Just In
- 587 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 588 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 589 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Saleમાં પ્રીમિયમ સ્માર્ટવૉચ પર 8 હજાર સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ડિટેઈલ્સ
Amazon Great Republic Day Sale 2024 ચાલી રહ્યું છે. નવા વર્ષનું આ સૌથી મોટું સેલ છે. જેમાં તમને સ્માર્ટ ફોન, સ્માર્ટ ટીવી, ટેબ્લેટ અને લેપટોપ જેવી પ્રોડક્ટ્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ લિસ્ટમાં સ્માર્ટ વૉચ પણ સામેલ છે. જો તમે સેલ દરમિયાન પ્રીમિયમ ફીચર્સ ધરાવતી સ્માર્ટ વૉચ ખરીદવા અંગે વિચારી રહ્યા છો, તો અમે તમને કેટલીક એવી સ્માર્ટ વૉચ વિશે જણાવીશું, જેને તમે સસ્તામાં ખરીદી શક્શો. ચાલો, જાણીએ કે કઈ વૉચની ડિસ્કાઉન્ટ બાદ કેટલી કિંમત છે, અને તેની મૂળ કિંમત કેટલી છે.

Samsung Galaxy Watch 4
સેમસંગની આ પ્રીમિયમ સ્માર્ટવૉચ છે. જેનો ઉપયોગ એન્ડ્રોઈડ ફોન્સ સાથે કરી શકાય છે. આ વૉચમાં હાર્ટ રેટ મોનિટર કરે તેની સાથે સાથે બૉડી કોમ્પોસિઝન એનલાઈઝ કરે તેવા સેન્સર લાગેલા છે. આ વૉચમાં 90થી વધારે સ્પોર્ટ્સ મોડ છે અને વોઈસ કોલિંગ ફંક્શન પણ છે. આ ઉપરાંત આ સ્માર્ટવૉચમાં દમદાર બેટરી મળે છે, જે ફૂલ ચાર્જમાં 40 કલાક સુધી ચાલે છે. આ વૉચની કિંમત 7,999 રૂપિયા છે. જો તમે એક્સિસ સિગ્નેચર ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ કરશો તો તમને 2,500 રૂપિયાનું કૅશબેક મળશે.
Amazfit T-Rex 2
Amazfit T-Rex 2 આ સ્માર્ટવૉચ જીપીએસ ફેસિલિટી ધરાવે છે. જેમાં તમને રિયલ ટાઈમ નેવિગેશન મળે છે. આ વૉચમાં 150થી વધુ સ્પોર્ટ્સ મોડ છે, સાથે જ તેમાં હાર્ટ રેટ અને બ્લડ ઓક્સિજન મોનિટર કરવાની સુવિધા મળે છે. આ વૉચની બેટરી ફૂલ ચાર્જમાં 24 દિવસ ચાલી શકે છે. એમેઝોન સેલ દરમિયાન આ વૉચની કિંમત 15,499 રૂપિયા છે. જો તમારી પાસે SBIનું કાર્ડ છે, તો તમે 1,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Apple Watch SE (2nd Gen)
Apple Watch SE (2nd Gen)ની ડિઝાઈન સરસ છે. આ સ્માર્ટવૉચમાં રેટિના ડિસ્પ્લે મળે છે, જે આંખોને નુક્સાન નથી કરતી. આ વૉચમાં ક્રેશ ડિટેક્શન અને સ્લીપ ટ્રેકિંગ સુવિધા પણ છે, સાથે જ ક્રાઉન બટન અને હાર્ટ રેટ મોનિટરનો પણ સપોર્ટ મળે છે. આ વૉચની કિંમત 22,900 રૂપિયા છે. સ્ટેટ બેન્ક તરફથી તમે 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.
Samsung Galaxy Watch6
Samsung Galaxy Watch6 ટેપ એન્ડ પે ફીચર ધરાવે છે. આ વૉચ દ્વારા તમે પેમેન્ટ પણ કરી શકો છો. ગોળ ડાયલ ધરાવતી આ વૉચમાં સ્લીપ અને હાર્ટ રેટ ટ્રેક કરી શકાય છે. સાથે જ તેમાં જુદા જુદા ઘણા સ્પોર્ટ્સ મોડ્સ છે. આ વૉચમાં વોઈસ કોલિંગ ઓપ્શન પણ અવેલેબલ છે. આમ તો આ વૉચની કિંમત 33,150 રૂપિયા છે, પરંતુ તમે 8000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. એક્સચેન્જ ઓફર અંતર્ગત આ વૉચ પર 25,350 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications