આ છે ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ ટોપ 5 એન્ટ્રી લેવલ (Sub-2k) TWS Earbuds

By Gizbot Bureau
|

એન્ટ્રી લેવલ TWS Earbudsનું માર્કેટ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરજસ્ત વિકસ્યુ છે. હાલ માર્કેટમાં 2000થી ઓછી કિંમતમાં મળતા કેટલાક વાયરલેસ ઈયરબડ્ઝ શાનદાર કોલિંગ અને મ્યુઝિક લિસનિંગ અનુભવ આપી રહ્યા છે. જો કે માર્કેટમાં ઉપલબ્ધ સંખ્યાબંધ TWS Earbudsમાંથી તમારા માટે કયું શ્રેષ્ઠ છે, તે પસંદ કરવું પણ મોટું ટાસ્ક છે.

આ છે ભારતીય માર્કેટમાં ઉપલબ્ધ ટોપ 5 એન્ટ્રી લેવલ (Sub-2k) TWS Earbuds

તમારી આ મુશ્કેલીને આસાન કરવા માટે અમે ગિઝબોટમાં ખાસ તમારા માટે શ્રેષ્ઠ એન્ટ્રી લેવલ TWS Earbudsનું લિસ્ટ લઈને આવ્યા છે. આ લિસ્ટમાં રહેલા Sub-2k વાયરલેસ ઈયરબડ્ઝ તમારા TWS Earbudsની ખરીદીમાં બેસ્ટ સાબિત થશે.

Realme Buds Q2 (કિંમત રૂ.1,9998)

Realme Buds Q2 ખાસ ANC, Type C Charging અને લોન્ગ બેટરી લાઈફ ધરાવે છે. આ ઈયરબડ્ઝની કિંમત માટે રૂ.1,998 છે. આ TWS Earbuds એક ફીચર રીચ સ્માર્ટ ફોન એપ્સને સપોર્ટ કરે છે, તો તેમાં કસ્ટમાઈઝ્ડ ટચ કંટ્રોલ આપવામાં આયા છે. આ TWS Earbudsની ઓડિયો ડિલીવરી સારી છે, તો કાનમાં પણ તે બરાબર સેટ થઈ જાય છે. બજેટ પ્રાઈઝમાં TWS Earbudsમાં રહેલું ANC ફીચર ખૂબ જ સારું છે.

એક વખત ફૂલ ચાર્જ કર્યા પછી આ ઈયરબડ્ઝ સાડા ચાર કલાક સુધી સળંગ ચાલી શકે છે. આટલી કિંમતમાં સાડા ચાર કલાકની બેટરી લાઈફ ખૂબ જ શ્રેષ્ટ છે. તો ANC મોડ ઓન કર્યા પછી બેટરી લાઈફ પર અસર પડે છે, પરંતુ તે એટલી બધી નથી કે ઈયરબડ્ઝ ખરીદી જ ન શકાય. Realme Buds Q2 IPX5 Rated ડિઝાઈનમાં ઉપલબ્ધ છે.

Oppo Enco Buds (કિંમત 1,499)

Oppo Enco સિરીઝને કોઈ ખાસ ઓળખાણની કે વિશેષ શબ્દોની જરૂર નથી. આ સિરીઝમાં TWS Earbuds રૂપિયા 1000થી લઈને 11,000 સુધીની જુદી જુદી કિંમતે ઉપલબ્ધ છે. Oppo Enco સિરીઝના બેસ્ટ એન્ટ્રી લેવલ TWS Earbuds માત્ર 1,500 રૂપિયામાં મળી રહ્યા છે. આ TWS Earbuds Bluetooth 5.2 પર કામ કરે છે, અને તેમાં IP54 રેટિંગ છે. માત્ર 1,500 રૂપિયાની સામે ઓડિયો ક્વોલિટી ઘણી સારી છે. તો, વોઈસ કોલિંગમાં પણ TWS Earbuds સારું પર્ફોમ કરે છે.

Gizmore Gizbud 809 & 851 (કિંમત 999)

તાજેતરમાં જ લોન્ચ થયેલા Gizmoreના એન્ટ્રી લેવલEarbuds પહેલીવાર TWS Earbuds ખરીદનારા લોકો માટે સારો વિકલ્પ છે. જો તમે પહેલીવાર TWS Earbuds વાપરી રહ્યા છો તો GizBud 809, Gizbud 851 તમારી બધી જ જરૂરિયાત પૂરી કરશે. ભારતમાં જ ઉત્પાદિત થથા આ TWS Earbuds સિંગલ ચાર્જમાં 12 કલાક સુધી ચાલે છે અને તેમાં Type C ચાર્જિંગ પોર્ટ ઉપલબ્ધ છે.

આ ઈયરબડ્ઝ સ્વેટ રેઝિસ્ટન્ટ છે, તો GizBud 809માં ENC ફીચર છે, તેમાં રહેલું USB Type C ચાર્જિંગ કનેક્ટર રેપિડ ચાર્જ કરે છે.

કંપનીના દાવા પ્રમાણે GizBud 809 24 કલાક સુધી સિંગલ ચાર્જમાં કામ કરે છે. બીજા ફીચર્સની વાત કરીએ તો તેમાં વન ટચ વોઈસ આસિસ્ટન્સ છે, સાથે જ આ ઈયરબડ્ઝ સરળતાથી કાનમાં ફિટ થઈ જાય છે.

Redmi Earbuds S (કિંમત 1,799)

2000થી ઓછી કિંમતમાં રેડમી TWS Earbuds પણ વેચી રહી છે. જેની કિંમત માત્ર રૂપિયા 1,799 છે. Red mi Earbus Sમાં સુંદર ઓડિયો અને વોઈસ કોલિંગ એક્સપિરીયન્સ છે. તો IPX4 રેટિંગ અને સ્વેટ પ્રૂફ ફીચર ધરાવતા આ TWS Earbuds લોંગ લાસ્ટિંગ બેટરી લાઈફ પણ ધરાવે છે.

Noise AirBuds (કિંમત રૂપિયા 1,899)

Nois AirBudsના TWS Earbuds પણ એન્ટ્રી લેવલ ઈયરબડ્ઝમાં એક સારી કોમ્પિટિશન પૂરી પાડે છે. 1899 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ આ ઈયરબડ્ઝમાં 13mm સ્પીકર ડ્રાઈવર છે, જે એક બેલેન્સ્ડ સાઉન્ડ આપે છે. IPX4 સર્ટિફાઈડ પ્રોટેક્શનને કારણે આ TWS Earbuds વોટર અને સ્વેટ પ્રૂફ છે, સાથે જ તેમાં ટાઈપ સી ચાર્જિંગ અવેલેબલ છે.

તો તેમાં સુંદર સોફ્ટ ટચ કંટ્રોલ્સ છે, જેનાથી તમે વોલ્યુમ કંટ્રોલ કરી શકો છો, અને ફોન રિસીવ કે કટ કરી શકો છો. સાથે જ તમે સોંગ્સને પ્લે પોઝ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Top 5 Entry-Level (Sub-2K) TWS Earbuds In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X