શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો વી આર પ્લે હેન્ડસેટ, કિંમત 999 રૂપિયા

ચાઇનાની ટેક કંપની શ્યોમી છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ધમાલ મચાવી રહી છે.

Written by: anuj prajapati

ચાઇનાની ટેક કંપની શ્યોમી છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ધમાલ મચાવી રહી છે. ભારતમાં આ કંપનીના સ્માર્ટફોનને પસંદ પણ કરવામાં આવી રહ્યા છે. કંપનીએ સ્માર્ટફોન સિવાય પણ બીજા ઘણા ગેજેટ માર્કેટમાં લોન્ચ કર્યા છે. કંપની ઘ્વારા હાલમાં જ વી આર પ્લે હેન્ડસેટ લોન્ચ કરવામાં આવ્યો છે, જે 21 ડિસેમ્બર થી માર્કેટમાં આવી જશે.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો વી આર પ્લે હેન્ડસેટ, કિંમત 999 રૂપિય

શ્યોમી વી આર પ્લે હેન્ડસેટ સૌથી પહેલા ઓગષ્ટમાં ચાઇના માં લોન્ચ કરવામાં આવ્યો હતો. ભારતમાં લોન્ચની જાણકારી સાથે સાથે કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ વી આર પ્લે હેન્ડસેટ કંપનીની ઓફિશ્યિલ વેબસાઈટ mi.com પર સરળતાથી મળી જશે.

રિલાયન્સ જિયો અસર: વોડાફોને 2 અનલિમિટેડ વોઇસ કોલ પેક લોન્ચ કર્યા

પરંતુ હાલમાં જણાવવામાં આવ્યું નથી કે આ હેન્ડસેટ બીજી કોઈ ઈ-કોમર્સ વેબસાઈટ પર આવશે કે નહીં. શ્યોમી ઘ્વારા આ વી આર પ્લે હેન્ડસેટની કિંમત 999 રૂપિયા રાખવામાં આવી છે. જે ભારતીય માર્કેટમાં ખુબ જ યોગ્ય ફિટ બેસે છે.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો વી આર પ્લે હેન્ડસેટ, કિંમત 999 રૂપિય

આ હેન્ડસેટ ઘ્વારા કંપનીએ ઓછા બજેટવાળા યુઝરને ટાર્ગેટ કર્યા છે. કંપની પોતાના આ હેન્ડસેટને ડેનિમ, લેપર્ડ પ્રિન્ટ અને વેન ગોધ જેવા લિમિટેડ એડિશનમાં જ રજુ કરશે.

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવ્યો વી આર પ્લે હેન્ડસેટ, કિંમત 999 રૂપિય

શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલો આ નવો વી આર પ્લે હેન્ડસેટ કેટલાક ખાસ યુઝર માટે જ બનાવવામાં આવ્યો છે. તેવું એટલા માટે કે આ હેન્ડસેટ ખાલી 4.7 ઇંચ થી 5.7 ઇંચ ડિસ્પ્લે ધરાવતા સ્માર્ટફોન માટે જ કમ્ફર્ટેબલ રહેશે.

આ હેન્ડસેટના ફીચર તેને ખુબ જ આકર્ષક બનાવે છે. ફીચરની સાથે સાથે આ હેન્ડસેટને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તે મી લાઈવ સ્ટીમિંગ, ગૂગલ કાર્ડબોર્ડ અને યુટ્યુબ 360 ડિગ્રી વીડિયો જોવામાં પણ ખુબ જ સરળતા રહે છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Xiaomi Mi VR Play Headset launched in India at a price point of Rs. 999 and sale starts from December 21 onwards.
Please Wait while comments are loading...

Social Counting