Just In
- 492 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 493 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 494 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આ 10 ગેજેટ્સ ગિફ્ટ આપવા માટે છે બેસ્ટ, દરેક પ્રસંગે લાગશે કામ
લગ્નગાળાની સિઝન ચાલી રહી છે, અને સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે ગિફ્ટ શું આપવી. આમ તો આ સવાલ દરેક તહેવાર કે પ્રસંગે થયો હોય છે કે આપણે આપીશું તે સામેવાળાને ગમશે કે નહીં? આ પરિસ્થિતિનો એ સર્વસામાન્ય ઉકેલ છે ગેજેટ્સ. આજની દુનિયા હાઈટેક થઈ ચૂકી છે અને ગેજેટ્સ બધાને ગમે છે, તેમ જ આપણા કામ પણ સરળ બનાવે છે. એટલે અમે તમાર માટે એવા ટોપ 10 ગેજેટ્સનું લિસ્ટ લઈને આવ્યા છે, જે તમે કોઈને પણ કોઈ પણ પ્રસંગે ગિફ્ટ આપી શકો છો. તમારી ગિફ્ટ યાદગાર રહેશે અને મેળવનાર વ્યક્તિ તેનો ઉપયોગ પણ કરી શક્શે.

BOUGYR Wireless Hand Warmer
આ રિચાર્જેબલ હેન્ડ વાર્મરની કિંમત માત્ર 1,199 રૂપિયા જ છે. શિયાળામાં અને ઠંડા પ્રદેશો માટે આ હેન્ડ વાર્મર ખૂબ જ ઉપયોગી છે. આ હેન્ડ વાર્મર એટલું નાનું છે કે તમારા ખિસ્સામાં જ આવી જશે. આ હેન્ડ વાર્મરને 3.5 કલાકના ચાર્જિંગ બાદ 8 કલાક સુધી સતત વાપરી શકાય છે. સાથે જ આમાં તમને બે જુદા જુદા ટેમ્પરેચર સેટિંગ મળે છે.
G Lamp 15W Wireless Charger Atmosphere Light Lamp
આ ડિવાઈસની કિંમત 4,724 રૂપિયા છે. આ ડિવાઈસ વાયરલેસ ચાર્જર અને વાયરલેસ સ્પીકર, એક ઘડિયાળ અને લેમ્પનું કોમ્બિનેશન છે. એટલે કે એક જ ડિવાઈસમાં તમને આ બધું જ મળી જાય છે. સાથે જ યુઝર્સ આ ડિવાઈસમાં એલાર્મ પણ ગોઠવી શકે છે, જેનો વોલ્યુમ, લેમ્પની લાઈટનો કલર, બ્રાઈટનેસ બધું જ એપ દ્વારા એડજસ્ટ કરી શકે છે. જો તમે યુનિક ગિફ્ટ જોઈ રહ્યા છો, તો આ ગેજેટ મેળવનાર ખુશ થઈ જશે.
ZORBES Electronics Cleaner Kit Tool
આ ડિવાઈસની કિંમત માત્ર 699 રૂપિયા છે, જેમાં 20 જુદા જુદા ક્લિનીંગ ટૂલ્સ આવે છે. આ ટૂલ્સની મદદથી તમે ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ ક્લીન કરી શખો છો. જો તમારે સ્માર્ટફોન, લેપટોપ, ટેબ્લેટ, કી બોર્ડ, કેમેરા, ઈયરબડ્ઝ જેવી વસ્તુઓ ક્લિન કરવી છે, તો આ કોમ્બો બેસ્ટ છે.
JBL Tune 760NC, Wireless Over Ear Active Noise Cancellation Headphones
તમે મ્યુઝિકના શોખીન વ્યક્તિને ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો આ હેડફોન સિલેક્ટ કરી શકો છો. તેની કિંમત 4,499 રૂપિયા છે. આ હેડફોન્સ બ્લેક, બ્લૂ, વ્હાઈટ, કોરલ, રોઝ અને પિંક એમ જુદા જુદા કલરમાં અવેલેબલ છે. સિંગર ચાર્જમાં આ હેડપોન્સ એક્ટિવ નોઈઝ કેન્સલેશન સાથે 35 કલાક સુધી ચાલી શકે છે. અને નોઈઝ કેન્સલેશન વગર તે સતત 50 કલાક સુધી ચાલી શકે છે. આ હેડફોનને ફૂલ ચાર્જ થતા 2 કલાકનો સમય લાગે છે.
JBL Go 3 wireless speaker
આ સ્પીકરની કિંમત 2,999 રૂપિયા છે, જે બ્લેક, બ્લૂ, ગ્રીન, ઓરેન્જ, રેજ અને ટીયલ કલરમાં અવેલેબલ છે. આ સ્પીકર 2.5 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે, જે બાદ તે સતત 5 કલાક સુધી વાપરી શકાય છે.
Amazon Echo Pop smart speaker
આ સ્પીકરની કિંમત 3,999 રૂપિયા છે, જે બ્લેક, ગ્રીન, પર્પલ અને વ્હાઈટ કલરમાં મળે છે. આ સ્પીકરમાં એમેઝોન એલેક્સા પણ મળે છે, જેના દ્વારા તમે ઘરની સ્માર્ટ ડિવાઈસને માત્ર વોઈસ કમાન્ડ દ્વારા એક્સેસ કરી શકો છો.
HP Sprocket Portable Instant Photo Printer
આ ફોટો પ્રિન્ટર થોડું મોંઘુ છે, તેની કિંમત 13,999 રૂપિયા છે. પરંતુ ફોટોગ્રાફીના શોખીનને ગિફ્ટ આપશો, તો તેઓ તમને આજીવન યાદ કરશે. આ પ્રિન્ટર 2 બાય 3 ઈંચનો ફોટો ફોન અથવા સોશિયલ મીડિયા પરથી સીધો જ પ્રિન્ટ કરી શકે છે. સાથે જ તે બ્લૂટૂથ કનેક્શનને પણ સપોર્ટ કરે છે.
All-new Kindle (2022)
આ કિંડલની કિંમ 9,999 રૂપિયા છે, જે બે કલરમાં અલેબલ છે. કિંડલની સ્ક્રીન 6 ઈંચની છે જે 330 ppi રિઝોલ્યુશન ધરાવે છે, સાથે જ તેમાં 16 જીબી સ્ટોરેજ છે. તેની બેટરી એક ચાર્જમાં 6 અઠવાડિયા ચાલી શકે છે.
Wonderchef Regalia Espresso Coffee Maker
9,999 રૂપિયાની કિંમતનું આ કોફી મેકેર એસ્પ્રેસો, કેપેચિનો, લાટે, મચીતો અને રિસ્ટ્રેટો કોફી બનાવી શકે છે. આ કોફી મેકરની કેપેસિટી 1 લિટરની છે.
Robotic Vaccum Cleaner
16,599 રૂપિયાની કિંમત ધરાવતું આ વેક્યુમ ક્લિનર ડ્રાય અને વેટ એમ બે ફંક્શન ધરાવે છે. જેની બેટરી 3,200 mAhની છે. આ ક્લિનર તમને સાફ સફાઈમાં ઉપયોગી થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications