ચોમાસામાં આ ગેજેટ્સનો કરો ઉપયોગ, વરસાદમાં પણ નહી રહે ચિંતા

By Gizbot Bureau
|

ચોમાસું પૂરજોશમાં ચાલી રહ્યું છે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ચોમાસાના જેટલા ફાયદા છે, એટલી જ તકલીફ પણ વરસાદ સાથે લઈને આવે છે. ચોમાસા દરમિયાન જો તમે કેટલાક ખાસ ગેજેટસનો ઉપયોગ કરશો, તો તમે વરસાદથી થતી સમસ્યાઓ દૂર કરી શક્શો.

ખાસ કરીને વરસાદ દરમિયાન જો તમે ફરવા જાવ છો, તો પલળી જવાનો ડર રહે છે. પરંતુ આ સિઝન દરમિયાન કટેલાક ગેજેટ્સ તમને મદદ કરી શકે છે. આ ગેજેટ્સની કિંમત પણ સાવ ઓછી છે.

ચોમાસામાં આ ગેજેટ્સનો કરો ઉપયોગ, વરસાદમાં પણ નહી રહે ચિંતા

વોટર પ્રૂફ સ્પીકર

ચોમાસા દરમિયાન જો તમારે વરસાદમાં પલળતા પલળતા પાર્ટી કરવી છે, તો મ્યુઝિક વગર મજા નહીં આવે. આવી સ્થિતિમાં નોર્મલ બ્લુટુથ સ્પીકર તો પાણીમાં પલળવાથી બગડી જશે. ટલે તમે વોટરપ્રૂફ સ્પીકરનો ઉપયોગ કરી શકો છો. તેની ખાસ વાત એ છે કે તે પલળવાથી બગડતા નથી અને તમે વરસાદમાં પલળતા પલળતા મજા લઈ શકો છો.

વોટર પ્રૂફ સ્માર્ટફોન કવર

ચોમાસા દરમિયાન સૌથી મોટી મુશ્કેલી આપણો ફોન બચાવવાની હોય છે. આ ઉપરાંત સ્માર્ટ ટીવી, ચાર્જર, એસી, ફ્રીજ પણ સાચવવા પડે છે. પરંતુ ફોન તો ખિસ્સામાં હોય છે, એટલે એ પલળી જવાની શક્યતા વધી જાય છે. એટલે ચોમાસામાં વોટરપ્રૂફ કવર ખૂબ ઉપયોગી બને છે. આવા કવરમાં ફોન રાખવાથી બલળવાની શક્યતા ઘટી જાય છે. વળી આવા કવર 100 રૂપિયામાં આવી જાય છે.

મિની ફોલ્ડિંગ ટ્રાવેલ છત્રી

નોર્મલ છત્રી તો તમે ચોમાસામાં વાપરતા જ હશો. પરંતુ મિની ફોલ્ડિંગ ટ્રાવેલ છત્રી વરસાદમાં સાચવવી સરળ પડે છે. સારી વાત એ છે કે ટ્રાવેલિંગ દરમિયાન તેને આસાનીથી કેરી કરી શકાય છે. સાઈઝ નાની હોવાને કારણે તે સચવાઈ જાય છે.

વોટરપ્રૂફ ટુ વ્હીલર કવર

ચોમાસા દરમિયાન જો તમે બાઈક કે સ્કૂટર પર બહાર જઈ રહ્યા છો,તો આવી સ્થિતિમાં પલળવાનો કોઈ વિકલ્પ નથી હોતો. આવી સ્થિતિમાં એક જુગાડ તમને પલળતા બચાવી શકે છે. તમે તમારા વ્હિકલનું વોટરપ્રૂફ કવર ખરીદી શકો છો, જેને એકવાર સેટઅપ કર્યા બાદ તે વ્હિકલને પલળવા દેતું નથી.

Best Mobiles in India

English summary
Monsoon gadgets will make your monsoon easy

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X