Just In
- 631 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 632 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 633 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 634 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
જે તે પાવર બેન્કથી બગડી જશે સ્માર્ટફોન, ખરીદતા પહેલા આટલું ધ્યાન રાખો
સ્માર્ટફોન આપણા સૌના જીવનનો ભાગ બની ચૂક્યો છે. ફોનનો વપરાશ એટલો બધો વધી ગયો છે, કે હવે તેની બેટરી વારંવાર ઉતરી જવાની સમસ્યા સર્જાય છે. ઉપરાંત ફોન જેમ જેન જૂનો થાય, તેમ તેમ બેટરી ડ્રેનિંગ વધતું જાય છે. જો તમે પણ ફોનનો લાંબા સમય સુધી કોઈ અડચણ વગર ઉપયોગ કરવા ઈચ્છો છો તો બેટરીના પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પાવર બેન્કનો ઉપયોગ કરી શકો છો. પાવર બેન્કને તમે જોડે લઈને ફરી શકો છો, અને ગમે ત્યાં ગમે ત્યારે તમારા ફોનને ચાર્જ કરી શકો છો.

જો કોઈ પરિસ્થિતિમાં તમારી પાસે ચાર્જર નથી, તમારા ફોનની બેટરી ઉતરી ગઈ છે, તો આવી સ્થિતિમાં પાવર બેન્ક તમારી મદદે આવે છે. જો તમારી પાસે પાવર બેન્ક નથી અને તમે નવી ખરીદવા ઈચ્છો છો, તો કેટલીક બાબતો ખાસ ધ્યાન રાખજો. જેવી તેવી પાવર બેન્ક તમારા ફોનને પણ બગાડી શકે છે. આ આર્ટિકલમાં અમે તમને જણાવીશું કે તમે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને યોગ્ય પાવર બેન્ક ખરીદી શકો છો.
ચાર્જિંગ ક્ષમતાનું ધ્યાન રાખો.
જ્યારે પણ તમને પાવર બેન્ક ખરીદવા જાવ છો, ત્યારે એ ધ્યાન રાખો કે પાવર બેન્કની કેપેસિટી એટલી હોય, જે તમારા ફોનને 2-3 વખત 100 ટકા ચાર્જ કરી શકે. એટલે કે જો તમારા ફોનની બેટરી કેપેસિટી 4000 mAhની છે, તો તમારી પાવર બેન્ક 12000 mAhની હોવી જોઈએ.
બેટરી મજબૂત હોવી જોઈએ.
પાવર બેન્ક ખરીદતી વખતે એ પણ ધ્યાન રાખો કે તેની બેટરી કેપેસિટી વધારે હોવાની સાથે સાથે સુરક્ષિત પણ હોવી જોઈએ. પાવર બેન્કની બેટરી લિથિયમ પોલિમર અથવા લિથિયમ આયર્ન સેલથી જ બનેલી હોવી જોઈએ. પાવર બેન્ક ખરીદો ત્યારે ખાસ ચેક કરો કે તે BIS સર્ટિફાઈડ છે કે નહીં. નહીં તો ચીલાચાલુ પાવર બેન્ક બ્લાસ્ટ પણ થઈ શકે છે.
સિક્યોરિટી ફીચર્સ
જ્યારે પણ કોઈ પણ પ્રોડક્ટ ખરીદો, ત્યારે તેને લગતી માહિતી જરૂર વાંચો. એટલે જો તમે પાવર બેન્ક ખરીદો છો, તો તેના મોડેલની સમરી વાંચો, સવાલ હોય તો ખરીદતા પહેલા તેના વિશે જાણી લો. પાવર બેન્કમાં જુદી જુદી પ્રકારના સિક્યોરિટી ફીચર્સ હોય છે, જે ઈન્ટીગ્રેટેડ સર્કિટને સિક્યોર રાખે છે. જેને કારણે પાવર બેન્કમાં શોર્ટ સર્કિટ નથી થતી.
યુએબી પોર્ટ
પાવર બેન્કમાં કેટલા પોર્ટ છે, તે ખૂબ અગત્યનું છે. એવી પાવર બેન્ક ખરીદો જેમાં ઓછામાં ઓછા બે યુએસબી પોર્ટ હોય, એટલે તમે એક સાથે બે ફોન ચાર્જ કરી શકો. બે ફોન ઉપરાંત તમે એક ફોન અને એક અન્ય ડિવાઈસ પણ ચાર્જ કરી શકો છો.
અન્ય ફીચર્સ
ઘણી પાવર બેન્ક એક્સ્ટ્રા ફીચર્સ સાથે આ છે. જેમ કે કોઈમાં ફ્લેશ લાઈટ હોય છે, તો કોઈમાં ડિવાઈસનું ચાર્જિંગ સ્ટેટસ દર્શાવે છે. કેટલીક પાવર બેન્કમાં સોફ્ટ ટચ બટન, ટોર્ચ, ડિસ્પ્લે જેવી સુવિધા હોય છે. તમે તમારી જરૂરિયાત અનુસાર આમાંથી પાવર બેન્ક પસંદ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications