Just In
- 584 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 585 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 586 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 586 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ચોમાસામાં પણ કરી રહ્યા છો એસીનો ઉપયોગ, તો આટલું ધ્યાન રાખજો, નહીં તો...
ઉનાળામાં જ્યાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર જતો રહે છે, ત્યારે વગર એસીએ રહેવું મુશ્કેલ બને છે. પરંતુ જેવું ચોમાસું શરૂ થાય કે તરત જ હવામાં ભેજ અને વરસાદને કારણે ઠંડક તો થાય છે, પરંતુ સમસ્યા પણ થાય છે. કારણ કે વરસાદમાં બફારો વધારે થાય છે. આવી સ્થિતિમાં જો તમે પણ બફારાને લીધે એસીનું તાપમાન ઘટાડો છો તો ઠંડી લાગે છે અને વધારો છો, તો ગરમી લાગે છે.
જો કે, આ પરિસ્થિતિ દરેક શહેરમાં જોવા મળે છે. ખાસ કરીને અમદાવાદ જેવા શહેરમાં જ્યાં ઓછો વરસાદ પડે છે, ત્યાં વધારે પડતો બફારો થાય છે. આવી સ્થિતિમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેનાથી તમને ગરમીથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ કે ચોમાસામાં એસી વાપરતા સમયે શું ધ્યાન રાખવું જોઈએ.

એસીના આઉટડોર યુનિટને સ્વચ્છ રાખો
જો તમારી પાસે વિન્ડો એસી છે, તો ઓછી મુશ્કેલી આવશે. પરંતુ જો તમે સ્પ્લિટ એસી વાપરો છો, તો સમસ્યા સર્જાઈ શકે છે. સ્પ્લિટ એસીનું આઉટડોર યુનિટ બહારની બાજુ હોય છે, અને વરસાદનું પાણી તેમાં જઈ શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે એસીનું આઉટડોર યુનિટ ચોખ્ખું રહે. તેમાં કચરો ન જામે. આ ઉપરાંત એસીમાં એક ડ્રેઈન હોલ હોય છે, જ્યાંથી પાણી બહાર નીકળે છે. આ ડ્રેઈન હોલમાં વરસાદમાં કચરો જામી શકે છે, જેને કારણે પાણી એસીની અંદર જાય છે. એટલે તમારે ડ્રેઈન હૉલ પણ સાફ રાખવું જરૂરી છે.
એસીનો મોડ કયો રાખશો?
ચોમાસામાં તમારે એસીનો કયો મોડ વાપરવો તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને વધારે ગરમી લાગતી હોય અને તમારે એસી ચલાવવાનું છે, તો એસીને તમારે ફેન મોડ પર જ ચલાવવું જોઈએ. આ મોડમાં એસીનું કોમ્પ્રેસર નથી ચાલતું એટલે બહારનું પાણી એસીની અંદર નહીં જાય. સાથે જ એસીને પાણીથી સુરક્ષિત રાખવું જોઈએ. એસી પર ક્યારેય પાણી ન રાખો. જો એસી ભીનું થાય, તો તેને સ્વચ્છ રાખો.
સમયાંતરે સર્વિસ કરાવો
વરસાદમાં એસીનો ઉપયોગ કરતા પહેલા તેની રેગ્યુલર સર્વિસ કરાવવી જરૂરી છે. સમયાંતરે સર્વિસ કરવાથી એસી યોગ્ય રીતે કામ કરે છે. આ ઉપરાંત જો એસીની અંદર પાણી જાય તો એસીને તરત જ બંધ કરી દો. ઈલેક્ટ્રેશિયનને બોલાવીને એસી ખોલાવીને ચેક કરાવો. જાતે રિપેર ન કરો. જો તમે આટલી બાબતોનું ધ્યાન રાખશો, તો એસીને ચોમાસામાં બગડી જતું બચાવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications