જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં મળશે

By Gizbot Bureau
|

રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ફોન ના નવા અને જૂના બંને યુઝર્સ માટે એક નવી ઓફર લોન્ચ કરવામાં આવી છે. અને છેલ્લા અમુક વર્ષો ની અંદર જીઓ ફોન એ એક ઇનોવેટિવ પ્રોડક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ ફોનને એટલા માટે લોન્ચ કરવામાં આવ્યો હતો જેથી ટુજી ફીચર ફોન યુઝર્સને ફોરજી ફોન યુઝર્સ ની અંદર કન્વર્ટ કરી શકાય અને રિલાયન્સ આ કામ કરવા ની અંદર સફળ પણ રહ્યું છે. રિલાયન્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓના જિયો ફોનને કારણે તેઓએ ભારતની અંદર ઘણા બધા યુઝર્સને પીચર ફોનમાંથી 4જી ફીચર ફોન પર અપગ્રેડ કર્યા હતા.

જીઓ ફોન 2021 ઓફર ની અંદર ગ્રાહકોને 12 મહિનાની સર્વિસ માત્ર રૂ 749

અને કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સો મિલિયન કરતા પણ વધુ યુઝર્સ દ્વારા જીઓ ફોન નો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે jio ફોન માટે નો ક્રેઝ ધીમેધીમે ઘટી રહ્યો છે તેવું લાગી રહ્યું છે કેમ કે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મન્થલી સબ્સ્ક્રિપશન ના નંબર ખૂબ જ ઘટી રહ્યા છે. અને તેને ધ્યાનમાં રાખી અને કંપની દ્વારા નવા ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા માટે જીઓ ફોન 2021 સફરની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર ગ્રાહકોને બાર મહિના માટે ની સર્વિસ માત્ર રૂ 749 રૂપિયામાં આપવામાં આવે છે. અને તેની સાથે સાથે જીઓ ફોન યુઝર્સ બે વર્ષની સર્વિસ રૂપિયા 1999 અને એક વર્ષની સર્વિસ રૂપિયા 1499 પર ખરીદી શકે છે. કંપની દ્વારા આ ઓફર નું નામ 2જી મુક્ત ભારત રાખવામાં આવેલ છે.

જીઓ ફોન 2021 ઓફર વિશે તમારે જાણવા જેવી બધી જ બાબતો અહીં નીચે જણાવવામાં આવેલ છે.

સામાન્ય રીતે જ્યારે જીઓ દ્વારા કોઈ નવા પ્લાન ને લોન્ચ કરવામાં આવે છે તો ત્યારે તેઓ પોતાના જૂના ગ્રાહકો ને પાછળ છોડી દે છે પરંતુ આ વખતે પોતાના જૂના ગ્રાહકોને સાથે રાખવા માટે કંપની દ્વારા આ ઓફર ની અંદર તેમનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે પણ ભારતની અંદર ફીચર ફોન યુઝર્સને પાસેથી વધારે પૈસા ચાર્જ કરવામાં આવે છે કેમ કે તેઓને પ્રતિમિનિટ અમુક પૈસા ચૂકવવા પડે છે.

જ્યારે સ્માર્ટફોન યૂઝર્સ માટે સંપૂર્ણ કોલિંગ અનલિમિટેડ ફ્રી આપવામાં આવે છે. જ્યારે એરટેલ અને વી આઈ ના ગ્રાહકોને દર મહિને રૂપિયા 45 થી 50 નું રિચાર્જ કરાવવું પડે છે જેથી તેઓ પોતાની બેઝિક ટેલિકોમ સર્વિસ ને ચાલુ રાખી શકે.

અને આ સમસ્યાના સમાધાન માટે રિલાયન્સ જીઓ દ્વારા જીઓ ફોન 2021 ઓફર ની શરૂઆત કરવામાં આવેલ છે. જે ગ્રાહકો નવું જીઓ ફોન નું કનેક્શન મેળવે છે તેઓને બે વિકલ્પ આપવામાં આવશે જેની અંદર પ્રથમ ની કિંમત રૂપિયા 1999 રાખવામાં આવેલ છે જેની અંદર જીઓ ફોન અને 24 મહિનાની ફ્રી સર્વિસ સાથે આપવામાં આવે છે. જેની અંદર આ સમય દરમિયાન અનલિમિટેડ વોઈસ કોલ અને અનલિમિટેડ ડેટા કે જેની અંદર 2જીબી હાઈ સ્પીડ ડેટા પ્રતિ મહિના આપવામાં આવે છે.

અને તે પૂરું થઈ ગયા બાદ સ્પીડ ઘટી અને 64કેબીપીએસ થઈ જાય છે. આ સર્વિસ ની અંદર એસએમએસની કઈ સુવિધા આપવામાં આવશે તેના વિશે જીઓ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી પરંતુ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા બે વર્ષ સુધી ગ્રાહકને કોઈ પણ પ્રકારના રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં.

બીજા વિકલ્પ ની અંદર ગ્રાહકને રૂપિયા 1499 ચૂકવવાના રહેશે જેની અંદર તેઓને ફ્રી જીઓ ફોન ડીવાઈઝ આપવામાં આવશે અને તેની સાથે બાર મહિના સુધીની અનલિમિટેડ સર્વિસ સાથે આપવામાં આવશે. અને બાકીના બધા જ ડેટા અને કોલિંગ ના લાભો બે વર્ષના પ્લાન જેટલા જ આપવામાં આવે છે પરંતુ આ પ્લાન ની વેલીડીટી એક વર્ષ રાખવામાં આવેલ છે.

અને જે અત્યારના જીઓ ફોન યુઝર્સ છે તેઓ આ પ્લાન રૂપિયા 749 રૂપિયાની કિંમત પર 12 મહિનાની સર્વિસ માટે ખરીદી શકે છે. આ ઓફરને પ્રથમ માર્ચથી બધા જ રિલાયન્સ રિટેલ અને જીઓ રિટેલર્સ સ્ટોર પર ચાલુ કરી દેવામાં આવશે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
New JioPhone 2021: Best Offers From Jio Explained.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X