ઓનલાઇન શોપિંગ વખતે કોઇ ઠગી ન જાય, ફોલો કરો આ 8 સ્ટેપ

Posted By: Kalpesh Kandoriya

આજનો જમાનો સંપૂર્ણ રીતે ડિજિટલ થઇ ગયો છે. શોપિંગ માટે દુકાને-દુકાને ચક્કર મારવાની જગ્યાએ લોકો હવે પોતાના કોમ્યુટરની સામે બેસીને જ બધી ખરીદી કરી લે છે. આજના દિવસોમાં ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વધુ લોકપ્રિય બન્યાં છે. દરરોજ લાખો લોકો ઓનલાઇન શોપિંગ કરતા હોય છે અને લાખો ટ્રાન્ઝેક્શન કરતા હોય છે. તમે જે જગ્યાએથી ઓનલાઇન ખરીદી કરો તે સુરક્ષિત હોય છે છતાં ઇન્ટરનેટ હંમેશા નવી ધમકીઓ માટે શંકાસ્પદ રહ્યું છે, જેમ કે તમારા ટ્રાન્ઝેક્શનને રિડાયરેક્ટ કરીને પૈસા મેળવવા માટે અનેક હેકર્સ પ્રયત્નશીલ હોય છે.

ઓનલાઇન શોપિંગ વખતે કોઇ ઠગી ન જાય, ફોલો કરો આ 8 સ્ટેપ

ઇન્ટરનેટની આ દુનિયામાં કેટલીય ફ્રોડ એક્ટિવિટી જન્મે છે અને આપણી જાતનું ધ્યાન રાખવાની જવાબદારી આપણી જ છે. ઓનલાઇન ટ્રાન્ઝેક્શન વખતે તમારે કેવી કેવી બાબતોનું ધ્યાન રાખવું તે અંગે આ આર્ટીકલમાં અમે વાત કરી છે. તો સલામત ટ્રાન્ઝેક્શન કરવા માટે આગળ વાંચો.

સાયબર કાફે ટાળો

સાયબર કાફે ટાળો

સાયબર કાફેમાં કોઇપણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન ન કરવું, માત્ર સાયબર કાફે જ નહીં, જાહેર જગ્યાએ Wifiનો ઉપયોગ કરી રહ્યા હોવ ત્યારે પણ ટ્રાન્ઝેક્શન ટાળવું જ શ્રેષ્ઠ છે. સાયબર કાફે અને પબ્લિક વાયફાઇનો ઉપયોગ કરીને ટ્રાન્ઝેક્શન કરવામાં આવે ત્યારે તમારી ફાઇનાન્સિયલ માહિતી સાથે ચેડા થવાની શક્યતા રહેતી હોય છે.

httpsમાં 's' હોય તો જ પેમેન્ટ કરવું

httpsમાં 's' હોય તો જ પેમેન્ટ કરવું

તમામ પ્રકારના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કોઇને કોઇ વેબસાઇટ મારફતે થતાં હોય છે જેનું એડ્રેસ https:// થી શરૂ થતું હોય છે. આ કેસમાં 's'નો મતલબ કે વેબસાઇટ સુરક્ષિત છે. કોઇ વેબસાઇટના એડ્ર્સેમાં S જોવા ન મળે અને એડ્રેસ માત્ર http:// થી શરૂ થતું હોય તો ટ્રાન્ઝેક્શન ટાળવું જ યોગ્ય રહેશે.

લોગાઉટ કરવાનું ન ભૂલતા

લોગાઉટ કરવાનું ન ભૂલતા

એક વખત તમે શોપિંગ પૂર્ણ કરી લીધી કે પછી બેન્કિંગ અકાઉન્ટ એક્સેસ કરી લીધા બાદ તમે લોગ આઉટ કર્યું કે નહીં તે ચોક્કસ ચલાશવું. લોગ આઉટ કર્યા બાદ જ બ્રાઉઝર બંધ કરવું. ઉપરાંત જ્યારે લોગ ઇન કરો ત્યારે પાસવર્ડ રિમેમ્બરનો ઓપ્શન આવશે તો તેમાં નેવર ઓપ્શન પર જ ક્લિક કરવું.

