Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 498 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Girls gadgets: આ ગેજેટ્સ છે છોકરીઓને ખૂબ ઉપયોગી, કિંમત પણ ઓછી
દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમે છે અને સુંદર લોકોને જોવા પણ દરેકને ગમે છે. આજના સમયમાં દરેક યુવતી કોઈને કોઈ પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સથી લઈને ડિવાઈસનો ઉપયોગ કરીને પોતાના લૂકને વધુ નિખારે છે. તમારે વધતી ઉંમરને ઢાંકવી હોય, સદા યુવાન દેખાવું હોય, ઉજળા દેખાવું હોય કે પછી ચહેરાના સ્નાયુઓને આરામ આપવો હોય, આ બધા જ કામ માટે ટેક્નોલોજી તમારી સેવામાં હાજર છે. દરેક કામ માટે ગેજેટ અવેલેબલ છે. જો તમે પણ આવી બ્યૂટી ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો આ આર્ટિકલમાં અમે તમને કેટલાક જરુરી ગેજેટ્સની ડિટેઈલ્ડ માહિતી આપી રહ્યા છીએ, જે તમારું કામ સરળ બનાવશે.

Vega Style Pro
આ ડિવાઈસ એક હાઈ સ્પીડ એરફ્લો હૅર ડ્રાયર છે, જે બે હીટ અને ત્રણ સ્પીડ સેટિંગ્સ ધરાવે છે. આ ડિવાઈસ કોન્સટ્રેટેવ નોઝલ અને ડિફ્યૂઝર ધરાવે છે. જેની સફાઈ માટે કેપ અને સ્ટીલની બેક ગ્રીલને તમે હટાવી પણ શકો છો. Vega Style Proની કિંમત પણ માત્ર 1,699 રૂપિયા જ છે.
Havells HS4201
Havels HS4201 આ હેર બ્રશ કેરોટિનયુક્ત છે. જે 130 ડિગ્રી સેલ્સિયસથી 210 ડિગ્રી સેલ્સિયલ સુધીના પાંચ જુદા જુદા તાપમાન સેટિંગ ધરાવે છે. આ ડિવાઈસમાં 60 mm *120 mm માપનું મોટું બ્રશ છે. આ બ્રશ ઓટો શટ ઓફ ફીચર ધરાવે છે, જે સેફ્ટી વધારે છે. ઉપરાંત એલઈડી ટેમ્પરેચર ડિસ્પ્લે તેમજ પીટીસી હિટિંગ ધરાવે છે. Havells HS4201ની કિંમત 2,499 રૂપિયા જેટલી થાય છે.
Nova NLS 531 Sensi Trim
Nova NLS 531 Sensi Trim એપિલેટર ઉપરના હોઠ, સાઈડ બર્ન અને આઈબ્રો સેટ કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. આ ટ્રીમર પરફેક્ટ શેપ અને સ્ટાઈલ મેળવવા માટે એડજસ્ટેબલ આઈબ્રો હેડ અને એક અન્ય ડેડિકેટેડ ડિવાઈસ સાથે આવે છે. Nova NLS 531 Sensi Trim માત્ર 849 રૂપિયામાં ખરીદી શકાય છે.
Agaro Facial Steamer
આ ફેશિયલ સ્ટીમર સ્ટરીલાઈજ્ડ નેનોઆયનિક ગરમ વરાળ પેદા કરે છે. જે સીધી જ તમારી સ્કીન પર જઈને ત્વાચાના છિડ્રોને ખોલેવામાં, ત્વચા પરથી વિષાણુયુક્ત પદાર્થોને હટાવવા માટે તેમજ ત્વચાની ઉંમર વધારવામાં મદદ કરે છે. આ સ્ટીમ સિરામિક પીટીસી હેટિંગ તત્વ અને 100 મિલીમીટર પાણીની ભરવાની કેપેસિટી ધરાવે છે. ફેશિયલ સ્ટીમર ABS અને બિનઝેરી પદાર્થથી બનેલું છે. Agaro Facial Steamer માત્ર 1,799 રૂપિયામાં ખરીદી શકાય છે.
Healthsense Electric Face Massager
Healthsense Electric Face Massager ફેશિયલ રોલિંગ હેડ્સ, રોઝ ક્વાર્ટ્ઝ રોલર અને 3ડી વી સ્કલ્પ્ટ રોલર ધરાવે છે. આ મસાજરમાં આપેલી બેટરી તેમાં વાઈબ્રેશન ક્રિએટ કરે છે સાતે જ તમે તેને ચાલુ કર્યા વિના રોલિંગ મસાજ પણ કરી શકો છો. આ ડિવાઈસ ચહેરા, ગળા પર નાક અને આંખ પર મસાજ કરવા માટે ઉપયોગી છે. આ ગેજેટ સ્કવીક ફ્રી હેન્ડલ અને વોટરપ્રૂફ મેટલ ફ્રેમથી બનેલું છે. ઝેડ રોલરમાં કુદરતી રીતે મળતા ક્વાર્ટ્ઝ ગુઆશા પથ્થર છે, સાથે જ 3ડી રોલરમાં હીરાના આકારના કટ આપવામાં આવેલા છે. આ મસાજરની કિંમત 1,499 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications