શ્યોમી મી 5સી સ્નેપડ્રેગન 625 સાથે આવી રહ્યો છે.

શ્યોમી મી 5સી સ્માર્ટફોન વિશે હાલમાં જ એક અફવાહ લીક થઇ ચુકી છે. આ વખતે આ અફવાહમાં સ્માર્ટફોન પ્રોસેસર વિશે માહિતી આપવામાં આવી છે.

Written by: anuj prajapati

જો તમે વેબ બ્રાઉઝર ઓપન કરો અને તેમાં શ્યોમી મી 5સી ટાઈપ કરશો, તો તમને આ ડિવાઈઝ માટે આપવામાં આવેલા ઘણા રિપોર્ટ જોવા મળશે. તેની પાછળનું કારણ પણ છે કે શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવી રહેલો શ્યોમી મી 5સી ઘણી વાર લીક થઇ ચુક્યો છે.

શ્યોમી મી 5સી સ્નેપડ્રેગન 625 સાથે આવી રહ્યો છે.

જો જુના રિપોર્ટ પર નજર કરવામાં આવે તો તેના જણાવ્યા મુજબ શ્યોમી મી 5સી સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ પહેલા આ મહિનામાં જ લોન્ચ કરવામાં આવી શકે છે.

આ સ્માર્ટફોન વિશે હાલમાં જ એક અફવાહ લીક થઇ ચુકી છે. આ વખતે આ અફવાહમાં સ્માર્ટફોન પ્રોસેસર વિશે માહિતી આપવામાં આવી છે. પહેલા આવી માહિતી આપવામાં આવી હતી કે આ સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 835 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

ફેસબૂક ફોર્ગેટ પાસવૉર્ડ માટે એક નવી સર્વિસ લઈને આવ્યું છે.

ગિઝચાઈના રિપોર્ટ અનુસાર શ્યોમી મી 5સી સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 625 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ રિપોર્ટમાં આગળ માહિતી આપવામાં આવી છે કે તેમાં 3 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવશે. જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનમાં 12 મેગાપિક્સલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન 3200mAh બેટરી સાથે આવી રહ્યો છે.

હાલમાં આ સ્માર્ટફોનને 3સી સર્ટિફિકેટ મળી ચૂક્યું છે. લિસ્ટિંગમાં જણાવ્યા અનુસાર આ સ્માર્ટફોન 5V/2A પાવર એડેપ્ટર સાથે આવશે. જેનો મતલબ છે કે તેમાં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ નહીં કરી શકે. આ સ્માર્ટફોન 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે 2.5ડી કર્વ ગ્લાસ પ્રોટેક્શન સાથે આવશે.

Source

English summary
Xiaomi Mi 5c spotted at regulatory authority, new details revealed.
Please Wait while comments are loading...

Social Counting