ગુગલ પે પર ફ્રોડ થી કઇ રીતે બચવું

By Gizbot Bureau
|

ડિજિટલ પેમેન્ટ ને કારણે આપણું જીવન ખૂબ જ સરળ બની જતું હોય છે કેમ કે તેની અંદર આપણે કેશ ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકતા હોઈએ છીએ પરંતુ તેની પણ અમુક પોતાની રિસ્ક અને વલ્નરેબિલીટી છે. થોડા સમય પહેલાં જ થાને મહારાષ્ટ્ર માં રહેતા એક વ્યક્તિ સાથે એક લાખ રૂપિયાનો ફ્રોડ ડિજિટલ વોલેટ મારફતે થઈ ચૂક્યો હતો. તે વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો ફર્નિચર વહેંચવા માટે એક જાહેરાત મુકવામાં આવી હતી.

ગુગલ પે પર ફ્રોડ થી કઇ રીતે બચવું

ત્યારબાદ એટેક કરનારા લોકોએ તેમને મોબાઈલ વોલેટ પેટીએમ અથવા ગુગલ પે મારફતે પેમેન્ટ કરવા માટે ઓફર આપી હતી. પરંતુ તેની અંદર પૈસા મોકલવાને બદલે તે લોકો દ્વારા પૈસા મેળવવા માટે રીક્વેસ્ટ કરવામાં આવી હતી અને તે વ્યક્તિને જે ઓ.ટી.પી આવ્યો હોય તે શેર કરવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ જે તે વ્યક્તિ દ્વારા એવું માની કે તેને પૈસા મળી રહ્યા છે અને તેણે પોતાનો ઓટીપી તેમની સાથે શેર કર્યો હતો અને ત્યારબાદ તેમની સાથે રૂ ૧ લાખથી વધુની પણ લુપ્ત થઈ ચૂકી હતી.

આ પ્રકારની ખોટી ફ્રોડ પેમેન્ટ રિક્વેસ્ટ થી બચવા માટે ગુગલ પે દ્વારા તમને અનુમતિ આપવામાં આવે છે કે તમે કોઈ પણ વ્યક્તિને તમને પૈસા માટેની રિક્વેસ્ટ મોકલવા થી બ્લોક કરી શકો છો અને તમે કોઇ પણ તે વ્યક્તિ કે જેની સાથે તમે ગુગલ પે મારફતે જોડાવા માંગતા નથી તેને પણ બ્લોક કરવાની અનુમતિ આપવામાં આવે છે.

આ ફિચરને ગુગલ દ્વારા બન્ને એન્ડ્રોઇડ અને આઈઓએસ મોબાઈલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે જેની અંદર કોઈપણ યુઝર દ્વારા કોઈપણ વ્યક્તિને બ્લોક કરી શકાય છે અને બંને યુઝર્સ માટે કોઈપણ વ્યક્તિને બ્લોક કરવાની પદ્ધતિ પણ એક સરખી જ રાખવામાં આવી છે.

-તમારા સ્માર્ટફોન પર ગુગલ પે એપ્લિકેશનને ચાલુ કરો.

-‎ત્યારબાદ ઉપરની તરફ સ્વાઈપ કરી અને જાણો કે તમે કયા કયા કોન્ટેક ની સાથે પૈસા મોકલ્યા છે અથવા મેળવ્યા છે તેની અંદર તે પણ બતાવવામાં આવશે કે કયા કયા વ્યક્તિ દ્વારા તમને પૈસા માટે રીક્વેસ્ટ કરવામાં આવી છે.

-‎ત્યારબાદ તમે જે કોઈપણ વ્યક્તિને બ્લોક કરવા માંગતા હોવ તો તેના પર ટેપ કરો.

-‎ત્યારબાદ તે નંબર તમારા ફોન બુક ની અંદર સેવ કરેલો હોય તો ટેપ on મોર પર ક્લિક કરો.

-‎તે જગ્યા પર તમને બ્લોક માટેનો વિકલ્પ જોવામાં આવશે તેના પર ક્લિક કરો.

-‎અને જો તે નંબર ને તમારા સ્માર્ટફોનની અંદર સેવ કરવામાં નહીં આવ્યો હોય તો તુરંત જ તમને બ્લોક કરવા માટેનો વિકલ્પ બતાવવામાં આવશે જેના પર ક્લિક કરો.

અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે જ્યારે તમે ગુગલ પે ની અંદર કોઈપણ વ્યક્તિને બ્લોક કરો છો ત્યારબાદ તે ગૂગલની ઘણી બધી સર્વિસ માંથી બ્લોક થઈ જાય છે જેની અંદર ગુગલ ફોટોઝ અને હેન્ગઆઉટ નો સમાવેશ થાય છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Beware Of Google Pay Online Money Fraud

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X