Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Aadhaar કાર્ડમાં આ રીતે અપડેટ કરો બર્થ ડેટ, જાણો કેટલો ખર્ચ થશે
ભારતીય નાગરિકો માટે આધાર કાર્ડ એક ખૂબ જ અગત્યનો ડોક્યુમેન્ટ છે, જે સરકારી અને ખાનગી સંસ્થાઓ દ્વારા મળતી ઘણી સેવાઓનો લાભ લેવા માટે જરૂરી હોય છે. UIDAI દ્વારા આપવામાં આવતા આધાર કાર્ડમાં તમારા એડ્રેસથી લઈને ફિંગરપ્રિન્ટ, રેટિનાથી લઈને જન્મ તારીખ સુધીની ડિટેઈલ્સ સવ કરેલી હોય છે. પરંતુ કેટલીકવાર એવું થાય છે કે ભૂલમાં તમારા આધાર કાર્ડમાં કોઈ માહિતી ખોટી છપાઈ ગઈ હોય. આવી સ્થિતિમાં તેને સાચી કરાવવીજ રૂરી બને છે.
જો તમારા આધાર કાર્ડમાં કોઈ ખોટી માહિતી હશે, તો તમે ઘણી સરકારી યોજનાઓનો લાભ નહીં લઈ શકો. ઘણા લોકોના આધાર કાર્ડમાં તેમની જન્મતારીખ ખોટી આવી જાય છે. આવી સ્થિતિમાં તેમણે ઘણા ધક્કા ખાવા પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

જો તમારા આધાર કાર્ડમાં પણ જન્મ તારીખ ખોટી છે, તો આ આર્ટિકલને સેવ કરી રાખજો. આજે આ આર્ટિકલમાં અમે તમને જન્મ તારીખ ઓફલાઈન કેવી રીતે ચેન્જ થઈ શકે, તેની માહિતી આપીશું. અમે તમને જે સ્ટેપ્સ જણાવી રહ્યા છીએ, તે ફોલો કરીને તમે આધાર કાર્ડમાં જન્મ તારીખ અપડેટ કરી શકો છો.
સૌથી પહેલા તો તમારે જન્મ તારીખ સુધારવા માટેનું ફોર્મ લેવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવાનું છે. અહીંથી તમારે સુધારણા ફોર્મ લઈને તેમાં તમારો 12 આંકડાનો આધાર નંબર, નામ અને અન્ય જરૂરી માહિતી ભરવાની છે. તમારે કારણ પણ લખવાનું છે કે તમે તમારી જન્મ તારીખ કેમ બદલવા ઈચ્છો છો. જેની સાથે તમારે જન્મના પ્રમાણ પત્ર કે પછી પાન કાર્ડ જેવા દસ્તાવેજની ઝેરોક્ષ અટેચ કરવાની છે.
આ ભરેલું ફોર્મ, જરૂરી દસ્તાવેજ સાથે તમારે આધાર કેન્દ્ર પર જમા કરાવવાનું છે. અહીં હાજર અધિકારી બાયોમેટ્રિક દ્વારા તમારી અરજી વેરિફાય કરશે, તમે સાથે આપેલા દસ્તાવેજ ચેક કરશે. પછી આધાર કાર્ડ પર જન્મ તારીખ અપડેટ કરવા માટે તમારે 50 રૂપિયાની ફી આપવાની છે.
એક વખત પૈસા જમા કરી દીધા તેના પછી તમારી સાચી જન્મતારીખ કેટલાક દિવસોની અંદર જ સિસ્ટમમાં અપડેટ થઈ જશે. અરજી જમા કર્યા બાદ તમને એક રિસીપ્ટ આપવામાં આવશે, જેમાં આપેલા નંબર પરથી તમારી જન્મતારીખ બદલાઈ કે નહીં તે તમે ચેક કરી શક્શો.
જન્મતારીખ ઓનલાઈન બદલવા માટેના સ્ટેપ્સ
1. આધાર કાર્ડમાં જન્મતારીખ ઓનલાઈન બદલવા માટે સૌથી પહેલા તમારે સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલ પર જવાનું છે.
2. હવે અહીં તમારે આધાર અપડેટ કરવા માટે આગળ વધો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે.
3. આગળ 12 અંકનો આધાર કાર્ડનો નંબર અને કેપ્ચા કોડ તમારે એન્ટર કરવાનો છે.
4. હવે સેન્ડ ઓટીપી ઓપ્શન પર ક્લિક કરો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવેલા ઓટીપી નંબરને એન્ટર કરો અને લોગઈન પર ક્લિક કરો.
5. જન્મ તારીખના ખાનામાં તમારી સાચી જન્મ તારીખ એન્ટર કરો.
6. તમારા પાન કાર્ડ અ જન્મતારીખ પ્રમાણ પત્રની સ્કેન કોપી સબમિટ કરો.
7. હવે તમને એક આધાર અપડેટ નંબર આપવામાં આવશે, જેનાથી તમે તમારી એપ્લીકેશન પર કામ થયું કે નહીં તે ચેક કરી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
