Airpods ગંદા થઈ ગયા છે, તો આ ક્લિનિંગ ટિપ્સને કરો ફોલો

By Gizbot Bureau
|

મ્યુઝિક સાંભળવા, પોડકાસ્ટ સાંભળવા કે પછી ફોન પર વાત કરવા માટે ઈયરફોન એટલે કે ઈયરપોડ્સ આપણા માટે ખૂબ ઉપયોગી ગેજેટ સાબિત થાય છે. આ ગેજેટ્સ આપણને પર્સનલ અને હેન્ડ ફ્રી એક્સપીરિયન્સ આપે છે. સાથે જ તેને કારણે કોઈ બીજું વ્યક્તિ તમારી વાતો સાંભળી શક્તું નથી.

પરંતુ ઘણીવાર લાંબા સમય સુધી ઉપયોગ કરવાને કારણે આ ઈયરપોડ્સ ગંદા થઈ જાય છે. કાનમાં રહેવાને કારણે ચીકણા થયેલા ઈયરપોડ્સ પર કચરો જામી જાય છે, જે કાનને તો નુક્સાન કરે જ છે, સાથે જ અવાજની ક્વોલિટી પણ ખરાબ થઈ જાય છે. તમને કાનમાં ઈન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે ઈયરપોડ્સને ક્લીન કરવા ખૂબ જ જરૂરી છે.

Airpods ગંદા થઈ ગયા છે, તો આ ક્લિનિંગ ટિપ્સને કરો ફોલો

ઈયર પોડ્સ અંગે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

- જો તમારી પાસે એરપોડ્સ કે પછી એરપોડ્સ પ્રો છે, તો કેટલીક બાબતો ખાસ યાદ રાખો. સૌથી પહેલા તો તેને કોઈની સાથે પણ શૅર ન કરો.

- આ ડિવાઈસને અથવા તેના કોઈ પાર્ટને ક્યારેય પાણીમાં ન નાખો. એરપોડ્સ સાફ કરવા માટે ક્યારેય કોઈ અણીદાર વસ્તુ અથવા તો ઘસી શકાય તેવી વસ્તુનો ઉપયોગ ન કરો.

- ઈન્ટરનેટ પરથી શોધેલા કોઈ પણ લિક્વિડની મદદથી એરપોડ્સને સ્વચ્છ ન કરો. આ ઉપરાંત ચાર્જિંગ પોડમાં પણ ક્યારેય કોઈ વસ્તુ ન નાખો.

એરપોડ્સ સાફ કરતા સમયે નીચેની બાબતોનું ધ્યાન રાખો.

- માર્કેટમાં ઘણા એવા ટૂલ્સ છે, જે તમને એરપોડ્સને ક્લિન કરવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ તમે સાવધાનીપૂર્વક કરી શકો છો.

- આ ઉપરાંત તમે કોટન્સ અથવા તો મુલાયમ માઈક્રોફાઈબરનો ઉપયોગ કરીને એરપોડ્સ સ્વચ્છ કરી શકો છો. એરપોડ્સને સ્વચ્છ કરવા માટે તમે આઈસોપ્રોપિલ આલ્કોહોલ અથવા રબિંગ આલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકો છો. આ તમને કોઈ પણ દવાની દુકાને મળી જશે.

- કોઈ પણ એરબડ્ઝની બહારની બાજુ અનેક સને સાફ કરવા માટે તમારે કપડામાં થોડુંક આઈસોપ્રોપિલ આલ્કોહોલ અથવા રબિંગ આલ્કોહોલ લેવાનું છે, તેનાથી તમે સારી રીતે સફાઈ કરી શક્શો.

- જો તમારે ડિવાઈસના સેન્સિટિવ ભાગને સાફ કરવા છે, તો તમે ટૂથપિક જેવી અણીદાર વસ્તુ લઈને હળવા હાથે તેને સ્વચ્છ કરી શકો છો.

Best Mobiles in India

English summary
Airpods cleaning tips things to note before cleaning

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X