Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Cardમાં બાળપણનો ફોટો બદલવો પડશે, આ રહી સરળ પ્રોસેસ
Aadhaar Card દરેક ભારતીય માટે સૌથી અગત્યનો દસ્તાવેજ છે. તેના વગર તમને સરકારી અને બિનસરકારી યોજનાઓનો લાભ લેવામાં મુશ્કેલી પડી શકે છે. જો તમારા આધાર કાર્ડમાં માહિતી ખોટી છે, તો તમને જુદા જુદા કામમાં મુશ્કેલી આવી શકે છે. એટલે આધાર કાર્ડમાં બધી જ માહિતી સાચી હોવી જરૂરી છે. જો કે, કેટલાક લોકો એવા હોય છે, જેમના આધાર કાર્ડમાં નામ, એડ્રેસ, ઉંમર, જેન્ડર, ફોન નંબર અને ઈમેઈલ આઈડી જેવી માહિતી સાચી હોય છે, પરંતુ ફોટોની વાતઆવે, ત્યારે તેમણે પોતાનું આધાર કાર્ડ સંતાડી દેવું પડે છે.
જો તમે એવું કામ કરવા નથી ઈચ્છતા, તો તમારે આધાર કાર્ડમાં ફોટો બદલી નાખવો જોઈએ.આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે વધારે કંઈ ખાસ કરવાનું નથી. આના માટેની પ્રોસેસ ખૂબ જ સરળ છે, જેને ફોલો કરીને તમે સરળતાથી આધાર કાર્ડમાં બાળપણનો ફોટો ચેન્જ કરી શકો છો.

આધાર કાર્ડમાં ફોટો બદલવાની રીત
આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા UIDAIની એક એવી સર્વિસ છે, જે તેની વેબસાઈટ પર જ મળી જાય છે. જો તમે આધારમાં નામ, એડ્રેસ, ઉંમર, જેન્ડર, ફોન નંબર અને ઈમેઈલ આઈડી અપડેટ કરાવવા ઈચ્છે છે, તો આ કામ ઓનલાઈન પણ કરી શકાય છે. પરંતુ ફિંગરપ્રિન્ટ, આઈરિસ અને ફોટો ચેન્જ કરવા માટે તમારે આધાર એનરોલમેન્ટ સેન્ટર જવું પડે છે. જ્યાં તમારા પાસેથી કેટલીક ફીઝ લેવામાં આવે છે, અને 30થી 90 દિવસની અંદર નવું આધાર કાર્ડ એડ્રેસ પર મોકલી દેવામાં આવે છે.
આ સ્ટેપ્સ ફોલો કરો
આધાર કાર્ડમાં ફોટો બદલવા માટે તમારે નીચેના સ્ટેપ્સ ફોલો કરવાના છે.
સ્ટેપ 1: સૌથી પહેલા તો આધાર કાર્ડ જાહેર કરનારી સંસ્થા UIDAIની વેબસાઈટ uidai.gov.in વેબસાઈટ પર લોગઈન કરવાનું છે.
સ્ટેપ 2: બાદમાં My Aadhaar સેક્શનમાં Enrolment and update forms પર ક્લિક કરીન ફોર્મ ડાઉનલોડ કરો.
સ્ટેપ 3: આ ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારે તેમાં પોતાની ડિટેઈલ્સ ભરવાની છે અને નજીકના આધાર સર્વિસ સેન્ટર પર જઈને જમા કરવાનું છે.
સ્ટેપ 4: આ ફોર્મને પહેલા વેરિફાય કરવામાં આવશે, તમારો નવો ફોટો ક્લિક કરવાની સાથે આઈરિસ સ્કેન કરવામાં આવશે.
સ્ટેપ 5: બાદમાં તમારી પાસેથી GST સહિતની ફીઝ લેવામાં આવશે, આ ફીઝ 100 રૂપિયા હોય છે.
સ્ટેપ 6: પ્રોસેસ પૂરી થયા બાદ તમને એક URN Number મળશે, જેનાથી તમે આધાર કાર્ડની અપડેટ ટ્રેક કરી શક્શો.
આધાર અપડેશન સ્ટેટસ ટ્રેક કેવી રીતે કરશો.
ફોટો બદલવામાં 30થી 90 દિવસનો સમય લાગે છે. એટલે જો તમારે આધાર અપડેશન સ્ટેટસ ટ્રેક કરવાનું છે, તો તમને મળેલા URN Numberની જરૂર પડશે. આ નંબરની મદદથી તમે UIDAIની વેબસાઈટ પર ટ્રેક કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications