કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ રીતે થવું

By Gizbot Bureau
|

ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપ્યા પછી ભારત સરકાર દ્વારા કોવીડ 19 ના વેક્સિનેશન ના નવા તબક્કાની શરૂઆત કરવામાં આવી છે. અને હવે માત્ર સિનિયર સિટીઝન્સ કે જેમની ઉંમર વર્ષ 60 કરતાં વધુ છે અથવા એવા લોકો કે જેમની ઉંમર ૪૫ વર્ષ કરતાં વધુ છે પણ પરંતુ તેમને કોમોરબીડીટીઝ છે તેવો વેક્સિન માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અને કઈ રીતે યુઝર્સ દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી અને વેક્સિનેશન માટે અપોઈન્ટમેન્ટ મેળવી શકાય છે તેના વિશેની બધી જ માહિતી યુનિયન મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર એન્ડ નેશનલ હેલ્થ ઓથોરિટી ની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલ છે.

કોવીન કોવીડ 19 વેક્સીન રજીસ્ટ્રેશન હવે ચાલુ છે તેના માટે રજીસ્ટર કઈ

તો તમારા ઘરના જે ઉંમરલાયક લોકો હોય તેઓ ને કઈ રીતે વેક્સિંગ મેળવી શકાય છે અને તેઓ માટે નું રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે અહીં નીચે જણાવવામાં આવેલ છે.

નાગરિકો દ્વારા https://www.cowin.gov.in પર પોતાની જાતને રજીસ્ટર કરાવવાની રહેશે અથવા તેઓ આરોગ્ય સેતુ એપ ની અંદર પણ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે તેની અંદર પણ કોવિડ એપ ઇન્ટીગ્રેશન આપવામાં આવેલ છે. અને ગુગલ પ્લે સ્ટોર પર કોવિડ માટેની કોઈપણ એપ આપવામાં આવેલ નથી કેમકે તે માત્ર એડમિનિસ્ટ્રેટર્સ માટે છે. આ રજિસ્ટ્રેશન ને પ્રથમ માર્ચના રોજ સવારે 9 વાગ્યે ચાલુ કરવામાં આવ્યું હતું અને તમે દરરોજ બપોરના ૩ વાગ્યા સુધી તમારું રજીસ્ટ્રેશન કરાવી શકશો. અને તમારી નજીકના ખાનપર વેક્સિન ઉપલબ્ધ છે કે નહીં તે ઉપલબ્ધતા ઉપર આધાર રાખે છે.

- આરોગ્ય સેતુ એપ અથવા cowin.gov.in વેબસાઈટ ને ઓપન કરો.

- ત્યાર પછી તમારા મોબાઈલ નંબર પર ક્લિક કરી અને ઓટીપી પર ક્લિક કરો. ત્યાર પછી તમારા મોબાઈલ નંબર પર ચેપ ઓ.ટી.પી આવ્યો હોય તેને નાખી અને વેરીફાય બટન પર ક્લિક કરો.

- આરોગ્ય સેતુ એપ ની અંદર કોવિડ ટેબ પર ક્લિક કરો અને ત્યાર પછી વેક્સિનેશન ટેબ પર જાવ અને ત્યાર પછી પ્રોસીડ ના બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી તમારી સમક્ષ એક રજીસ્ટ્રેશન પેજ ઓપન થશે ત્યાં તમારે તમારા ફોટો આઇડી ટાઈપ નંબર અને તમારું ફુલ નામ જણાવવાનું રહેશે. અને સાથે સાથે તમારે જે તે વ્યક્તિની ઉંમર અને જેન્ડર પણ બતાવવાની રહેશે. જેની અંદર તમે ડ્રાઇવીંગ લાયસન્સ અથવા આધારકાર્ડને ફોટો આઇ.ડી પ્રુફ તરીકે વાપરી શકો છો.

- જો તમે કોઈ સિનિયર સિટીઝન વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા હોવ તો રજીસ્ટર બટન પર ક્લિક કરો. અને જો તમે કોઈ એવા વ્યક્તિ માટે રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છો કે જેઓને એક કરતાં વધુ બીમારી મોટાભાગે લખતરની હોય તો તમારે પ્રી એક્સઝીસ્ટીંગ મેડિકલ કન્ડિશન અથવા ડુ યુ હેવ એની કોમોબીડીટીઝ ના વિકલ્પ ની અંદર યસ કરવાનું રહેશે. અને 45 થી 60 વર્ષની ઉંમર વાળા લોકો દ્વારા જ્યારે અપોઈન્ટમેન્ટ માટે જવામાં આવશે ત્યારે એક મેડિકલ સર્ટિફિકેટ સાથે રાખવું પડશે. અને જ્યારે રજીસ્ટ્રેશન થઇ જશે ત્યાર પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક કન્ફર્મેશન મેસેજ મોકલવામાં આવશે.

- રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પછી સિસ્ટમ ની અંદર એકાઉન્ટ ડીટેલ્સ બતાવવામાં આવશે. એક વ્યક્તિ દ્વારા પહેલા છે મોબાઈલ નંબર આપવામાં આવેલ છે તેની અંદર ચાર અલગ-અલગ લોકોને લિંક કરી શકાય છે. જેની અંદર તમે સામાન્ય રીતે એક બટન પર ક્લિક કરી અને બીજા લોકોની વિગતો પણ ભરી શકો છો.

- અને જેટલા પણ રજીસ્ટર્ડ નામો હશે તેમના એકાઉન્ટ ડીટેલ્સ ની સામે તમને એક્શન નામની કોલમ જોવા મળશે જેની નીચે કેલેન્ડરના આઇકોન આપેલા હશે જેના પર ક્લિક કરી અને તમે તમારી એપોઇન્ટમેન્ટ નક્કી કરી શકો છો.

- ત્યાર પછી તમને બુક એપોઈન્ટમેન્ટ ફોર વેક્સિનેશન પેજ પર લઈ જવામાં આવશે. ત્યાર પછી તમારે તમારું રાજ્ય ડીસ્ટ્રીક્ટ બ્લોક અને પીનકોડ જેવી વિગતો નાખવાની રહેશે. અને તે બધી જ વિગતો એન્ટર કર્યા પછી સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે.

- અને ત્યાર પછી તમારી લોકેશન અનુસાર તમારી આસપાસના વેક્સીનેશન સેન્ટર નું લિસ્ટ તમને બતાવવામાં આવશે. તમે તેની અંદરથી કોઈપણ સેન્ટરને પસંદ કરી અને ત્યાર પછી તે સેન્ટર પર કઈ તારીખ પર વેક્સિનેશન ઉપલબ્ધ છે તે નક્કી કરી શકો છો. અને જો તે સેન્ટર પર તારીખ અને slot ઉપલબ્ધ હોય તો તમે તમારી અનુકૂળતા અનુસાર તમારા વેક્સિનેશન અપોઈન્ટમેન્ટ ને બુક કરી શકો છો. તમે આવતા અઠવાડિયાની તારીખ પસંદ કરીને પણ અમારી એપોઇન્ટમેન્ટ બુક કરાવી શકો છો.

- ત્યાર પછી તમને એપોઇન્ટમેન્ટ કન્ફર્મેશન પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમારા બુકિંગ ની બધી જ વિગતો આપવામાં આવી હશે. તેની અંદર જો બધી જ વિગતો સાચી હોય તો તમે કન્ફર્મ બટન દબાવી અને આગળ વધી શકો છો અથવા જો કોઇ ફેરફાર કરવા હોય તો બેક બટન દબાવી અને પાછળ પણ જઈ શકો છો.

- ત્યાર પછી એપોઇન્ટમેન્ટ ફુલ પેજ પર તમને લઈ જવામાં આવશે કે જ્યાં તમારી બધી જ વિગતો બતાવવામાં આવી હશે જેને તમે ડાઉનલોડ પણ કરી શકો છો અને સેવ પણ કરી શકો છો.

- અને જો કોઈ પણ પરિસ્થિતિને કારણે તમે તમારી એપોઇન્ટમેન્ટ ને રીશેડ્યુઅલ કરવા માંગતા હો તો તેવા સંજોગો ની અંદર તમે તમારા મોબાઈલ નંબર ની સાથે લોગીન કરી અને ત્યાર પછી ઓટીપી એન્ટર કરી અને રજીસ્ટર્ડ ઈન્ડિવિજ્યુઅલ ની સામે એક્શન કોલમ ની અંદર એડિટ બટન પર ક્લિક કરી અને તમારી એપોઇન્ટમેન્ટ ની શેડ્યુલ કરી શકો છો. અને જો તમારે કોઈ બીજા શહેરની અંદર જવાનું થાય છે તો તમે તે બદલાવ પણ વેક્સીનેશન સેન્ટર ની અંદર કરી શકો છો.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Register For CoWIN Covid-19 Vaccine With These Simple Steps On CoWIN Portal Or Aarogya Setu App

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X