Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Air Conditioner ખરીદતા સમયે આટલું ધ્યાન રાખજો
હાલના સમયમાં જ્યારે ગરમી સતત વધી રહી છે ત્યારે, એસી જરૂરિયાત બની ચૂક્યુ છે. એસી ગરમીમાં તમારા ઘરને તો ઠંડુ રાખે જ છે, સાથે જ ચોખ્ખી હવા પણ આપે છે. જો તમે પણ ઉનાળામાં એસી લેવાનું વિચારી રહ્યા છો, તો એસી ખરીદતા પહેલા કેટલીક બેઝિક બાબતો જાણી લેવી જરૂરી છે. જેના કારણે તમારે કેવા પ્રકારનું અને કઈ કંપનીનું એસી ખરીદવું તે સરળ બની જશે. માર્કેટમાં હાલ જુદી જુદી સાઈઝના, જુદી જુદી કેપેસિટી ધરાવતા સંખ્યાબંધ એસીના વિકલ્પ ઉપલબ્ધ છે. ત્યારે અમે તમને એક પરફેક્ટ એસી ખરીદવામાં મદદ કરીશું.

એસી ખરીદતા પહેલા તમારે શું ધ્યાનમાં રાખવું, તેની બધી જ માહિતી અમે તમને આ આર્ટિકલમાં આપીશું. પરંતુ સૌથી જરૂરી વાત એ છે કે એસી ખરીદતા પહેલા તમારે તમારું બજેટ નક્કી કરવું ખાસ જરૂરી છે.
તમારા ઘર માટે એસી ખરીદતા સમયે ધ્યાન રાખવાના મુદ્દા ઘણા બધા છે. તમારે એસીની કેપેસિટી, પાવર કન્ઝપ્શન, રેટિંગ, રિવ્યુ, ટાઈપ સહિતની મહત્વની બાબતો દુકાનદાર પાસેથી જાણી લેવી જોઈએ.
રૂમ સાઈઝ
કોઈ પણ રૂમને ઠંડો કરવા માટે એક સફિસિયન્સ કૂલિંગ કેપેસિટી ધરાવતા એસીની જરૂર પડે છે. દાખલા તરીકે 150 સ્ક્વેર ફૂટ અથવા તેનાથી નાના રૂમ માટે 1 ટનનું એસી બેસ્ટ છે. પરંતુ જો તમારો રૂમ મીડિયમ સાઈઝનો હોય તો 1.5 ટનનું અને રૂમ ખૂબ જ મોટો હોય તો 2 ટનનું એસી વસાવવું જોઈએ.
એસનો પ્રકાર
જ્યારે તમે માર્કેટમાં બેસ્ટ એસી ખરીદવા નીકળો છો, ત્યારે તમને જુદા જુદા 5 પ્રકારના એસી જોવા મળશે. હાલ માર્કેટમાં વિન્ડો એસી, સ્પ્લીટ એસી, પોર્ટેબલ એસી, હોટ એડ કોલ્ડ એસી અને ટાવર એસી એમ જુદા જુદા એર કન્ડીશનર મળી રહ્યા છે.
વિન્ડો એસી
વિન્ડો એસીમાં કોઈ પણ પ્રકારની તોડફોડની કે વાયરિંગ કરવાની જરૂર પડતી નથી. સ્પ્લીટ એસીની સરખામણીએ વિન્ડો એસી સસ્તું છે, પરંતુ તેનો અવાજ તમને પરેશાન કરી શકે છે.
પોર્ટેબલ એસી
જો તમે એવું વિચારી રહ્યા છો કે એક જ એસીમાં તમારું આખું ઘર ઠંડુ થઈ જાય તો પોર્ટેબલ એસી બેસ્ટ છે. આ પ્રકારના એસીને સરતાથી ઘરના એક રૂમમાંથઈ બીજા રૂમમાં મૂવ કરી શકાય છે.
હોટ એન્ડ કોલ્ડ એસી
આ એસી દરેક પ્રકારની ઋતુ માટે બેસ્ટ છે. તમારા ઘરને ઉનાળામાં ઠંડુ કરવા અને શિયાળામાં ગરમ કરવા માટે આ એસીમાં ટેમ્પરેચર સેટ કરી શકાય છે. એટલે કે શિયાળામાં હિટર અને ઉનાળામાં એસી બની જાય છે.
ટાવર એસી
આ પ્રકારનું એસી સેન્ટ્રલ કૂલિંગ માટે બેસ્ટ છે. જો તમે ઓફિસ માટે એસી ખરીદી રહ્યા છો, અથવા તમારું ઘર ખૂબ જ મોટું છે અને સેન્ટ્રલી એસી કરાવવું છે, તો આ એસી ઉપયોગી છે.
એર ફિલ્ટર
કોઈ પમ એસીમાં સૌથી અગત્ની વસ્તુ તેનું એર ફિલ્ટર હોય છે. આ ફિલ્ટર દ્વારા જ તમને ચોખ્ખી અને તાજી હવા મળે છે. એટલે તમારા એસીમાં કેવું એર ફિલ્ટર છે, તે ધ્યાન રાખો.
ઓટો ક્લીન
હવે એસીમાં ઓટો ક્લીન નામનું પણ ફીચર આવવા લાગ્યું છે. આ ફીચરના કારણે તમારા એસીની મેઈન્ટેનન્સ કોસ્ટ ઘટી જાય છે. સેલ્ફ ક્લીનિંગ ફીચરને કારણે એસી ચોખ્ખી હવા પહોંચાડે છે.
પાવર કન્ઝપ્શન
જો તમે કન્ફ્યુઝ છો કે તમારે કઈ બ્રાન્ડનું એસી ખરીદવું છે, તો તમે એવા એસી પર પસંદગી ઉતારી શકો છો, જે સૌથી ઓછો પાવર કન્ઝપ્શન કરતું હોય. એનર્જી એફિસિયન્ટ એસી તમારું લાઈટબિલ બચાવશે.
ઈન્વર્ટર એસી
એસીમાં હવે ઈનબિલ્ટ ઈન્વર્ટર આવે છે. જેને કારણે જેવો રૂમ ઠંડો થઈ જાય કે એસી પાવર લેવાનું બંધ કરી દે છે. પરિણામે ઈલેક્ટ્રિસિટી ઓછી વપરાય છે, અને બિલ ઓછું આવે છે.
ફોર વે સ્વિંગ
કેટલાક એસીમાં ટુ વે તો કેટલાક એસીમાં ફોર વે સ્વિંગ ફેસિલિટી હોય છે. એટલે કે આ પ્રકારના એસી રૂમમાં ચારે તરફ ઠંડી હવા ફેંકે છે. પરિણામે રૂમમાં દરેક જગ્યાએ ઠંડક થાય છે.
વોરંટી અને સર્વિસ ક્વોલિટી
એસી ખરીદતા સમયે તમારે વોરન્ટી પીરિયડ અને સર્વિસ ક્વોલિટી પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે. મોટા ભાગની કંપની એક વર્ષની વોરંટી આપે છે, જ્યારે કોમ્પ્રેસર માટે થોડા વધુ સમયની વોરંટી મળે છે. કોમ્પ્રેસર એસીનો સૌથી મહત્વનો હિસ્સો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications