Just In
- 673 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 675 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 676 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 676 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Raksha Bandhan પર બહેનને ગિફ્ટ આપો આ ગેજેટ્સ, ખુશ થઈ જશે
રક્ષાબંધન ભારત સહિત વિશ્વના જુદા જુદા દેશોમાં વસતા ભારતીયો મનાવે છે. રક્ષાબંધન પરંપરાગત હિંદુ તહેવાર છે, અને આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટે મનાવાઈ રહ્યો છે. આ તહેવાર ભાઈ-બહેન વચ્ચેના નિસ્વાર્થ પ્રેમ અને બંધનને ઉજવે છે. રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે તમે તમારી બહેનને જો કોઈ ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, જે અફોર્ડેબલ પણ હોય અને યુઝફૂલ પણ હોય, તો અમે તમને મદદ કરીશુ. આ આર્ટિકલમાં અમે તમને 2000 રૂપિયા કરતા ઓછી કિંમતમાં કેટલીક ગિફ્ટ આઈટમ્સ આપી રહ્યા છીએ, જેને જોઈને તમારી બહેનના ફેસ પર સ્માઈલ આવી જશે.

રક્ષાબંધન નિમિત્તે બહેનને આપો આ ગિફ્ટ
હેરડ્રાયર
ભારતીય માર્કેટમાં ફિલિપ્સ, નોવા, સિસ્કા સહિત અન્ય જુદી જુદી બ્રાન્ડઝ્ના હેર ડ્રાયર ઉપલબ્ધ છે. આ હેર ડ્રાયર તમને 500થી લઈને 2000 રૂપિયા સુધીની રેન્જમાં મળી જશે. તમે તમારી બહેન માટે આમાંથી કોઈ પણ એક હેર ડ્રાયરનો ઉપયોગ કરી શકો છો.
હેર સ્ટ્રેટનર
સલૂન ગયા વગર વાળને સ્ટ્રેટ કરવા માટે આ ટૂલ ખૂબ કામનું છે. એટલે તમે રક્ષાબંધન નિમિત્તે બહેનને સ્ટ્રેટનર પણ ગિફ્ટ આપી શકો છો. આનાથી તમારી બહેનનું કામ સરળ થઈ જશે. હેર સ્ટ્રેટનર તમને 600 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીની રેન્જમાં મળી જશે.
સ્માર્ટ સ્પીકર
સ્માર્ટ સ્પીકર એક ઈન્ક્રેડિબલ વોઈસ કંટ્રોલ ડિવાઈસ છે, જે તમારા આદેશ મુજબ પર્ફોર્મ કરે છે. આ સ્પીકર સવાલોને સમજીને, તેનો જવાબ આપે છે, તમારા આદેશ મુજબ કામ કરે છે, એન્ટરેટઈન કરે છે. સાથે જ તેમાં નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ થાય છે. હાલ ભારતીય માર્કેટમાં એમેઝોન, શાઓમી, ગૂગલ જેવી બ્રાન્ડ્ઝના સ્પીકર અવેલેબલ છે. જેને તમે 2000 રૂપિયાની કિંમતમાં ખરીદી શકો છો.
ઈયરબડ્સ
ઈયરબડ્સનો ઉપયોગ તો દરેક વ્યક્તિ કરે છે. કારણ કે તે કોલ કરવામાં, મ્યુઝિકમાં, મીટિંગ્સમાં પણ કામ લાગે છે. હાલ માર્કેટમાં 500 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીના ઈયરબડ્ઝ મળે છે. જેમાં બોટ, બોલ્ટ, નોઈઝ જેવી બ્રાન્ડઝના બડ્સ સામેલ છે.
ઈલેક્ટ્રિક કેટલ
જો તમારી બહેન બીજા સિટીમાં એકલી રહે છે, અથવા હોસ્ટેલમાં રહે છે, તો આ ગિફ્ટ ખૂબ જ કામની સાબિત થઈ શકે છે. તમે તેમને ઈલેક્ટ્રિક કેટલ ગિફ્ટ કરી શકો છો, જે તેમને પાણી ગરમ કરવામાં, ચા બનાવવામાં, દૂધ ગરમ કરવામાં અને મેગી બનાવવામાં હેલ્પ કરશે. હાલ માર્કેટમાં પ્રેસ્ટિજ, અગારો, હેવલ્સ સહિત અન્ય ઘણી બ્રાન્ડ્ઝની ઈલેક્ટ્રિકલ કેટલ્સ મળે છે. જેની કિંમત પણ ખાસ વધારે નથી હોતી, એટલે આ ગિફ્ટ તમારી બહેન માટે સારો ઓપ્શન સાબિત થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
