Apple Watch Ultra 2 લોન્ચ, યુનિક ફીચર્સથી છે સજ્જ, આ કામ બનશે સરળ

By Gizbot Bureau
|

એપલે પોતાની Apple Watch Series 10ની સાથે સાથે પોતાની પ્રીમિયમ વૉચ Ultra 2 પણ લોન્ચ કરી છે. આ સ્માર્ટવૉચમાં કંપની ઘણા યુનિક ફીચર્સ આપી રહી છે. આ વૉચમાં યુઝર્સને ઓટોમેટિક સ્ટ્રોક ડિટેક્શન ફીચર પણ મળવાનું છે.

Apple Watch Ultra 2 લોન્ચ, યુનિક ફીચર્સથી છે સજ્જ, આ કામ બનશે સરળ

સ્ટાઈલિશ લૂક સાથે લોન્ચ

આ વૉચ કંપનીએ એકદમ સ્ટાઈલિશ લૂક સાથે લોન્ચ કરી છે. આ વૉચનું પ્રિ બુકિંગ પણ શરૂ થઈ ચૂક્યુ છે. ચાલો જાણીએ કે આ પ્રીમિયમ વૉચ કઈ કઈ બાબતોમાં ખાસ છે.

એડવાન્સ પોઝિશનિંગ સોફ્ટવેરથી સજ્જ

આ વૉચમાં રગ્ડ ટાઈટેનિયમ કેસ આપવામાં આવ્યું છે. જેમાં તમને સ્ક્રેચ રેઝિસ્ટન્ટ ફ્રંટ ક્રિસ્ટલ મળે છે. Apple Watch Ultra 2માં Dual Frequency GPSની સાથે સાથે એડવાન્સ પોઝિશનિંગ સોફ્ટવેર પણ મળી રહ્યું છે, જે હાલ કોઈ પણ સ્માર્ટવૉચમાં અવેલેબલ નથી.

વૉચ હવે હેલ્થ રિપોર્ટ આપશે

આ વૉચમાં તમને ઓટોમેટિક સ્ટ્રોક ડિટેક્શન, લેપ કાઉન્ટ્સ, ન્યૂ ટ્રેનિંગ લોડ ઈનસાઈટ્સ સિસ્ટમની સુવિધા પણ મળી રહી છે. આ ઉપરાંત આ વૉચમાં એક એક્શન બટન આપવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર્સ પોતાનો રિપોર્ટ પણ એક જ ક્લિકમાં તરત મેળવી શકે છે.

ઓફલાઈન વૉચ ફીચર

આ બધાની સાથે સાથે Apple Watch Ultra 2માં ઓફલાઈન મેપની સુવિધા પણ મળી રહી છે. જેમાં યુઝર્સને ટર્ન બાય ટર્ન નેવિગેશન ફીચર મળવાનું છે. આ લેટેસ્ટ વૉચમાં એક એડવાન્સ કમ્પાસ આપવામાં આવ્યું છે, જે ડિરેક્શન શોધવામાં યુઝર્સને મદદ કરશે. સ્વિમર્સ માટે પણ આ વૉચમાં ખાસ ફીચર ડેપ્થ સેન્સર એડ કરવામાં આવ્યું છે.

એરોસ્પેસમાં વપરાતા મટીરિયલથી બની છે વૉચ

કંપનીએ આ લેટેસ્ટ વૉચને સેટિન બ્લેક ફિનિશમાં લોન્ચ કરી છે, જેને કાર્બન PVD કોટિંગ સાથે લોન્ચ કરવમાં આવી છે. આનાથી આ સ્માર્ટવૉચ એકદમ મજબૂત બને છે. આ વૉચને 95 ટકા રિસાઈકલ્ડ ગ્રેડ 5 ટાઈટેનિયમ વડે તૈયાર કરવામાં આવી છે, જે મોટાભાગે એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીમાંથી નીકળે છે.

Apple Watch Ultra 2ની કિંમત

આ વૉચને કંપનીએ 799 ડૉલર્સમાં લોન્ચ કરી છે. આ પ્રીમિયમ સ્માર્ટવૉચનું પ્રિ બુકિંગ શરૂ થઈ ચૂક્યુ છે. જ્યારે અમેરિકામાં 20 સપ્ટેમ્બરથી એપની વૉચ અલ્ટ્રા ટુ વેચાણ માટે અવેલેબલ થશે.

Best Mobiles in India

English summary
Apple Watch Ultra 2 launch know features and price

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X