6 એવા સેટિંગ્સ કે જે તમારે તમારા ગુગલ પિક્સલ પર બદલવા જોઈએ

By Hitesh Vasavada

  આજે જયારે નેક્સસ સિરીઝ બજાર મા લગભગ 6 વર્ષ થી ચાલી રહી છે, ત્યારે ગૂગલે અંતે એક એવો ફોન બહાર પડ્યો છે કે જે એક્દુમ સાચ્ચો એન્ડ્રોઇડ નો અનુભવ આપવા નો દાવો કરે છે.ગુગલ પિક્સલ અને પિક્સલ XL એ કંપની ના સૌથી નવા ફ્લેગશિપ ફોન છે.

  6 એવા સેટિંગ્સ કે જે તમારે તમારા ગુગલ પિક્સલ પર બદલવા જોઈએ

  આવા બધા ફીચર્સ જેમ કે, ફૂલ HD રિઝોલ્યૂશન સ્ટોરેજ, ખુબ જ સરસ કેમેરા, wifi આસિસ્ટન્ટ, આ બધા ફીચર્સ સાથે ગુગલ પિક્સલ એ ઘણા બધા મોટા ફીચર્સ તમને એક જ ફોન માં આપે છે. ગુગલ નો હેતુ એ છે કે તે યુઝર ના અનુભવ ને એક્દુમ નોંધપાત્ર બનાવવા માંગે છે.

  જીઓ મની: રિલાયન્સ જીઓ ની વોલેટ એપ નો ઉપીયોગ કરી અને એક કેશ લેસ દિવસ કઈ રીતે સરળતા થી વિતાવવો ?

  તેમ છત્તા જો તમે ગુગલ પિક્સલ ના આ સેટિંગ્સ ની સાથે વાકેફ ના હો તો, અત્યારે જ તેને બદલાવો જેથી તમે તે ફોન નો સંપૂર્ણ ઉપીયોગ કરી શકો. તો શું તમે તે સેટિંગ્સ ને જાણવા માટે ઉત્સુક છો? તો આ રહ્યા તે સેટિંગ્સ જેના દ્વારા તમે તમારા ફોન ની સ્પીડ વધારી શકશો અને તેનો સંપૂર્ણ ઉપીયોગ પણ કરી શકશો.

  #ઝડપ થી ઉપીયોગ કરવા માટે પિક્સલ શોર્ટકટ્સ

  તો જો તમે મુવ્સ ઓપ્શન માં જશો, તો તે ઓપ્શન ને ચાલુ અથવા તો બંધ કરી શકશો કે જે કેમેરા ને ઝડપ થી ઓપન કરી આપે છે. પાવર બટન ને 2 વખત પ્રેસ કરવા થી, તમે ઝડપ થી સીધો કેમેરા ને ઓપન કરી શકો છો. બીજું એક ફીચર એવું છે કે જેના દ્વારા યુઝર બેક કેમેરા અને ફ્રન્ટ કેમેરા ને સરળતા થી ઝડપ થી 2 વખત ટ્વીસ્ટ કરી અને બદલાવી શકે છે. એક નાનકડા એનિમેશન ના જેશચર ને તમે દરેક મુવ્સ ની બાજુ માં આપેલ પ્લે બટન દ્વારા જોઈ શકો છો.

  #મલ્ટિફંક્શનલ ફિંગરપ્રિન્ટ સ્કેનર

  ફિંગરપ્રિન્ટ સ્કેનર નો ઉપીયોગ માત્ર ફોન ને અનલોક કરવા માટે જ નહિ પરંતુ એક ટચપેડ તરીકે પણ કરી શકો છો. યુઝર નોટિફિકેશન શેડ ને ગમે તે સ્ક્રિન પર થી સેજ સ્વાઇપ દ્વારા નીચે ઉતારી શકે છે. આ ફીચર ને તમારા ફોન પર પેહેલે થી જ બંધ રાખવા માં આવેલ છે. પરંતુ તમે તેને સરળતા થી ચાલુ કરી શકો છો.

  સેટિંગ્સ ને ઓપન કરો> મુવ્સ એન્ડ અનેબલ સ્વાઇપ ફોર નોટિફિકશન

  નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  #wifi આસિસ્ટન્ટ ને ચાલુ કરો

  પિક્સલ wifi આસિસ્ટન્સ ને ચાલુ કરવા થી, યુઝર પોતના મોબાઈલ ડેટા ને વધુ વપરાવા થી બચાવી શકે છે. આ ફોન પોતાની જાતે જ વધુ સારું નેટવર્ક ગોતી અને તેની સાથે જોડાઈ જાય છે જેથી કરી ને યુઝર્સ પોતાના ડેટા ને વધુ માં વધુ બચાવી શકે છે. આ આસિસ્ટન્સ ની પાસે VPN સર્વિસ પણ છે જેથી કરી ને જયારે યુઝર્સ કોઈ પબ્લિક નેટવર્ક સાથે જોડાયેલ હોઈ ત્યારે તે પોતાની અંગત વિગતો ને સેફ રાખી શકે.

  જાણો કઈ રીતે વાઇફાઇ આસિસ્ટન્સ ને સેટ કરવું

  • સેટિંગ્સ એપ ને ઓપન કરો
  • વાઇફાઇ ને સિલેક્ટ કરો
  • જમણી બાજુ ઉપર આપેલ સેટિંગ્સ આઇકોન પર ટેપ કરો
  • યુઝ ઓપન વાઇફાઇ ઓટોમેટિકલી ની બાજુ માં આપેલ સ્વિચ ને સ્વાઇપ કરો

  #4K વિડિઓ ની ગુણવત્તા ને જાળવી રાખો

  ગુગલ 4K સ્ટોરેજ ના ઓપ્શન સાથે આવ્યું છે. તેની સાથે જે જોડવા માં આવેલ છે તે છે ગુગલ ફોટોઝ પર ફુલ રિઝોલ્યૂશન સ્ટોરેજ અનલિમિટેડ. યુઝર્સ હવે પોતાના હાઈ ગુણવત્તા વાળા ફોટોઝ અને વિડિઓઝ નું બેકએપ લઇ શકશે તે પણ કોઈ પણ પ્રકાર ની ગુણવત્તા માં ખામી વગર અને તે પણ કોઈ પણ પ્રકાર ના ખર્ચ વગર.

  વિડિઓ રિઝોલ્યૂશન ને 4K માં કઈ રીતે બદલવું

  • સ્ક્રોલ ડાઉંન કરી અને સેટિંગ્સ ને સિલેક્ટ કરો
  • તેમાં થી સિલેક્ટ બેક કેમેરા વિડિઓ રિઝોલ્યૂશન ઓપ્શન માં 4K ને સિલેક્ટ કરો

  #ગુગલ ફોટોઝ ને સેટઅપ કરો

  જો તમે અનલિમિટેડ ફોટો સ્ટોરેજ ને શોધી રહ્યા છો, તો એક વાત ની ખાસ ચકાસણી કરવી કે તમે ગુગલ ફોટોઝ એપ ને લોંચ અને સેટઅપ કરેલી છે. તે ખાતરી કરશે કે તમારા ફોટોઝ અને વિડિઓઝ બેકઅપ થાઈ છે, ગુગલ ના સર્વર પર અથવા તો તમારા કલાઉડ પર અને તમારે તેના માટે કોઈ પણ પ્રકાર ના પૈસા ભરવા ની જરૂરત પડતી નથી. તેમ છત્તા ફોન ને રીસેટ કરતી વખતે કાળજી રાખવી કેમ કે જો તમે તેને સેટ કર્યા વગર જ રીસેટ કરશો તો તમે તમારો બધો જ ડેટા ગુમાવી શકો છો.

  #ઑપ્ટિમાઇઝ ગુગલ આસિસ્ટન્સ

  ગુગલ આસિસ્ટન્સ એ ગુગલ નાવ નું સુધારેલું વરઝ્ન છે. તેની જેમ જ તમે આમા પણ ગુગલ આસિસ્ટન્સ ને તમારી ઈચ્છા મુજબ કસ્ટમાઇઝ કરી શકો છો, અને તમારી જરૂરિયાત મુજબ એપ ને ટ્રેઈન પણ કરી શકો છો.

  શરૂ કરવા માટે

  • ગુગલ આસિસ્ટન્સ ને ઓપન કરવા માટે હોમ બટન પર લોન્ગ પ્રેસ કરો
  • તેમાં જમણી બાજુ ઉપર આપેલા મેનુ બટન પર ક્લિક કરો અને ત્યાર બાદ સેટિંગ્સ માં જાવ

  સેટિંગ્સ મેનુ ની અંદર, તમારી સામે ઘણા બધા કસ્ટમાઇઝ કરવા માટે ના ઓપ્શન મુકવા માં આવશે, જેમકે સમાચાર માટે નો તમારો સ્ત્રોત, તમારા ડેઇલી એજન્ડા માં કઈ કઈ માહિતી નો સમાવેશ કરવો છે, અથવા તો તમારી અંગત વિગતો ને અપડેટ કરવી વગેરે. તમે તમારી ઈચ્છા મુજબ સેટિંગ્સ ને બદલાવી શકો છો.

  નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

  English summary
  6 settings you need to change in your Google Pixel for the pure Android experience.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more