Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Xiaomi ટૂંક સમયમાં લોન્ચ કરશે AR Smart Glasses, શું હશે ખાસ?
ટેક્નોલોજી જબરજસ્ત સ્પીડથી આગળ વધી રહી છે. હવે આપણે કલ્પના પણ ન કરી હોય, તેવા ગેજેટ્સ રિયલ લાઈફમાં જોવા મળી રહ્યા છે. ત્યારે શાઓમીએ પોતાના પહેલા વાયરલેસ AR Smart Glassesની પ્રોટોટાઈપ પબ્લિક કરી છે. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2023 દરમિયાન શાઓમીએ આ સ્માર્ટ ગ્લાસિસની પહેલી ઝલક દર્શાવી છે, કંપનીની આ નવી પ્રોડક્ટ એટલે કે Xiaomi AR Smart Glasses વજનમાં સાવ હળવા હશે અને તેમાં રેટિના લેવલ ડિસ્પ્લે જેવા ફીચર્સ મળશે.
Xiaomi AR Smart Glasses Discovery Editionના ફીચર્સ
Xiaomiના નવા AR Smart Glassesમાં સ્નેપડ્રેગન XR2 Gen 1 ચીપસેટ હશે, સાથે જ તેમાં મેટાનું Quest Pro હેડસેટ પણ મળશે. આ ડિવાઈસ કોઈ પણ ફોન સાથે વાયરલેસ કનેક્ટ થઈ શક્શે. આ ડિવાઈસ વાયરલેસ કનેક્શન બનાવવા માટે 50msની લેટન્સી સાથે કંપનીની પ્રોપરાઈટરી કમ્યુનિકેશન લિંકનો ઉપયોગ કરે છે.

Xiaomi AR Smart Glasses કાર્બન ફાઈબર અને મેગ્નેશિયમ-ટાઈટેનિયમના મિશ્રણમાંથી તૈયાર કરવામાં આવ્યા છે, એટલે તેનું વજન સાવ ઓછું છે. આ હેડસેટ માત્ર 126 ગ્રામ વજન ધરાવે છે. આટલા વજનમાં સિલીકોન ઓક્કિસજન એનોડ બેટરીનું વજન પણ આવી જાય છે, જેના પર આ Xiaomi AR Smart Glasses કામ કરશે.
ડિસ્પ્લેની વાત કરીએ તો Xiaomi AR headset માં microOLED સ્ક્રીન્સ છે, જે લાઈટ ગાઈડિંગ પ્રિઝમ્સથી કનેક્ટેડ છે, જેને કારણે ચોખ્ખું વિઝન મળે છે. આ ગ્લાસિસ 1,200 nitsની બ્રાઈટનેસને સપોર્ટ કરે છે.
આ ઉપરાંત શાઓમીના આ સ્માર્ટ ગ્લાલિસમાં બ્લેકાઉટ મોડ પણ આપવામાં આવ્યો છે. ઈલેક્ટ્રોક્રોમિક લેન્સના કારણે આ બ્લેકાઉટ મોડ કામ કરે છે. આ સ્માર્ટ ગ્લાલિસ અફકોર્સ ટ્રાન્સપરન્ટ મોડ પણ ધરાવે છે, જેને કારણે યુઝર્સ રિલય અને વર્ચ્યુઅલ બંને પ્રકારના એલિમેન્ટ્સ ચોખ્ખી રીતે જોઈ શકે છે.
Xiaomi AR Headset પર યુઝર્સ Mi Share Appનો ઉપયોગ કરીને ટિકટોકથી લઈને યુટ્યુબ વીડિયો પણ જોઈ શક્શે. જો કે આ ડિવાઈસ સ્ટ્રીમિંગ કરતા પણ બીજી ઘણી રીતે ઉપયોગી છે. Xiaomi AR Headset હેન્ડ ટ્રેકિંગ ફીચર ધરાવે છે, જેને કારણએ યુઝર્સ સ્ક્રીનને પોતાની હેન્ડ મૂવમેન્ટથી નેવિગેટ કરી શક્શે. આ સ્માર્ટફોન પહેરીને તમે તમારા રિયલ વર્લ્ડમાં વસ્તુઓ સાથે છેડછાડ પણ કરી શકો છો. જેમ કે, ડેમોસ્ટ્રેશન વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે યુઝર આ ચશ્મા પહેરીને પ્રગ્ટેલો દીવો બંધ કરી દે છે.
ક્યારે માર્કેટમાં આવશે Xiaomi AR Glasses?
થિયરીમાં તો Xiaomi AR Glassesનો કન્સેપ્ટ ખૂબ જ અદ્યતન અને આકર્ષક દેખાઈ રહ્યો છે. પરંતુ રિયલ લાઈફમાં આ ચશ્મા કેટલા ઉપયોગી છે, તે તો લોન્ચ થયા પછી જ ખબર પડશે, જો લોન્ચ થશે તો! જો કે, કંપનીનું કહેવું છે કે,’આ AR Glassesને લોન્ચ કરવા માટે કંપનીના ડેવલપર્સ કામ કરી રહ્યા છે.’ જો કે માર્કેટમાં આ ડિવાઈસ લોન્ચ થતા પહેલા તેમાં હજી કેટલાક ફેરફાર થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications