હવે Aadhaarમાં ફેસ ઓથેન્ટિકેશન થશે ઘરે બેઠાં, લોન્ચ થઈ Face RC એપ

By Gizbot Bureau
|

આધાર કાર્ડ ધારકો હવે ઘરે બેઠા બેઠે ફેસ ઓથેન્ટિકેશન દ્વારા પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી શક્શે. આ માટે UIDAI દ્વારા એક એપ લોન્ચ કરવામાં આવી છે. જેનું નામ Aadhaar FaceRD રાખવામાં આવ્યું છે. UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા લોન્ચ કરાયેલી આ એપને કારણે હવે ઘણા બધાં સરકારી કામકાજ યુઝર્સ ઘરે બેઠા ઓનલાઈન જ કરી શક્શે.

હવે Aadhaarમાં ફેસ ઓથેન્ટિકેશન થશે ઘરે બેઠાં, લોન્ચ થઈ Face RC એપ

એપ પ્લે સ્ટોર પરથી કરી શકાશે ડાઉનલોડ

આ એપ કોઈ પણ યુઝર Google Play Store પરથી ડાઉનલોડ કરી શકે છે. મળતી માહિતી પ્રમાણે Face Authentication ટેક્નોલોજીની મદદથી કોઈ પણ વ્યક્તિ પોતાના ફોનનો કેમેરા ઓન કરીને ફેસને લાઈવ કેપ્ચર કરીને Aadhaar ઓથેન્ટિકેશન કરી શકે છે. આ માટે તમારે અન્ય કોઈ ઝંઝટ કરવાની રહેશે નહીં.

સરકારી કામો થઈ શક્શે ઘરે બેઠાં

Face Authenticationના ઉપયોગથી હવે નાગરિકો આધાર ઓથેન્ટિકેશનથી થતાં કામ જેમ કે જીવન પ્રમાણપત્ર, રેશનિગં ડિસ્ટ્રીબ્યુશન, Cowin વેક્સિનેશન એપ, સ્કોલરશિપ સ્કીમ, ખેડૂત કલ્યાણ યોજનાઓ વગેરે ઘરે બેઠાં માત્ર ઈન્ટનેટની મદદથી કરી શક્શે. UIDAI નવી લોન્ચ કરાયેલી એપ FaceRD અંગે ટ્વિટ કરીને માહિતી પણ આપી છે.

UIDAIએ ટ્વિટ કરીને આપી માહિતી

આ ટ્વિટ મુજબ આધાર ફેસ ઓથેન્ટિકેશન ફીચરનો ઉપયોગ યુઝર UIDAI RD એપ દ્વારા જ કરી શક્શે. યુઝર્સ આધાર ઓથેન્ટિકેશન એપ્સ માટે આ સુવિધાનો ઉપયોગ કરી શક્શે. ઉલ્લેખનીય છે કે આધાર ફેસ ઓથેન્ટિકેશન ટેક્નોલોજી પણ UIDAI દ્વારા જ ડેવલપ કરવામાં આવી છે.

લોકલ આધાર સેન્ટરના ધક્કાથી રાહત

Livemintના રિપોર્ટ પ્રમાણે આ એપ દ્વારા આધાર હોલ્ડરે હવે લોકલ આધાર એનરોલમેન્ટ સેન્ટર જઈને ફિઝિકલ આઈડેન્ટિફિકેશન માટે આઈરીસ અને ફિંગરપ્રિન્ટ સ્કેન કરાવવાની જરૂર નહીં પડે. ફેસ ઓથેન્ટિકેશન દ્વારા આધાર યુઝરની રિયલ આઈડેન્ટિટી વેલિડેટ થઈ શક્શે.

બસ, આટલું કરો

આ માટે બસ તમારે Aadhaar FaceRD એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. બાદમાં એપમાં જેમ જેમ તમે આગળ વધશો, તેમ તેમ તમને ગાઈડ કરવામાં આવશે. આ સ્ટેપ્સ ફોલો કરો અને છેલ્લે Proceed પર ક્લિક કરો. ફેસ ઓથેન્ટિકેશન માટે તમારો ફેસ અજવાળામાં હોવો જરૂરી છે, સાથે જ તમારું બેકગ્રાઉન્ડ પણ ક્લિયર હોવું જરૂરી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Aadhaar FaceRD App Announced; Confirm Your ID With Face Recognition Now

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X