Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar Cardની કોઈ પણ માહિતી નહીં થાય લીક, બસ આટલું કરી લો
આધાર કાર્ડ દરેક ભારતીય વ્યક્તિ પાસે હોય છે, અને હોવું જરૂરી પણ છે. જો કે ઘણીવાર સમાચારમાં તમે વાંચ્યુ હશે કે આધાર કાર્ડ ધારકોનો ડેટા લીક થયો. આપણે આધાર કાર્ડ જુદા જુદા હેતુસર ઘણા બધી જગ્યાએ આપતા હોઈએ છીએ. પરંતુ આધાર કાર્ડમાં તમારો બાયોમેટ્રિક ડેટા અને બાકી ઘણી અગત્યની માહિતી હોય છે, જેનો દુરુપયોગ પણ થઈ શકે છે. સાઈબર ક્રિમિનલ્સ તમારા આધાર કાર્ડની ડિટેઈલ્સ ચોરી કરી શકે છે.
એટલે તમારે પણ આધાર કાર્ડને સેફ રાખવા અંગે વિચારવું જોઈએ. તમે તમારા આધાર કાર્ડને લૉક કરી શકો છો, આ માહિતી ખૂબ ઓછા લોકોને ખબર છે. એકવાર તમે તમારા આધાર કાર્ડને ડિજીટલી લૉક કરી દેશો, તો કોઈ પણ વ્યક્તિ તમારા બાયોમેટ્રિક ડેટાનો ખોટો ઉપયોગ નહીં કરી શકે.

આધાર કાર્ડને ઓનલાઈન લૉક કરવા માટે આટલું કરો
સ્ટેપ 1: સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ.
સ્ટેપ 2: હવે સૌથી ઉપર My Aadhaar ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં બધા જ જુદા જુદા ઓપ્શનમાંથી Lock/unlock biometrics ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4: હવે બધી જ માહિતી વાંચીને નેક્સ્ટ પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે વર્ચ્યુઅલ આઈડી, નામ, પિનકોડ અને કેપ્ચા એન્ટર કરીને સેન્ડ બટન પર ક્લિક કરો.
સ્ટેપ 6: આટલું કરતા જ આધાર કાર્ડ સાથે જ નંબર રજિસ્ટર્ડ છે, તેના પર એક ઓટીપી આવશે.
સ્ટેપ 7: આ ઓટીપી એન્ટર કરતા જ સ્ક્રીન પર તમને દેખાશે કે આધાર કાર્ડની બાયોમેટ્રિક ડિટેઈલ્સ લૉક થઈ ચૂકી છે.
વર્ચ્યુઅલ આઈડી જનરેટ કરો
એકવાર તમારું આધાર કાર્ડ લૉક થઈ જાય, પછી તેનો ઉપયોગ કરવા માટે તમારી પાસે 16 આંકડાનું વર્ચ્યુઅલ આઈડી હોવું જરૂરી છે. વર્ચ્યુઅલ આઈડી આધાર કાર્ડ યુઝર 1947 પર મેસેજ કરીને સરળ રીતે જનરેટ કરી શકે છે.
આના માટે તમારે મેસેજ બોક્સમાં જઈને RVID લખવાનું છે, તેના પછી આધાર નંબરના છેલ્લા ચાર આંકડા લખવાના છે. અને 1947 નંબર પર મેસેજ કરવાનો છે. આટલું કરતા જ જવાબમાં તમારું વર્ચ્યુઅલ આઈડી તમારા નંબર પર આવી જશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications