યુ ટ્યુબ વિડિઓઝ ને પ્રો ની જેમ સર્ચ કરવા માટે ની 5 સિમ્પલ ટ્રીક

By Keval Vachharajani

  યુ ટ્યૂબ પર દર એક મિનિટે હજારો વિડિઓઝ અપલોડ થતા હશે. તેથી આટલા બધા વિડિઓઝ ના લીધે તેની વચ્ચે થી તમારી પસંદ નો વિડિઓ શોધવો એ ખુબ જ ડરાવણુ કામ છે.

  યુ ટ્યુબ વિડિઓઝ ને પ્રો ની જેમ સર્ચ કરવા માટે ની 5 સિમ્પલ ટ્રીક

  પછી ભલે તે કોઈ મ્યુઝિક વિડિઓ હોઈ કે પછી કોઈ મુવી હોઈ કે કોઈ એવી ક્લિપ હોઈ કે જે તમને તમારા રોજિંદા જીવન માં ઉપીયોગ કરતી હોઈ, યુ ટ્યૂબ માં સર્ચ કાર્ય બાદ જે વિડિઓઝ તમારી સમક્ષ રજુ થશે તેમાં થી તમારી પસંદ નો વિડિઓ શોધવો એ ખુબ જ ટાઈમ કન્ઝ્યુમીંગ અને ખુબજ કંટાળો અપાવનારું કામ છે.


  આજે ગીઝબોટ તમારી માટે લઇ આવ્યું છે 5 એવી સિમ્પલ ટ્રીક કે જેના થી તમે તમારા મનપસંદ વિડિઓઝ એક પ્રો ની જેમ શોધી શકશો કોઈ પણ પ્રકાર ના અવરોધ વગર.

  #1 વિડિઓ સર્ચ કરતી વખતે તેમાં 'ચેનલ' શબ્દ ઉમેરો.

  વિડિઓ સર્ચ કરતી વખતે તેમાં સરળતા થી 'ચેનલ' શબ્દ ફરજીયાત ઉમેરો, ત્યાર બાદ તમને જે પરિણામ મળશે તે વધુ ચોક્કસ હશે.

  #2 ફેન મેડ વિડિઓઝ એવોઈડ કરવા માટે સર્ચ કીવર્ડ માં 'પાર્ટનર' શબ્દ ઉમેરો

  યુ ટ્યૂબ પર એવા ઘણા બધા ન જોઈતા ફેન મેડ વિડિઓઝ છે કે જે ઘણી વખત ખુબ જ હેરાન કરતા રહેતા હોઈ છે. એવા વિડિઓઝ ને એવોઈડ કરવા માટે અને ઓફિશીઅલ વિડિઓઝ જોવા માટે, તમારે માત્ર તમારા સર્ચ માં 'પાર્ટનર' શબ્દ જોડવા નો રહેશે.

  #3 વધુ સારી વિડિઓ ક્વોલિટી વાળા વિડિઓઝ જોવા માટે સર્ચ કીવર્ડ માં 'HD' શબ્દ ઉમેરો

  તમારા મનપંસદ વિડિઓઝ ને સારી ક્વોલિટી માં જોવા માટે, તમારે માત્ર સર્ચ કરતી વખતે 'HD' શબ્દ તમારા કીવર્ડ માં જોડવા નો રહેશે કે જે તમે યુ ટ્યૂબ પર સર્ચ કરી રહ્યા છો. જેના દ્વારા તમે તમારા મનપંસદ વિડિઓઝ ને હાઈડેફીનેશન માં જોઈ શકશો.

  #4 '3D' અને 'લોન્ગ' તમારા સર્ચ કીવર્ડ માં ઉમેરો

  તેવી જ રીતે, યુ ટ્યુબ યુઝર કોઈ પણ વિડિઓ સર્ચ કરતી વખતે તેમાં '3D' અને 'લોન્ગ' ઉમેરી શકે છે. આવું કરવા થી વધુ સારા યુ ટ્યૂબ અનુભવ માટે તમારી સમક્ષ '3D' અને લાંબા વિડિઓઝ જ આવશે જેથી કરી ને તમારો યુ ટ્યૂબ નો અનુભવ વધુ સારો થશે.

  #5 સર્ચ કરતી વખતે તેમાં શબ્દો મિક્સ અને મેચ કરો

  આ બધા શબ્દો ને ઉમેરવા ની સાથે જ, વધુ સારા પરિણામો મેળવવા માટે યુ ટ્યૂબ માં કોઈ પણ વિડિઓ સર્ચ કરતી વખતે તેમાં શબ્દો ને મિક્સ અને મેચ કરો. યુ ટ્યૂબ માં એક જ વખત સર્ચ કરતી વખતે બને તેટલા વધુ શબ્દો નો ઉપીયોગ તમારા કીવર્ડ માં કરવા થી તમને વધુ ચોક્કસ અને વધુ સારા વિડિઓઝ મડશે.

  English summary
  Follow these 5 simple tricks for being a pro at using YouTube, and search better videos.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more