માત્ર 99 રૂપિયામાં મળતા આ ટેક ગેજેટ્સ છે ખૂબ જ ઉપયોગી, તમારા કામ બનાવશે સરળ

By Gizbot Bureau
|

આજકાલ ટેક્નોલોજીની વેવ ચાલી રહી છે. સવારે ઉઠતાંથી રાત્રે સુવા સુધી દરેક કામમાં ટેક્નોલોજી સંકળાયેલી છે. ત્યારે રોજબરોજની જિંદગી આસાન કરવા માટે રોજેરોજ માર્કેટમાં નવા નવા ગેજેટ્સ આવી રહ્યા છે. જો કે, તમને લાગશે કે આ બધા ગેજેટ ખૂબ જ મોંઘા હોય છે, જે મિડલ ક્લાસને પોસાય તેમ નથી. આજકાલ 100 રૂપિયામાં હેન્ડસ્ફ્રી સિવાય કોઈ ગેજેટ મળતા નથી. પરંતુ જો તમે આવું વિચારી રહ્યા છો, તો આ આર્ટિકલ વાંચીને તમારા વિચાર બદલાઈ જશે. આજે આ આર્ટિકલમાં અમે તમને એવા ગેજેટ વિશે વાત કરીશું, જે 100 રૂપિયા કરતા ઓછી કિંમતમાં મળે છે. અને આ ગેજેટ્સ તમારા ઘણા કામ સરળ બનાવી શકે છે.

માત્ર 99 રૂપિયામાં મળતા આ ટેક ગેજેટ્સ છે ખૂબ જ ઉપયોગી, તમારા કામ બનાવશ

તો ચાલો વધારે સમય બગાડ્યા વગર આજે જોઈએ કે એ કયા ગેજેટ્સ છે, જે 100 રૂપિયા કરતા ઓછી કિંમતે મળે છે, અને ઉપયોગી પણ છે.

સ્માર્ટ ફોન વૉલ હોલ્ડર

આજકાલ ફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે, દિવસમાં 2-3 વખત ફોન ચાર્જ કરવો પડે છે. ઘણી વાર ઘરમાં ફોન ચાર્જ કરવાના પ્લગની બાજુમાં એવી જગ્યા નથી હોતી, જ્યાં ચાર્જ કરતા સમયે ફોન મૂકી શકાય. ઘણા યુઝર્સ ફોનને ચાર્જરના ડોક ઉપર જ મૂકી દે છે, જેનાથી ફોન ગરમ પણ થાય છે, અને પડવાની પણ શક્યતા રહે છે. આવી સ્થિતિમાં સ્માર્ટ ફોન વૉલ હોલ્ડર કામ આવે છે. તમે સ્માર્ટ ફોન વૉલ હોલ્ડરને ડબલ ગમ ટેપ સાથે તમે ઈચ્છો તે જગ્યાએ લગાવી શકો છો. અને ચાર્જિંગ કરતા સમયે તમારો ફોન અહીં બિલકુલ સુરક્ષિત રહેશે.

કેબલ પ્રોટેક્ટર

તમે તમારા ડેટાકેબલ, ચાર્જિંગ કેબલ જેવા કેબલ્સને સાચવવા માટે માર્કેટમાં મળતા કેબલ પ્રોટેક્ટરનો ઉપયોગ કરી શકો છો. કેબલ ફોલ્ડ કરીને રાખવાથી લાંબા ગાળે તે તૂટવા લાગે છે, અને ગૂંચવાઈ પણ જાય છે. પરંતુ કેબલ પ્રોટેક્ટરમાં તમે તમારા કેબલ સાચવીને પિન કરી શકો છો. એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે પણ આ ગેજેટ ઉપયોગી છે. ઘણીવાર આપણે ગેજેટ બેગમાં મૂકીએ, પછી તે બીજી વસ્તુઓ સાથે ગૂંચવાઈ જાય છે, પરંતુ કેબલ પ્રોટેક્ટરના ઉપયોગથી આ સમસ્યા ટાળી શકાય છે.

4 પોર્ટ યુએસબી હબ

શું તમારે પણ લેપટોપમાં એક સાથે વધારે પેનડ્રાઈવ કે એસડી કાર્ડ કનેક્ટ કરવાના થાય છે. પરંતુ લેપટોપના પોર્ટ ઓછા પડે છે, અથવા તો પોર્ટ એવી જગ્યાએ હોય છે, જ્યાં વાપરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. જો આવું હોય તો તમે 4 પોર્ટ યુએસબી હબને માત્ર 99 રૂપિયામાં ખરીદી શકો છો. જેને કારણે તમે એક કરતા વધારે ડિવાઈસને એક સાથે તમારા લેપટોપ સાથે કનેક્ટ કરી શક્શો.

ઈયરફોન પાઉચ

આ ઈયરફોન પાઉચ પહેલી નજરે જોવામાં ખૂબ જ નાનું લાગે છે. પરંતુ રિયલ લાઈફમાં આ પાઉચ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આમાં એક સાથે બે સ્લોટ આપવામાં આવ્યા છે. આ બંને સ્લોટ તમારા ઈયરફોનને વ્યવસ્થિત રીતે હોલ્ડ કરી શકે છે. એટલે કે તમે તમારી હેન્ડ સ્ફ્રીને લપેટીને એક સ્લોટમાં મૂકી શકો છો અને બીજા સ્લોટમાં પેનડ્રાઈવ, ડોંગલ, મેમરી કાર્ડ જેવી વસ્તુઓ સાચવી શકો છો.

USB ઓપ્ટિકલ માઉસ

આ લિસ્ટમાં આ વસ્તુ એવી છે, જે સૌથી સારી કિંમતે સૌથી વધુ ઉપયોગી છે. એક સારી બ્રાંડનું યુએસબી ઓપ્ટિકલ માઉસ 1200 ડીપીઆઈની ત્રણ કી સાથે આવે છે. તેમાં જેબ્રોનિક જેબ રાઈસ 1.2 મીટર લંબાઈનો વાયર છે. આ માઉસની કિંમત છે માત્ર 84 રૂપિયા. કિંમતની દ્રષ્ટિએ આ માઉસ ખૂબ જ વ્યાજબી છે. હા, એકવાત એ છે કે આ માઉસ ગેમિંગ માઉસ કે બીજા સામાન્ય માઉસની સરખામણીએ થોડું નાનું છે, પરંતુ કામ બરાબર જ કરે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Top 6 Useful Gadgets Under Rs 100 Makes Your Life Easy

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X