શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે લોન્ચ થશે

હાલમાં આવેલી માહિતી અનુસાર શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલો શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ પર કામ કરશે.

એલજી, સોની અને એચટીસી ઘ્વારા હાલમાં જ તેમના સ્માર્ટફોન 821 ચિપસેટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. પરંતુ હવે બીજી એક ચાઈનીઝ કંપની તેમને ટક્કર આપવા માટે આવી રહી છે. ચાઈનીઝ કંપની શ્યોમી પણ હવે સ્નેપડ્રેગન 821 ચિપસેટનો ઉપયોગ કરવા જઈ રહી છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ સાથે લોન્ચ થશે

હાલમાં આવેલી માહિતી અનુસાર શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલો શ્યોમી મી 6 સ્માર્ટફોન સ્નેપડ્રેગન 821 ચિપસેટ પર કામ કરશે. આ સ્માર્ટફોન માર્ચ અથવા તો એપ્રિલ મહિનામાં લોન્ચ થઇ શકે છે. આ રિપોર્ટ વેઈબો ઘ્વારા બહાર પાડવામાં આવી છે. બીજો પણ એવો રિપોર્ટ આવી રહ્યો છે કે શ્યોમી મી 6 સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે અને આ સ્માર્ટફોન એક અથવા તો બે મહિના મોડો આવી શકે છે.

ધ્યાન આપવા જેવી બાબત છે કે સ્નેપડ્રેગન 835 ચિપસેટ સપ્લાય ઇસ્યુ હાલમાં ઘણી સ્માર્ટફોન કંપનીઓને અસર કરી રહી છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચર કંપનીઓ હાલમાં સ્નેપડ્રેગન 821 ચિપસેટ જે હાલમાં ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ કરવા માટે મજબુર છે. સ્માર્ટફોન મેન્યુફેક્ચર હાલમાં તેમના સ્માર્ટફોન સીપીયુમાં કોમ્પ્રોમાઈઝ કરી રહ્યા છે.

શ્યોમી મી 6 સ્માર્ટફોન લોન્ચ ડેટ મે મહિના સુધી પાછળ ધકેલાઈ

ઘણા બધા રિપોર્ટ અનુસાર સેમસંગ ગેલેક્ષી એસ8 અને એસ8 પ્લસ સ્માર્ટફોન પહેલો સ્માર્ટફોન હશે જેમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે. જેનાથી એવી કહી શકાય કે સેમસંગ ઘ્વારા આ ચિપસેટ માટે બીજા સ્માર્ટફોન મેન્યુફેક્ચરને કેટલાક મહિનાઓ માટે કોર્નર કરી દેવામાં આવ્યા છે. આ ચિપસેટ સેમસંગ સ્માર્ટફોનને વધુ ખાસ બનાવી દેશે કે નહીં તે સમય જ બતાવશે.English summary
Xiaomi Mi 6 to come with a Snapdragon 821 chip.
Please Wait while comments are loading...

Social Counting