ગુગલ પે ની અંદર અલગ-અલગ બેન્ક એકાઉન્ટ નો ઉપયોગ કઈ રીતે કરવું


આજકાલ ઘણા બધા લોકો ગૂગલ પે ની મદદથી મોટા ભાગનું પેમેન્ટ કરતા હોય છે. આ ડિજિટલ વોલેટ ની મદદથી તમે કોઈ સ્ટોરની અંદર પેમેન્ટ કરી શકો છો અથવા ઓનલાઇન ખરીદીમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો અથવા પરિવાર અથવા મિત્રોને પૈસા મોકલી શકો છો બીપી. અને આ એપની મદદથી ટ્રાન્ઝેકશન ચાલુ કરવા માટે યુઝર્સે માત્ર પોતાના બેંક એકાઉન્ટ ને આ એપની સાથે લીંક કરવાનું રહેશે. અને જે લોકો પાસે એક કરતાં વધુ બેન્ક એકાઉન્ટ છે તેને ગુગલ ગુગલ પે ની અંદર તે બધા જ બેન્ક એકાઉન્ટ ની લીંક કરવાની અનુમતિ પણ આપે છે.

Advertisement

તો આ એમ વોલેટ ની અંદર તમે એડિશનલ બેન્ક એકાઉન્ટ કઈ રીતે એડ કરી શકો છો તેના વિશે નીચે જણાવવામાં આવેલ છે. તમે જે રીતે એકદમ નવા એકાઉન્ટને લીંક કરો છો તેવી જ રીતે તમારા બીજા બેંક એકાઉન્ટ ને લિંક કરવામાં આવશે અને તમે તે બંને વચ્ચે ખૂબ જ સરળતાથી સ્વીચ પણ કરી શકશો.

Advertisement

-ગુગલ પે એપ ને ઓપન કરી અને જમણી બાજુ ટોચ પર આપેલા મોર આઇકોન પર ક્લિક કરો.

-‎ત્યારબાદ સેટિંગ્સ ની અંદર જઈ અને પેમેન્ટ મેથડ પર જાવ

-‎પેમેન્ટ મેથડ ની અંદર એડ બેન્ક એકાઉન્ટ પર ક્લિક કરો.

-‎ત્યારબાદ લિસ્ટ માંથી તમારા બેંક ના નામ ને પસંદ કરો અને તમારા બેંક કાર્ડ નંબર ની અંદર આપેલા છેલ્લા છ આંકડા ને તેની અંદર નાખો અને એક્સપાયરી ડેટ ભરો

Advertisement

-‎ત્યારબાદ તમારી વિગતોને એપ બેંકની સાથે વેરીફાઈ કરશે ત્યાર બાદ તમારે ક્રિયેટ યુપીઆઈ પીન પર પસંદગી કરવાની રહેશે.

-‎ત્યારબાદ આ એકાઉન્ટને વેરીફાઇ કરવા માટે બેન્ક દ્વારા તમારા નંબર પર એક એસ.એમ.એસ કોડ મોકલવામાં આવશે.

-‎ત્યારબાદ નવા યુપીઆઈ પીન ને એડ કરી અને કન્ફર્મ કરો.

ગુગલ પે એપ ની અંદર યૂઝર્સ દ્વારા પ્રાઇમરિ બેંક એકાઉન્ટ ને પણ મલ્ટીપલ એકાઉન્ટ ની સાથે એડ કરી શકાય છે. અને જ્યારે યુઝર દ્વારા કોઈ એક એકાઉન્ટ ને પ્રાઇમરી એકાઉન્ટ તરીકે પસંદ કરવામાં આવશે ત્યારબાદ તે એપ ની અંદર પેમેન્ટ કરવા અથવા રિસીવ કરવા માટે તે એકાઉન્ટ નો જ ઉપયોગ કરવામાં આવશે. તો તમે કઈ રીતે પ્રાઇમરી એકાઉન્ટ ને પસંદ કરી શકો છો તેની પદ્ધતિ નીચે જણાવવામાં આવેલ છે.

Advertisement

-સેટિંગ્સમાં જાઓ

-‎ત્યારબાદ પેમેન્ટ મેથડ ની અંદર જાવ

-‎ત્યારબાદ તમે જે બેન્ક એકાઉન્ટ ને પ્રાઇમરી એકાઉન્ટ તરીકે પસંદ કરવા માગતા હો તેને સિલેક્ટ કરો.

-‎ત્યારબાદ સિલેક્ટ પ્રાઇમરી એકાઉન્ટ ના વિકલ્પને પસંદ કરો.

Best Mobiles in India

Read In English

How To Use Multiple Bank Accounts On Google Pay App