તમારું પીસી ધીમું થવાનું કારણ અને તેનો ઉકેલ જાણો અહીં

ઘણીવાર એવું થયું હશે જયારે તમે તમારા લેપટોપ અથવા તો પીસીને કોઈ ટાસ્ક આપી હોય અને તે ખુબ જ ધીમું થઇ જાય.

દરેક કમ્પ્યુટર સમય અને ઉપયોગ સાથે ધીમું થઇ જાય છે. તમને ઘણીવાર એવું થયું હશે જયારે તમે તમારા લેપટોપ અથવા તો પીસીને કોઈ ટાસ્ક આપી હોય અને તે ખુબ જ ધીમું થઇ જાય. ઘણી વખત તો તમારું પીસી હેન્ગ પણ થઇ જાય છે. જયારે કમ્પ્યુટર ધીમું થઇ જાય ત્યારે ખુબ જ ગુસ્સો પણ આવી જાય છે.

તમારું પીસી ધીમું થવાનું કારણ અને તેનો ઉકેલ જાણો અહીં

કેટલીક વખત તમારું કોમ્પ્યુટર ધીમું થઇ જાય ત્યારે તમને એવું લાગે છે કે તેની માટે કમ્પ્યુટરને આપેલી વધુ પડતી ટાસ્ક જવાબદાર હોય શકે છે. પરંતુ એવું નથી કેટલીક સરળ ટિપ્સ અને ટ્રીક ઘ્વારા તમે તમારા કમ્પ્યુટરને સારું અને ઝડપી બનાવી શકો છો.

વહાર્ટસપ ઘ્વારા એપમાં નવું સ્ટોરી ફીચર એડ કરવામાં આવ્યું

આજે અમે એવી કેટલીક માહિતી આપીશુ જેના કારણે તમને જાણ થશે કે એવી કઈ વસ્તુ છે જે તમારા કોમ્પ્યુટરને ધીમું પાડી દે છે અને તેને કઈ રીતે ફિક્સ કરી શકાય. જેનાથી તમારું પીસી ફરી એકવાર સારું પરફોર્મન્સ આપી શકે.

સ્ટાર્ટઅપ આઈટમ ચેક કરો

જો તમારું કોમ્પ્યુટર ધીમું થઇ જાય ત્યારે તમારે આ વસ્તુ સૌથી પહેલા ચેક કરી લેવી જોઈએ. તમે ટાસ્ક મેનેજર ઘ્વારા સ્ટાર્ટઅપ પ્રોગ્રામ જોઈ શકો છો. ટાસ્ક મેનેજર ખુબ જ યુઝર ફ્રેંન્ડલી બની ચૂક્યું છે. ટાસ્ક બારમાં રાઈટ ક્લિક સાથે જ તમને તેને ઓપન કરી શકો છો.

તમે સીપીયુ ટાઈમ, રેમ અને ડિસ્ક સાઇકલ વિશે જાણી શકો છો. જો કોઈ પ્રોગ્રામ વધુ જગ્યા રોકી રાખતો હોય તો તેને બંધ કરીને રિસ્ટાર્ટ કરી શકો છો. જો કઈ પણ કામ ના કરે તો તેને અનઇન્સ્ટોલ કરી દેવો જોઈએ.

જો તમારે પ્રોગ્રામ અનઇન્સ્ટોલ કરવો ના હોય તો તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તે પ્રોગ્રામ સ્ટાર્ટઅપ પર ચાલવો ના જોઈએ.

 

અલગ અલગ એપમાં પ્રોબ્લેમ શોધો

જો તમારું પીસી કોઈ પર્ટિક્યુલર એપ દરમિયાન જ ધીમું થઇ જતું હોય તો તમારે તેને વિશે જાણી લેવું જોઈએ. પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે તેને અનઇન્સ્ટોલ કરીને ફરીથી ઇન્સ્ટોલ કરી શકો છો. જો એપને રિઇન્સ્ટોલ કરવું મદદરૂપ સાબિત ના થાય તો તમારે આ સમસ્યાને વધારે ધ્યાનથી સમજવી જોઈએ.

હાર્ડ ડ્રાઈવ પ્રોબ્લેમ

તમારા લેપટોપ અથવા તો પીસીમાં વધારે સારું પરફોર્મન્સ આપે તેના માટે તમારી હાર્ડ ડ્રાઈવમાં સારી એવી જગ્યા હોવી જોઈએ. જો તમારું પીસી વધુ હેન્ગ થતું હોય તેવામાં લોકલ ડ્રાઈવમાંથી કેટલીક વસ્તુઓ ડીલીટ કરીને તેની ખાલી કરવું જ સારો ઓપશન છે. તમે ડિસ્ક ક્લીન અપ ઓપશનનો પણ ઉપયોગ કરી શકો છો.

માલવેર પર ધ્યાન આપવું

જો કોઈ પણ ટ્રીક કામ ના કરે તેવા સમયે તમારે તમારા કોમ્પ્યુટરને એન્ટી વાઇરસ સોફ્ટવેર ઘ્વારા સ્કેન કરવું જોઈએ. જેના ઘ્વારા તમને ખાતરી થઇ જશે કે કોઈ પણ જાતનો વાઇરસ કે માલવેર તમારા પીસીને વ્યસ્ત નથી રાખી રહ્યું.

થર્ડ પાર્ટી એપ તમને બચાવી શકે છે

કેટલીક થર્ડ પાર્ટી એપ છે જે તમને તમારા સિસ્ટમમાં રહેલા જંકને ક્લીન કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે તમે સીસીક્લીનર નો ઉપયોગ કરી શકો છો. આવા કેટલાક ટૂલ તમારું કામ સરળ બનાવી શકે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Having a slow PC? You can find out why your computer is slow and how you can fix the same.
Please Wait while comments are loading...

Social Counting