જીઓ બાદ એરટેલ દ્વારા પણ કોવીડ 19 ચેકર ટૂલ લોન્ચ કરવા માં આવ્યું

By Gizbot Bureau
|

ભારત ની અંદર કોરોના વાઇરસ ની સામે લાડવા માટે રિલાયન્સ જીઓ દ્વારા થોડા સમય પહેલા અમુક મેઝર્સ જાહેર કરવા માં આવ્યા હતા. જેની અંદર કોરોના વાઇરસ સિમ્પટમ ચેકર ટૂલ નો પણ સમાવેશ કરવા માં આવ્યો હતો. જેને મે જીઓ એપ અને જીઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવા માં આવ્યું હતું. જેની અંદર યુઝર્સ ને જણાવવા માં આવે છે કે તેમને કોરોના વાઇરસ હોઈ શકે છે કે નહીં. અને આ લોન્ચ ના 3 દિવસ પછી જ એરટેલ દ્વારા પણ આ પ્રકાર ની એક સેવા ની શરૂઆત કરવા માં આવી છે.

જીઓ બાદ એરટેલ દ્વારા પણ કોવીડ 19 ચેકર ટૂલ લોન્ચ કરવા માં આવ્યું

એરટેલ ના કોરોના વાઇરસ ચેકર ટૂલ કે જેનું નામ એપોલો 247 રાખવા માં આવેલ છે તેને એપોલો હોસ્પિટલ ની સાથે ભાગીદારી સાથે બનાવવા માં આવેલ છે અને તેની અંદર સવાલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની ગાઈડ લાઈન અનુસાર મુકવા માં આવેલ છે. અને સાથે સાથે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમેલી વેલ્ફેર ના જાણવા અનુસાર તેની અંદર પ્રશ્નો રાખવા માં આવ્યા છે.

અને એરટેલ ના યુઝર્સ આ એપોલો 247 ટૂલ નો ઉપીયોગ તેમની એરટેલ થેન્ક્સ એપ ની અંદર કરી શકે છે. અને તેના માટે એરટેલ દ્વારા તેના માટે અલગ થી વેબસાઈટ પણ બનાવવા માં અવિક છે જેહથી યુઝર્સ જાણી શકે છે કે તેમને કોરોના વાઇરસ છે કે નહીં.

તેનો ઉપોયગ કઈ રીતે કરવો

જો તમને એવું લાગતું હોઈ કે તમને આ કોરોના વાઇરસ થઇ શકે છે તો તે થવા નું રિસ્ક કેટલું છે તે ચેક કરવા માટે એરટેલ ની આ ચેકર ટૂલ નો ઉપીયોગ કરો. અને તેની અંદર તમને અમુક પ્રશ્નો પૂછવા માં આવશે જેની અંદર તમારી ઉંમર, બોડી ટેમ્પરેચર, જેન્ડર, તમારા સિમ્પટમ, ત્યાર પછી તમને પૂછવા માં આવશે કે શું તમને સ્વાશ લેવા માં અથવા છાતી ની અંદર કોઈ તકલીફ થઇ રહી છે. ત્યાર પછી તમને તમારી ટ્રાવેલ હિસ્ટ્રી પૂછવા માં આવશે ત્યાર પછી તમને અત્યાર કોઈ મેડિકલ કન્ડિશન હશે તો તેના વિષે જણાવવા નું રહેશે.

અને ત્યાર પછી તમારા જવાબ પર થી તે ટૂલ દ્વારા તમારી સાથે આ રોગ થવા માટે કેટલું રિસ્ક જોડાયેલું છે તેના વિષે જણાવવા માં આવશે.

અહીં એક વસ્તુ ની ખાસ નોંધ લેવી જરૂરી છે કે આ ટૂલ માત્ર તમને આ રોગ થવા માટે કેટલું રિસ્ક જોડાયેલું છે તેના વિષે જ જણાવે છે. અને જો આ ટૂલ ની અંદર જણાવેલ કોઈ પણ સિમ્પટમ તમને દેખાતા હોઈ તો તેવી પરિસ્થિતિ ની અંદર તમારે તુરંત ડોક્ટર ની મુલાકાત લેવી જોઈએ.

Best Mobiles in India

English summary
Airtel COVID-19 Symptom Checking Tool Launched: Here's How To Use It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X