આધાર કાર્ડ પર તમે કઈ રીતે તમારા ફોટો ને બદલી શકો છો?

By Gizbot Bureau
|

આધાર એ 12 આંકડા નો એક યુનિક નંબર છે. આ નંબર ને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવા માં આવેલ છે. આ ઓથોરિટી ને તેના ટૂંકા નામ યુઆઈડીએઆઈ દ્વારા પણ ઓળખવા માં આવે છે. અને આ નંબર ની અંદર તમારે બાયોમેટ્રિક જેવા કે તમારું આઈરિસ સ્કેન અને ફિંગરપ્રિન્ટ નો સમાવેશ કરવા માં આવે છે. અને ભારતીય લોકો ના ડેમોગ્રાફિક વિગતો નો પણ આ નંબર ની અંદર સમાવેશ કરવા માં આવે છે.

આધાર કાર્ડ પર તમે કઈ રીતે તમારા ફોટો ને બદલી શકો છો?

આધાર કાર્ડ ની અંદર તે કાર્ડ જેનું હોઈ તેનો ફોટો પણ આપવા માં આવે છે. અને આ ફોટો ને લોકો અપડેટ પણ કરી શકે છે. ઘણા લોકો પોતાના આધાર કાર્ડ પર તેમના ફોટો ને અપડેટ કરાવવા માંગતા હોઈ છે કેમ કે જે સમયે તેમના દ્વારા આધાર કાર્ડ બનાવળાવવા માં આવ્યું હતું તેના કરતા હવે તેઓ અલગ દેખાય રહ્યા છે.

આધાર કાર્ડ ની અંદર તમે તમારા એડ્રેસ, ફોન નંબર વગેરે જેવી વિગતો ને ઓનલાઇન અપડેટ કરી શકો છો. પરંતુ આધાર કાર્ડ પર ફોટો અપડેટ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર ની મુલાકાત લેવી જરૂરી છે. આધાર કાર્ડ પર તમારા ફોટો ને અપડેટ કરવા માટે નીચે જણાવેલ પગલાં અનુસરો.

- યુઆઈડીએઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ પર થી આધાર એનરોલમેન્ટ ફોર્મ ને ડાઉનલોડ કરો.

- ત્યાર પછી તે આધાર એનરોલમેન્ટ ફોર્મ ની પ્રિન્ટ કાઢી અને તેની અંદર બધી જ જરૂરી વોગતો ભરો.

- ત્યાર પછી ઓફિશિયલ વેબસાઈટ ની મદદ થી તમારી નજીક ના આધાર એનરોલમેન્ટ સેન્ટર ને શોધો.

- એનરોલમેન્ટ સેન્ટર પર જય અને તમારા એનરોલમેન્ટ ફોર્મ ને ત્યાં ઉપસ્થિત એક્ઝીક્યુટીવ ને આપી સબમિટ કરો.

- તેના પછી તે લોકો દ્વારા તમારા મયપમેટ્રિક્સ ને મેચ કરવા માં આવશે.

- ત્યાર પછી આધાર સેવા કેન્દ્ર અથવા આધાર એનરોલમેન્ટ સેન્ટર ના એક્ઝિક્યુટિવ દ્વારા તમારો નવો ફોટો લેવા માં આવશે.

- તમારે આ સર્વિસ માટે રૂ. 25 ની ફીઝ પણ ચૂકવવી પડશે.

- ત્યાર પછી તામેં અપડેટ રિકવેસ્ટ નંબર ની સાથે એક સ્લીપ આપવા માં આવશે.

- તમે તે નંબર ની મદદ થી તમારા આધાર ના અપડેટ ની પ્રક્રિયા કેટલી થઇ છે તેના વિષે યુઆઈડીએઆઈ ની ઓફિશિયલ વેબસાઈટ પર થી જાણી શકો છો.

- એક વખત જયારે તમારો ફોટો સફળતા પૂર્વક અપડેટ થઇ જાય ત્યાર પછી તમે નવી કોપી ને ડાઉનલોડ કરી શકો છો અથવા નવી ફિઝિકલ કોપી ને પણ ઓર્ડર કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Aadhaar Photo: How To Change Photo In Aadhaar?

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X