55 ઈંચનું Smart TV 25,000 કરતા ઓછી કિંમતમાં, આ મોડેલ્સ પર છે ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

જો તમે મોટી સ્ક્રીનવાળું સ્માર્ટ ટીવી ખરીદવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તમારું બજેટ વધારે નથી તો તમે કેટલીક સારી ડીલ્સનો ફાયદો મેળવીને ઓનલાઈન શેપિંગ પ્લેટફોર્મ પરથી નવું ટીવી ખરીદી શકો છો. એમેઝોનથી લઈને ફ્લિપકાર્ટ પર ગ્રાહકોને 25 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં 55 ઈંચની ડિસ્પ્લે ધરાવતું સ્માર્ટ ટીવી ખરીદવાની તક મળી રહી છે. આ ટીવી મોટી ડિસ્પ્લે ઉપરાંત ગૂગલ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ અને 4K રિઝોલ્યુશન જેવા ફીચર્સથી સજ્જ છે. આ લિસ્ટમાં કયા કયા ટીવી સામેલ છે, તે અમે તમને આગળ જણાવી રહ્યા છીએ.

55 ઈંચનું Smart TV 25,000 કરતા ઓછી કિંમતમાં, આ મોડેલ્સ પર છે ડિસ્કાઉન્

KODAK 7XPro Ultra HD (4K) LED Smart Android TV

આ બ્રાન્ડેડ સ્માર્ટ ટીવી તમે ફ્લિપકાર્ટ પરથી માત્ર 24,999 રૂપિયામાં જ ખરીદી શકો છો, જે ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ છે. આ ટીવીમાં 4K ડિસ્પ્લે ઉપરાંત 40 Wની ક્ષમતા ધરાવતા સ્પીકર્સ મળે છે. આ એન્ડ્રોઈડ ટીવીમાં ગૂગલ આસિસટન્ટનો સપોર્ટ પણ મળે છે અને બિલ્ટ ઈન ક્રોમ કાસ્ટ પણ મળી રહ્યું છે. જેમાં બેઝલ લેસ ડિઝાઈન ઉપરાંત HDR 10+ સપોર્ટ પણ મળે છે. યુઝર્સ આ ટીવીમાં પ્રાઈમ વીડિયોથી લઈને યુટ્યુબ સુધીની બધી જ એપ્સ એક્સેસ કરી શકે છે.

SOLIQ Bezel-Less 4K Ultra HD Smart LED-TV 55SUHD23

જો તમે એમેઝોન પરથી આ ટીવી ખરીદશો તો ડિસ્કાઉન્ટ ઓફરની સાથે આ ટીવી તમે માત્ર 24,890 રૂપિયામાં મેળવી શક્શો. આ ટીવીમાં બેઝલ લેસ ડિઝાઈન ઉપરાંત 4કે ડિસ્પ્લે મળે છે, સાથે જ તેમાં 2 જીબી રેમ અને 16 જીબી સ્ટોરેજ મળે છે. જેમાં 40w આઉટપુટ ધરાવતા સ્પીકર્સ અને 6 સાઉન્ડ મોડ પણ મળે છે. આ ટીવી જબરજસ્ત કનેક્ટિવિટી ઓપ્શન્સથી પણ સજ્જ છે, જેમાં Netflix, YouTube, Prime Video, Disney+ Hotstar અને MiraCastથી લઈને ગૂગલ પ્લે સ્ટોર પણ અવેલેબલ છે.

iFFALCON by TCL U64 Ultra HD (4K) LED Smart Google TV

ઈ કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર આ ટીવી 25,999 રૂપિયાની કિંમતે લિસ્ટ છે. જો તમે Flipkart Axis Bank Credit Card દ્વારા ચૂકવણી કરશો, તો તેની કિંમત 25 હજાર રૂપિયા કરતા ઓછી થઈ જશે. આ સ્માર્ટ ટીવીમાં 4K રિઝોલ્યુશન ધરાવતી 55 ઈંચની ડિસ્પ્લે 60 હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે મળે છે. આ ઉપરાંત આ ટીવી ગૂગલ ટીવી ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. જેમાં 24 Wની ક્ષમતા ધરાવતા ડોલ્બી ઓડિયો સપોર્ટેડ સ્પીકર્સ આપવામાં આવ્યા છે, જેમાં બધી જ ઓટીટી એપ્સનો સપોર્ટ મળે છે.

Best Mobiles in India

English summary
Top Smart TVs Under Rs 25,000 with 55-Inch Screens: Specs, Discounts & More

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X