એપલે iફોન અને iપેડ માટે નવું ios 10.3 બેટા અપડેટ રિલીઝ કર્યું

"એપ કંપેટિબિલિટી" દ્વારા તમને જાણવા મળી જશે કે આવનારા ios ના વરઝ્ન ની અંદર કઈ કઈ એપ્સ ચાલશે અને કઈ કઈ નહિ ચાલે.

એપલે થોડા સમય પહેલા જ એ વાત ને જાહેર કરી હતી કે, તે પોતાના ડેવલોપર્સ અને ટેસ્ટર માટે નવું ios 10.3 બેટા અપડેટ બહાર પાડવા ના છે. પરંતુ આ અપડેટ ને સામાન્ય લોકો સુધી પહોંચવા માં હજી ઘણો સમય લાગી જશે, આ અપડેટ ને સામાન્ય યુઝર્સ સુધી ત્યારે જ પહોંચાડવા માં આવશે જયારે આ અપડેટ નું એક સફળ ટેસ્ટ થઇ જાય, પરંતુ આ નવા અપડેટ ની અંદર એવા ઘણા નવા ફીચર્સ આપવા માં આવી શકે છે કે જેની યુઝર્સ ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા.

એપલે iફોન અને iપેડ માટે નવું ios 10.3 બેટા અપડેટ રિલીઝ કર્યું

આ નવા અપડેટ દ્વારા એક નવું ફીચર અથવા તો એક નવો વિભાગ બહાર આવી શકે છે જેનું નામ એપ કંપેટિબિલિટી હોઈ શકે છે. તો હવે આ અપડેટ બાદ તમને સેટિંગ્સ ની અંદર એક નવું મેનુ એપ કંપેટિબિલિટી ના નામ થી જોવા મળી શકે છે, આ ફીચર્સ તમને જણાવશે કે આવનારા ios ની અંદર આમા થી કઈ કઈ એપ્સ નહિ ચાલે અને આ બધી એપ્સ માંથી કઈ કઈ એપ્સ તમારા કોમ્પ્યુટર ને વધારે ધીમું બનાવી રહી છે.

અને આ ફીચર ની સાથે સાથે એક બીજું ફીચર પણ આપવા માં આવી શકે છે, જેની અંદર તમે એપ્સ લિસ્ટ ની અંદર કોઈ પણ એપ પર એક વખત ટેપ કરશો એટલે તે એપ ને છેલ્લી વખત ક્યારે અપડેટ કરવા માં આવી હતી તે જણાવી દેવા માં આવશે. અને તમને એ પણ જણાવવા માં આવશે કે જે તે એપ આ નવા ios ના વરઝ્ન સાથે કમ્પિટિબલ છે કે નહિ.

તમારું પીસી ધીમું થવાનું કારણ અને તેનો ઉકેલ જાણો અહીં

એપ કંપેટિબિલિટી ને ચાલુ કરવા માટે તમારે સેટિંગ્સ ની અંદર જઈ ત્યાર બાદ જનરલ માં જઈ અને અબૌટ માં જવા નું રહેશે ત્યાર બાદ તમે એપ્લિકેશન્સ સુધી સ્ક્રોલ ડાઉન કરી અને તેના પર ટેપ કરી શકો છો.

અને ડેવલોપર્સ આ નવા ios 10.3 બેટા અપડેટ ને એપલ ડેવલોપર સેન્ટર અથવા તો પ્રોપર કોન્ફ્રીગ્રશન પ્રોફાઈલ દ્વારા ઓવર ઘી એર રીતે પણ લઇ શકે છે. અને જો અમુક રિપોર્ટ્સ ની વાત માનીએ તો આ અપડેટ ને ખુબ જ ટૂંક સમય ની અંદર એપલ ની વેબસાઈટ પર ઉપલબ્ધ કરી દેવા માં આવશે.Read more about:
English summary
Apple releases third iOS 10.3 beta update for iPhone and iPad
Please Wait while comments are loading...

Social Counting