Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા Aadhaar Cardનો ક્યાં ક્યાં થઈ રહ્યો છે ઉપયોગ, આ રીતે કરો ચેક
દરેક ભારતીય નાગરિક માટે આધાર કાર્ડ ખૂબ અગત્યનો દસ્તાવેજ છે. આધાર કાર્ડના ઉપયોગથી ઘણા કામ થઈ જાય છે. બેન્ક અકાઉન્ટ ખોલાવવું હોય કે સીમ કાર્ડ ખરીદવું હોય, આ બધા જ કામ Aadhaar વિના નથી થતા. ઘણી બધી જગ્યાએ તમારે વેરિફિકેશન માટે Aadhaar કાર્ડ આપવું પડે છે. એટલે ઘણા એવા કામ છે, જે Aadhaar કાર્ડ દ્વારા સરળતાથી પૂરા થઈ જાય છે. પરંતુ તમને એ ખ્યાલ હોવો જરૂરી છે કે તમારા Aadhaar કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ રહ્યો છે. તમે Aadhaar કાર્ડ ઘણી બધી જગ્યાએ આપો છો, ત્યારે એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ તમારા ધ્યાન બહાર તો આધાર કાર્ડનો ખોટો ઉપયોગ નથી કરતું ને?

Aadhaarમાં તમારું નામ, એડ્રેસ સહિત બાયોમેટ્રિક ડિટેઈલ્સ પણ હોય છે. તમારી પ્રાઈવસી માટે એ જરૂરી છે કે તમારો આ અગત્યનો ડેટા કોઈ ખોટા વ્યક્તિના હાથમાં ન જતો રહે. એટલે Aadhaar બનાવતી સરકારી એજન્સી UIDAI યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા તમને આધારની હિસ્ટ્રી જોવાની સુવિધા આપે છે. તેના પરથી તમને ખ્યાલ આવશે કે તમારા Aadhaar કાર્ડનો ઉપયોગ ક્યાં ક્યાં થયો છે.
UIDAI પોતાની વેબસાઈટ પર આધાર ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસ આપે છે. જેના પરથી તમને ખ્યાલ આવી જશે કે અત્યાર સુધી કઈ કઈ એજન્સીએ તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે. અહીં તમે એકવારમાં છેલ્લા 6 મહિના અથવા વધુમાં વધુ 50 રેકોર્ડનું લિસ્ટ જોઈ શકો છો.
Aadhaarની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી સર્વિસ તમે https://resident.uidai.gov.in/aadhaar-auth-history પરથી ચેક કરી શકો છો. તમે ઈચ્છો તો mAadhaar એપ પરથી પણ આ રેકોર્ડ ચેક કરી શકો છો.
આટલી ડિટેઈલ્સ તમે જાણી શક્શો.
ઉપર આપેલી વેબસાઈટ પર જઈને લોગ ઈન કરીને તમે જેમ જેમ આગળ વધતા જશો, તેમ તેમ તમને ખ્યાલ આવતો જશે કે આધાર કાર્ડની હિસ્ટ્રી કેવી રીતે મળે છે. તમે આધારના દરેક પ્રકારના ઓથેન્ટિકેશનને ચેક કરી શકો છો.
- ઓથેન્ટિકેશનની રીત
તમને અહીં એ પણ ખ્યાલ આવી જશે કે આધારની ડિટેઈલ્સ બાયોમેટ્રિક, ડેમોગ્રાફિક અથવા ઓટીપી દ્વારા લેવામાં આવી છે.
- ઓથેન્ટિકેશનની તારીખ અને સમય
તમારા આધાર કાર્ડનો ઉપયોગ કઈ તારીખે અને સમયે થયો છે, તે પણ જાણી શકાય છે.
- UIDAI રિસ્પોન્સ કોડ
જ્યારે પણ કોઈ કામ માટે આધારનો ઉપયોગ થાય છે, ત્યારે UIDAI એક રિસ્પોન્સ કોડ આપે છે, તે પણ તમે અહીં ચેક કરી શકો છો.
- AUAનું નામ
તમારા આધાર કાર્ડનું ઓથેન્ટિકેશન કઈ એજન્સી દ્વારા થયું છે એટલે કે ઓથેન્ટિક યુઝર એજન્સીનું નામ પણ તમે અહીં જાણી શકો છો. જેમ કે ટેલિકોમ કંપની, બેન્ક, ફૂડ ડિપાર્ટમેન્ટ વગેરે.
- AUA ટ્રાન્ઝેક્શન આઈડી
જ્યારે પણ આધારનું ઓથેન્ટિકેશન થાય છે, ત્યારે એક કોડની સાથે ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ થાય છે, AUA આ આઈડીને UIDAI સાથે શૅર કરે છે. તમે આ કોડ પણ જાણી શકો છો.
જો આધારનો ખોટો ઉપયોગ થયો, તો શું કરશો?
જો તમે છ મહિનાથી વધુ જૂની ડિટેઈલ્સ ચેક કરવા ઈચ્છો છો તો ડેટ સિલેક્શન કરો. આ ઉપરાંત જો તમને એ ખ્યાલ આવે છે કે ક્યાંક તમારી જાણ બહાર તમારા આધારનો ઉપયોગ થયો ચે, તો તમે આધાર ઓથેન્ટિકેશન ઓથોરિટીનો સંપર્ક કરી શકો છો. જો કે, અહીં ધ્યાન એ રાખવાનું છે કે આધારની હિસ્ટ્રી ચેક કરવા માટે તમારા આધાર સથે મોબાઈલ નંબર રજિસ્ટર હોવો જરૂરી છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications