Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
સસ્તા, સિમ્પલ અને ટકાઉ સ્માર્ટ ડિવાઈસ, તમારા ઘરને બનાવશે શાનદાર
જો તમે તમારા ઘર માટે સસ્તા અને ટકાઉ સ્માર્ટ હોમ ડિવાઈસ ખરીદવા ઈચ્છો છો, તો આ આર્ટિકલ તમારા માટે જ છે. કારણ કે, આજે અમે તમને કેટલાક એવા ડિવાઈસ વિશે વાત કરવાના છીએ, જેની કિંમત તો ખૂબ ઓછી છે, પરંતુ આ ડિવાઈસ તમારા ઘરને વધુ શાનદાર બનાવી દેશે, જેને કારણે તમારું ઘર એકદમ પ્રીમિયમ ફીલ આપશે.

આપણે જાણીએ છીએ તે જ રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી એવી ટેક્નોલોજી આવી છે, જેની મદદથી આપણા ઘણા કામ ચપટીમાં થઈ જાય છે. તમે તમારા ઘરની અંદરના ઈલેક્ટ્રોનિક ડિવાઈસ સહેલાઈથી કંટ્રોલ કરી શકો છો. માર્કેટમાં એવા ઘણા ડિવાઈસ છે, જેને તમે ઓછી કિંમતે ખરીદીને ઘરને સ્માર્ટ હોમ બનાવી શકો છો.
સ્માર્ટ LED લાઈટ
સૌથી પહેલા સ્માર્ટ LED લાઈટની વાત કરીએ તો લગભગ દરેક ઘરમાં દેખાતી નોર્મલ એલઈડી લાઈટથી આ લાઈટ અલગ હોય છે. આ લાઈટને તમે તમારા ફોનથી પણ કંટ્રોલ કરી શકો છો. સ્માર્ટ એલઈડી લાઈટમાં ઘણા કલર ઓપ્શન પણ હોય છે, જેમ કે તમે તેને વાર્મ, નેચરલ અથવા મલ્ટિપલ કલરમાં સેટ કરી શકો છો. તમે આ લાઈટને કોઈ પણ સાઈટ પરથી 500થી 1000 રૂપિયામં ખરીદી શકો છો. આ લાઈટ તમારા અવાજથી પણ કંટ્રોલ થઈ શકે છે.
વાઈફાઈ સ્વિચ
ઈન્ટરનેટ હવે એટલું પ્રચલિત છે કે લગભગ દરેક ઘરમાં વાઈ ફાઈની સુવિધા હોય છે. આવી સ્થિતિમાં વાઈ ફાઈને ચાલુ બંધ કરવા માટે તેની નજીક જવું પડે છે. પરંતુ તમે વાઈ ફાઈ સ્વિચ દ્વારા સરળતાથી તેને કંટ્રોલ કરી શકો છો. આ સ્વિચ 500 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં અવેલેબલ છે. આ સ્વિચનેત મે ફોન સાથે પણ કનેક્ટ કરી શકો છો.
સ્માર્ટ સ્પીકર્સ
સ્માર્ટ સ્પીકર્સ સ્માર્ટ ગેજેટ્સમાં સૌથી વધુ લોકપ્રિય છે. ભારતમાં વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તરીકે એમેઝોન એલેક્સા જ જાણીતું છે. એલેક્સા અને ગૂગલ આસિસ્ટન્ટ સ્પીકરમાં હોય છે, જે બજેટ ફ્રેન્ડ્લી છે. સ્માર્ટ સ્પીકર ઈલેક્ટ્રિસિટી દ્વારા ચાલે છે, એટલે તમારે તેને ઘરમાં એક જગ્યાએ મૂકવા પડશે. જો કે તમે આ સ્પીકર્સમાં એલાર્મ સેટ કરી શકો છો, ન્યૂઝ સાંભળી શકો છો અને વોઈસ કમાન્ડ દ્વારા કોલ પણ કરી શકો છો. આ ઉપરાંત તમે સ્પીકરનો ઉપયોગ મ્યુઝિક સાંભળવા માટે તો કરી જ શકો છો.
સ્માર્ટ પ્લગ
આ ડિવાઈસ પણ તમારા ઘરને સ્માર્ટ હોમમાં કન્વર્ટ કરવામાં મદદ કરી શકે છે. આ ડિવાઈસની મદદથી તમે કિચન અપ્લાયન્સિસને સરળતાથી કંટ્રોલ કરી શકો છો. સ્માર્ટ પ્લગ દ્વારા તમે તમારા અવાજથી ગૂગલ આસિસ્ટન્ટ અને વોઈસ કંટ્રોલ સપોર્ટ કરનારા ડિવાઈસને કંટ્રોલ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications