
સેફ મોડને બંધ કરવા માટે શું કરશો?
Safe Modeમાંથી બહાર નીકળવું ખૂબ જ સરળ છે. આ માટે તમારે ફોનને માત્ર રિસ્ટાર્ટ જ કરવાનો છે.
જ્યારે તમારા ફોનમાં એપ્સને લગતી કોઈ સમસ્યા સર્જાય છે, ત્યારે આ સેફ મોડ ઉપયોગી સાબિત થાય છે. જેમ કે એપ્સ ક્રેશ થઈ જવી, વારંવાર એપ બંધ થઈ જવી. આ સમસ્યાનો ઉકેલ સેફ મોડ ઓન ઓફ કરવાથી આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
