ઝેડટીઈ ઇન્ડિયા આવનારા દિવસોમાં 8 નવી ડિવાઈઝ લોન્ચ કરવાનો પ્લાન

ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ આજકાલ તેમની ડિવાઈઝ અને પ્રોડક્ટ માટે ભારતને એક મોટા માર્કેટ તરીકે જોઈ રહ્યા છે.

Written by: anuj prajapati

ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ આજકાલ તેમની ડિવાઈઝ અને પ્રોડક્ટ માટે ભારતને એક મોટા માર્કેટ તરીકે જોઈ રહ્યા છે. ભારતીય માર્કેટમાં ચાઈનીઝ કંપનીઓની ડિવાઈઝ અને પ્રોડક્ટની ખરીદીમાં થઇ રહેલો વધારો જોઈને ચાઈનીઝ મેન્યુફેક્ચર કંપનીઓ શ્યોમી અને હુવાઈ ઘ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે કે તેઓ આવનારા સમયમાં વધારે પ્રોડક્ટ લોન્ચ કરશે.

ઝેડટીઈ ઇન્ડિયા આવનારા દિવસોમાં 8 નવી ડિવાઈઝ લોન્ચ કરવાનો પ્લાન

હવે બીજી પણ ઘણી કંપનીઓ ભારતને એક સારા માર્કેટ તરીકે જોઈ રહ્યા છે. આવનારા દિવસોમાં આ સ્પર્ધા એક નવી જ દિશા લઇ રહ્યું છે. બીજી ચાઈનીઝ કંપની ઝેડટીઈ આવનારા દિવસોમાં 8 નવી ડિવાઈઝ લોન્ચ કરવાનો પ્લાન કરી રહી છે.

ઝેડટીઈ કંપની ઘ્વારા હાલમાં જ બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન 11,999 રૂપિયામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. એવું લાગી રહ્યું છે કે ઝેડટીઈ બીજી પણ ઘણી ડિવાઈઝ ભારતીય માર્કેટમાં લોન્ચ કરી શકે છે. મળતી માહિતી મુજબ આ કંપની મીડ રેન્જ 7000 થી 20000 રૂપિયા સુધીની કિંમત ધરાવતા સ્માર્ટફોનને ટાર્ગેટ કરી શકે છે.

આસુસ ઝેનફોન 3એસ મેક્સ, 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન.

સચિન બત્રા જેઓ ઝેડટીઈ ઇન્ડિયા ટર્મિનલમાં ચીફ માર્કેટિંગ ઓફિસર છે તેમને પીટીઆઈ સાથે વાતચીત માં જણાવ્યું કે તેઓ કન્ઝ્યુમર સેગ્મેન્ટને ધ્યાનમાં રાખશે. બ્લેડ A2 પ્લસ સ્માર્ટફોન પહેલો સ્માર્ટફોન છે. પરંતુ તેઓ ભવિષ્યમાં ઘણી ડિવાઈઝ લોન્ચ કરવા જઈ રહ્યા છે. જે સારા ફીચર અને ખરીદી શકાય તેવી કિંમતમાં મળી શકશે.

સચિન બત્રા ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ઝેડટીઈ ઇન્ડિયા આવનારા કેટલાક મહિનામાં 7 થી 8 નવી ડિવાઈઝ લોન્ચ કરવા જઈ રહી છે. જેની કિંમત 6999 રૂપિયાથી લઈને 15,999 રૂપિયા સુધી હોઈ શકે છે.Read more about:
English summary
ZTE India to launch up to 8 new devices.
Please Wait while comments are loading...

Social Counting