સિક્યોરિટી અપડેટ

સિક્યોરિટી અપડેટ

તમારા કોમ્પ્યુટરમાં એન્ટીવાયરસ અને ફાયરવોલ પ્રોગ્રામને અપ-ટુ-ડેટ રાખવાં. તમારા કોમ્પ્યુટરને સતત સ્કેન કરવું અને ઓનલાઇન શોપિંગ કરતા પહેલાં, બિલની ચૂકવણી કરતા પહેલાં કે તેમારા બેન્ક અકાઉન્ટને લોગ ઇન કરતા પહેલાં હંમેશા પુષ્ટિ કરી લેવી કે તમારા કોમ્પ્યુટરની ફાયરવોલ ઓન છે.

મજબૂત પાસવર્ડ

મજબૂત પાસવર્ડ

તમારા બધા અકાઉન્ટ માટે સરખો પાસવર્ડ અને યૂઝરનેમ ક્યારેય ન વાપરવાં. ઉપરાંત નંબર્સ, અપરકેસ, લોઅરકેસ અને સિમ્બોલના મિશ્રણવાળો સ્ટ્રોન્ગ પાસવર્ડ જ બનાવવો. મહિનામાં એક વખત પાસવર્ડ બદલવાનું રાખો.

ભારતી એરટેલ તેના નોકિયા 2 અને નોકિયા 3 માટે એચએમડી ગ્લોબલ સાથે હાથ મિલાવે છે

ડેબિટ કાર્ડ્સથી પેમેન્ટ કરવું

ડેબિટ કાર્ડ્સથી પેમેન્ટ કરવું

ઓનલાઇન શોપિંગ ટ્રાન્ઝેક્શ માટે ક્રેડિટ કાર્ડને બદલે હંમેશા પ્રિપેઇડ ડેબિટ કાર્ડનો ઉપયોગ કરવો. કેમ કે જો ક્રોડિટ કાર્ડનો ઉપયોગ કરતી વેળાએ કોઇ હેકર્સના હાથમાં તમારા કાર્ડની માહિતી મળી ગઇ તો ક્રેડિટ કાર્ડ મારફતે જે-તે હેકર્સ ધારે તેટલા રૂપિયાની શોપિંગ કરી શકે જ્યારે ડેબિટ કાર્ડમાં આવું નહીં બને.

થર્ડ પાર્ટી સર્વિસ

થર્ડ પાર્ટી સર્વિસ

જો તમે ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરતા હોવ તો હંમેશા પ્રતિષ્ઠિત થર્ડ પાર્ટી પેમેન્ટ સર્વિસનો ઉપયોગ કરવો. આવી સાઇટ સિક્યોર ટ્રાન્ઝેક્શન્સ ઉપલબ્ધ કરાવે છે.

વર્ચ્યુઅલ કિબોર્ડનો ઉપયોગ કરવો

વર્ચ્યુઅલ કિબોર્ડનો ઉપયોગ કરવો

મોટાભાગના લોકોને ખ્યાલ નથી હોતો કે કિબોર્ડમાં ચેડા થઇ શકે છે અને કિલોગર દ્વારા તમારી પર્સનલ માહિતીની ચોરી થઇ શકે છે. કિલોગર સોફ્ટવેર દ્વારા ફિઝિકલ કિબોર્ડ સાથે ચેડા થઇ શકે તેમ હોય છે ત્યારે હંમેશા લોગ-ઇન કરતી વેળાએ અને ઓનલાઇ ટ્રાન્ઝેક્શન કરતી વેળાએ માત્ર વર્ચ્યુઅલ કિબોર્ડનો જ ઉપયોગ કરવો.

સામાન્ય રીતે ઓનલાઇ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તમારા મોબાઇલમાં ઓટીપી નંબર આવતો હોય છે. આ ઓટીપી એન્ટર કર્યા બાદ જ તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસ થતું હોય છે, ત્યારે તમે વિચારતા હશો કે ઓટીપી મારી પાસે જ આવશે ને, કાર્ડની માહિતી હેકર્સ પાસે હોય તો પણ શું વાંધો? તો જાણી લો કે અમુક કિસ્સામાં જો હેકર્સના હાથમાં ક્યારેક તમારો મોબાઇલ આવી ગયો તો તે તમારા સિમકાર્ડનું ક્લોનિંગ કરી શકે છે. સીમકાર્ડનું ક્લોનિંગ કર્યા બાદ કોઇપણ મેસેજ કે ફોન તમારા મોબાઇલમાં આવશે તે ક્લોન કરેલા સીમ કાર્ડમાં પણ જશે. આમ કરીને હેકર્સ આસાનીથી તમારો ઓટીપી નંબર મેળવી શકે છે

Read more about:
English summary
The online transaction has become popular these days with the rise in online shopping. In this article, we have compiled a list of things you need to remember before doing online transactions.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot