Just In
- 539 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 540 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 541 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 542 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Travel દરમિયાન સાથે રાખો આ 5 ગેજેટ, ટ્રીપ થઈ જશે સરળ
હાલ ચોમાસું પૂરબહારમાં ખીલ્યું છે, અને હિલસ્ટેશનથી લઈને ટ્રેકિંગ પ્લેસિસ પર સહેલાણીઓ ઉમટી રહ્યા છે. ચોમાસામાં લોંગ ડ્રાઈવથી લઈને કુદરતની વચ્ચે રહેવાનો આનંદ અનેરો છે. જો તમે પણ સતત ટ્રાવેલ કરવા ઈચ્છી રહ્યા છો, તો તમારી પાસે કેટલાક ગેજેટ્સ હોવા જરૂરી છે. ટ્રાવેલ દરમિયાન જો કેટલાક ગેજેટ્સ સાથે હોય, તો પરિસ્થિતિ સરળ બની જાય છે.

ટ્રાવેલિંગ દરમિયાન ઓફિસનું વર્ક મેનેજ કરવું હોય, કે પછી ફિલ્મો જોવી હોય, આ બધા જ માટે એવા ગેજેટ્સ મોજૂદ છે, જે ટ્રાવેલિંગ દરમિયાન તમને અત્યંત ઉપયોગી થશે. આ આર્ટિકલમાં અમે તમને 5 ગેજેટ્સ વિશે વાત કરીશું, જે સસ્તા હોવાની સાથે સાથે તમારા ટ્રાવેલ એક્સપિરીયન્સને શાનદાર બનાવી દેશે.
નોઈઝ કેન્સલેશન હેડફોન્સ
વારંવાર અને એકલા મુસાફરી કરતા લોકો, ખાસ કરીને જે લાંબી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લે છે, તેમના માટે આ હેડફોન્સ ઉપયોગી બને છે. પ્લેનના એન્જિની ઘરઘરાટીથી બચવા માટે ટાઈમ પાસ કરવા માટે નોઈઝ કેન્સલેશન હેડફોન્સ ઉપયોગી થાય છે. ખાસ કરીને Sony WH-1000XM5, Boss ક્વાઈટકોમફોર્ટ 45, એરપોડ્ઝ મેક્સ જેવા હેડફોન આ સ્થિતિ માટે જ ડિઝાઈન કરવામાં આવ્યા છે. જો તમે આ હેડફોન મોંઘા લાગતા હોય તો 5000 કરતા ઓછી કિંમતમાં એક્ટિવ નોઈઝ કેન્સલેશન ધરાવતા હેડફોન ઉપલબ્ધ છે.
બ્લૂટૂથ ટ્રાન્સમીટર
એક બ્લૂટૂથ ટ્રાન્સમીટર તમને તમારા વાયરલેસ હેડફોન અને ઈન ફ્લાઈટ એન્ટરટેઈનમેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટ કરાવી આપે છે. તમે એમેઝોન જેવી વેબસાઈટ પરથી 3.5 mm જેક ધરાવતું બ્લૂટૂથ ટ્રાન્સમીટર 1,000 કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. મ્યુસોસોનિક બ્લૂટૂથ ઓડિયો રિસીવર, પગારિયા 2, સાઉન્સ બ્લૂટૂથ રિસીવર આ કેટલાક જાણીતા બ્લૂટૂથ ટ્રાન્સમીટર છે.
ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્ક
જો તમે પણ એવા વ્યક્તિઓમાંના એક છો, જે ફરવા જતા સમયે પોતાના ફોનને હંમેશા ચાર્જ્ડ અપ રાખે છે, તો ચાર્જિંગની ચિંતાને દૂર કરવા માટે પાવર બેન્ક ખૂબ જ ઉપયોગી છે. તમારે દરેક મુસાફરી વખતે પાવર બેન્ક સાથે રાખવી જરૂરી છે. પાવર બેન્ક સાથે હોવાથી તમે ઈચ્છો તેટલો ફોનનો ઉપયોગ કરી શકો છો, અને લાંબા સમય સુધી ચાર્જિંગની સુવિધા ન મળે તો પણ તમે કનેક્ટેડ રહી શકો છો. તમે ટ્રાવેલિંગ દરમિયાન સામાન્ય પાવર બેન્કના બદલે ફાસ્ટ ચાર્જિંગ પાવર બેન્ક જેમ કે Mi 50W પાવર બેન્ક, એમ્બ્રેન 100W પાવર બેન્ક અથવા સ્ટફકૂલ સુપર 85W પાવર બેન્ક યુઝ કરી શકો છો.
મલ્ટી પોર્ટ યુએસબી કેબલ
ટ્રાવેલિંગ દરમિયાના ચાર્જિંગ માટે તમે રેગ્યુલર કેબલ વાપરવાના બદલે એક સાથે ઘણા બધા પોર્ટ ધરાવતો એક જ કેબલ સાથે રાખી શકો છો. એમ્બ્રેન અનબ્રેકેબલ 3 ઈન 1 ફાસ્ટ ચાર્જિંગ બ્રેડેડ મલ્ટીપર્પઝ કેબલ, વેકૂલ નાઈલોન 3 ઈન 1 ચાર્જિંગ કેબલ અને ક્રેટોસ નાયલોન બ્રેડેડ કેબલ જેવા મોડેલ એક લાઈટનિંગ પોર્ટ, યુએસબી ટાઈપ સી પોર્ટ અને માઈક્રો યુએસબી પોર્ટ પણ હોય છે. જેનાથી તમે ઘણી બધી વસ્તુ એક જ કેબલથી ચાર્જ કરી શકો છો.
ટ્રેકિંગ ડિવાઈસ
ટ્રેકિંગ ડિવાઈસનો ઉપયોગ કરીને તમે દરેક સમયે તમારા સામાન પર નજર રાખઈ શકો છો. આઈફોન યુઝર્સ આ માટે એરટેગનો ઉપયોગ કરી શકે છે. તો એન્ડ્રોઈડ યુઝર્સ ટ્રાવેલ ટ્રેકર કે સેમસંગ સ્માર્ટટેગ યુઝ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications