ચાઈનીઝ ક્લાસ રૂમ મા શાઓમી નો Mi 4 ફાટ્યો

સ્માર્ટફોન્સ ફાટવા નો સાગા હજી સુધી ચાલુ જ છે...

Written by: Keval Vachharajani

છેલ્લા થોડા સમય થી સ્માર્ટફોન ફાટવો એ ઘણા લોકો માટે એક્દુમ સામાન્ય સમાચાર બની ગયા છે. અને તેમાં પણ પાછળ વર્ષ માં સેમસંગ ગેલેક્સિ નોટ 7 સાથે જે થયું તે હજી ભૂલી શકાય તેવું નથી. શાઓમી પણ એક બે વખત પોતાના ફોન ફાટવા ના લીધે સમાચાર માં રહ્યું હતું.

ચાઈનીઝ ક્લાસ રૂમ મા શાઓમી નો Mi 4 ફાટ્યો

એક ચાઈનીઝ માઇક્રોબ્લોગિંગ સાઈટ વેઈબો ના રિપોર્ટ અનુસાર, ચાઈના માં એક વિદ્યાર્થીએ પોતાનો શાઓમી Mi4 ને ચાર્જ માં મુક્યો હતો અને પછી જયારે તે વિદ્યાર્થી તેના ફોન ને ચાર્જિંગ માં વાપરી રહ્યો હતો ત્યારે તે અચાનક સળગવા લાગ્યો હતો, અને ત્યાર બાદ થોડા સમય માં તે ફોન ફાટ્યો હતો.

સારા અને ઉપયોગી સ્માર્ટફોન ફીચર, જે વર્ષ 2017 માં આવી શકે છે.

જોકે, આ હાદસા માં કોઈ ને નુકસાન પહોંચ્યું નહતું, પરંતુ તે વિદ્યાર્થીએ પોતાના ફાટેલા Mi4 નો ફોટો મુક્યો હતો અને જેના પર થી સાબિત થાય છે કે આ બનાવ ફોન ની બેટરી ના લીધે બન્યો હતો. અને આ પહેલી વખત નથી જયારે શાઓમી ના ફોન ફાટવા ના સમાચાર સામે આવ્યા હોઈ આની પહેલા પણ એક વખત Mi 4i અને Mi 5 ના ફાટવા ના બનાવો સામે આવ્યા હતા.

ચાઈનીઝ ક્લાસ રૂમ મા શાઓમી નો Mi 4 ફાટ્યો

યુઝરે આ બનાવ ની બીજી કોઈ પણ વિગત નથી મૂકી, અને શાઓમી આ બનાવ પર કોઈ તપાસ કરશે કે નહિ તેના વિષે પણ હજી સુધી કોઈ માહિતી આપવા માં આવી નથી.Read more about:
English summary
Xiaomi smartphones continue exploding in China, and today a Xiaomi Mi 4 reportedly exploded while charging in a classroom. Read on...
Please Wait while comments are loading...

Social Counting