શ્યોમી રેડમી 4A ભારતમાં 5999 રૂપિયામાં લોન્ચ થયો

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શ્યોમી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ વધારે ફેમસ થઇ રહી છે. શ્યોમી ઘ્વારા બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની શ્યોમી ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં ખુબ જ વધારે ફેમસ થઇ રહી છે. શ્યોમી ઘ્વારા હાલમાં જ કસ્ટમર માટે ખાસ બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે.

શ્યોમી રેડમી 4A ભારતમાં 5999 રૂપિયામાં લોન્ચ થયો

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલા શ્યોમી રેડમી 4A સ્માર્ટફોનની કિંમત 5999 રૂપિયા રાખવામાં આવી છે. આ સ્માર્ટફોન ખાસ એમેઝોન અને મી ડોટ કોમ પર 23 માર્ચે 12 વાગ્યાથી વેચાણ શરૂ થઇ જશે. આ સ્માર્ટફોન ડાર્ક ગ્રે, અને ગોલ્ડ કલર વેરિયંટમાં મળશે. આ સ્માર્ટફોનમાં મી 4 સિરીઝના બેઝિક વેરિયંટ આપવામાં આવ્યા છે.

શ્યોમી રેડમી 4A ભારતમાં 5999 રૂપિયામાં લોન્ચ થયો

આ ડિવાઈઝ ચાઈનીઝ માર્કેટમાં લોન્ચ થઇ ચુકી છે. હવે જો આ સ્માર્ટફોન વિશે વાત કરવામાં આવે તો રેડમી 4A સ્માર્ટફોન 5 ઇંચ એચડી 720*1280 પિક્સલ ડિસ્પ્લે સાથે આવી રહ્યો છે. આ ડ્યુઅલ સિમ સ્માર્ટફોનમાં 1.4GHz કવાડકોર સ્નેપડ્રેગન 425 ચિપસેટ એડ્રેનો 308 જીપીયુ સાથે 2 જીબી રેમ પણ આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 16 જીબી ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે, જેને તમને માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે લોન્ચ થશે

આ સ્માર્ટફોનમાં 3120mAh બેટરી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આપવામાં આવી છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોનની બેટરી બીજા સ્માર્ટફોનની સરખામણીમાં 20 ટકા વધુ ચાલે છે. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સ્માર્ટફોન બેટરી 7 દિવસ સ્ટેન્ડ બાય મોડ સુધી ચાલી શકે છે.

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ સાથે આપવામાં આવ્યો છે અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં કનેક્ટિવિટી માટે 4G VoLTE, વાઇફાઇ 802.11, બ્લ્યુટૂથ 4.1, જીપીએસ જેવી સુવિધા આપવામાં આવી છે.English summary
Xiaomi Redmi 4A launched at Rs. 5,999 in India.
Please Wait while comments are loading...

Social Counting