Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 680 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Diwaliમાં ઘરની સફાઈ કરશે આ સ્માર્ટ ગેજેટ્સ, કિંમત માત્ર 89થી શરૂ
દિવાળીના તહેવારને આડે હવે માત્ર એક અઠવાડિયું જ બાકી છે. લગભગ દરેકના ઘરમાં દિવાળીની સાફસફાઈ ચાલી રહી છે. કોઈ માળિયે ચડ્યું છે, તો કોઈ પટારા ખોલીને સાફ કરી રહ્યું છે. આ સમયે આ આર્ટિકલ તમને ઉપયોગી બની શકે છે. હાલ માર્કેટમાં એકથી એક ચડિયાતા ક્લીનિંગ ગેજેટ્સ ઉપલબ્ધ છે, જે ક્લીનિંગમાં તમારી મદદ કરે છે.
સારી વાત એ છે કે આ સ્માર્ટ ગેજેટ્સ તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આજે અમે અહીં તમને એવા ગેજેટ્સ વિશે વાત કરીશું, જે ઘર અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસની સફાઈમાં તમારી મદદ કરશે.

ગેજેટ ક્લીનિંગ ટૂલ કિટ
તમે ગેજેટ ક્લીનિંગ ટૂલ કિટને ઓનલાઈન ઓર્ડ કરી શકો છો. DailyObjects 5 in 1 Capsule એક ગેજેટ ક્લીનિંગ ટૂલ છે, જેમાં રહેલા ટૂલ્સની મદદથી તમે ઈયરફોન, કી બોર્ડ, માઉસ, કેમેરા લેન્સ, કેસ જેવી વસ્તુઓ સાફ કરી શકો છો. આ કિટની કિંમત 800 રૂપિયા જેટલી છે.
ફેબ્રિક પિલ રિમૂવર
દિવાળી પર ઠંડી પણ શરૂ થઈ જાય છે. એટલે બધાના ઘરે ધાબળા અને જેકેટ્સ પણ બેગમાંથી બહાર આ જાય છે. જો તમે પણ ગરમ કપડા બહાર કાઢી રહ્યા છો, તો તેને વાપરતા પહેલા સાફ કરવા જરૂરી છે, જેના માટે ફેબ્રિક પિલ રિમૂવર કામ લાગશે. આ નાનકડું ગેજેટ્સ કપડા પરથી પિલિંગ હટાવવાનું કામ કરે છે. આ ડિવાઈસ માત્ર 1,250 રૂપિયામાં ખરીદી શકાય છે.
રબરમેડ રિવીલ પાવર સ્ક્રબર
દિવાળીમાં ઘરની સફાઈ માટે રબરમેડ રિવીલ પાવર સ્ક્રબર ઉપયોગી છે. આ ગેજેટ દીવાલો તેમ જ ફરસ પર લાગેલા ડાઘ હટાવવામાં મદદ કરે છે. આ ગેજેટને તમે ઓનલાઈન 3,900 રૂપિયામાં ખરીદી શકો છો.
વેક્યુમ ક્લિનર
દિવાળીમાં ઘર સાફ કરવા માટે એક વેક્યુમ ક્લિનર તમારા માટે સૌથી વધુ ઉપયોગી સાબિત થઈ સકે છે. નાની નાની જગ્યાઓમાં સફાઈ કરવા માટે યુરેકા ફોર્બ્સનું યુરે કોમ્પેક્ટ વેક્યુમ ક્લીનર તમને મદદ કરશે. આ વેક્યુમ ક્લિનર તમારા ઘરમાંથી બાવા, ઝાળા અને ધૂળને સફાચટ કરી દેશે, જેથી તમારું ઘર ચમકવા લાગશે. ખાસ વાત એ છે કે આ વેક્યુમ ક્લિનરની સાથે તમારે ડસ્ટ બેગ ખરીદવાની જરૂર નથી. તમે આ વેક્યુમ ક્લિનર ઓનલાઈન માત્ર 2,600 રૂપિયામાં ખરીદી શકો છો.
સ્ક્રીન ક્લિનર
દિવાળીમાં ઘરની સાથે સાથે લેપટોપ, મોબાઈલ અને કમ્પ્યુટર પણ સાફ કરવા જરૂરી છે. આ માટે તમે પોટ્રોનિક્સ સ્વાઈપ 2 સ્ક્રીન ક્લીનર ખરીદી શકો છો. ઓનલાઈન તમે આ સ્ક્રીન ક્લિનર 100 રૂપિયા કરતા પણ ઓછી કિંમતે ખરીદી શકો છો. આ ક્લિનર રિફિલેબલ સ્પ્રે બોટલ સાથે મળે છે. એટલે કે ખાલી થઈ ગયા બાદ તમે લિક્વિડને અલગથી પણ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
