સીઇએસ 2017: શ્યોમી ઘ્વારા મી ટીવી 4, મી રાઉટર અને મી મિક્સ લોન્ચ

સીઇએસ 2017 ઇવેન્ટમાં શ્યોમી ઘ્વારા અલગ અલગ કેટેગરીની ઘણી પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવી.

Written by: anuj prajapati

સીઇએસ 2017 લાસ વેગાસમાં શ્યોમી ઘ્વારા ઘણી સારી પ્રોડક્ટ લોન્ચ થઇ શકે તેવી માહિતી આવી હતી. સીઇએસ 2017 ઇવેન્ટમાં શ્યોમી ઘ્વારા અલગ અલગ કેટેગરીની ઘણી પ્રોડક્ટની જાહેરાત કરવામાં આવી.

સીઇએસ 2017: શ્યોમી ઘ્વારા મી ટીવી 4, મી રાઉટર અને મી મિક્સ લોન્ચ

સીઇએસ 2017 ઇવેન્ટની વાત કરવામાં આવે તો અલગ અલગ કંપની ઘ્વારા ઘણી સારી એવી પ્રોડક્ટ લોન્ચની જાહેરાત કરવામાં આવી છે. એપલ ઘ્વારા પણ આ ઇવેન્ટમાં ભાગ લેવામાં આવ્યો હતો. તેમને પણ તેમના ફ્યુચર પ્લાન વિશે થોડી ઝલક ચોક્કસ બતાવી હતી.

શ્યોમી મી 6 ફોટો અને બીજી ઘણી માહિતીઓ થયી લીક

તો એક નજર કરો સીઇએસ 2017 દરમિયાન શ્યોમી ઘ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રોડક્ટ પર...

મી ટીવી 4

મી ટીવી 4 શ્યોમી કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલું પાતળું ટીવી છે. એટલું જ નહીં પરંતુ આ ટીવી સ્માર્ટફોન કરતા પણ પાતળું છે. આ દુનિયાનું પહેલું ટીવી છે જે ખુબ જ સારા સિનેમા અનુભવ માટે ડોલ્બી એટમ ઓડિયો ટેક્નોલોજી સાથે આવ્યું છે.

મી ટીવી 4, મી પોર્ટ સાથે આવ્યું છે. આ ટીવી 49 ઇંચ, 55 ઇંચ અને 65 ઇંચ સાઈઝમાં આવ્યું છે.

 

મી રાઉટર એચડી

શ્યોમી કંપની માટે તેમનું સ્માર્ટ રાઉટર ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. સીઇએસ 2017 ઇવેન્ટમાં શ્યોમી ઘ્વારા મી રાઉટર લોન્ચ કરવામાં આવ્યું. જે વર્લ્ડક્લાસ વાયરલેસ રાઉટર પેક સ્માર્ટ ફીચર અને સ્મૂથ કનેક્ટિવિટી સાથે આવ્યું છે.

આ રાઉટર લગભગ 2600Mbps ટ્રાન્સફર સ્પીડ સપોર્ટ કરે છે અને ઇનબિલ્ટ હાર્ડડ્રાઈવ 8ટીબી કેપિસિટી ધરાવે છે.

 

મી મિક્સ વાઈટ

મી મિક્સ વાઈટ ઓક્ટોબર 2016 માં લોન્ચ કરવામાં આવ્યો હતો. તેની ડિઝાઇનને લઈને સ્માર્ટફોન એરેનામાં તેની ખુબ જ ચર્ચા થઇ હતી. આ ખુબ જ સુંદર લૂક ધરાવતો સ્માર્ટફોન હતો, જે અત્યાર સુધીમાં લોન્ચ થયો હતો. મળતી માહિતી મુજબ સીઇએસ 2017 ઇવેન્ટ દરમિયાન શ્યોમી તેનો વાઈટ વર્ઝન મી મિક્સ સ્માર્ટફોન રજુ કર્યો.

વાઈટ મી મિક્સ સ્માર્ટફોનમાં જુના સ્માર્ટફોન જેવા જ ફીચર રાખવામાં આવ્યા છે. આ સ્માર્ટફોન સીરામીક બોડી સાથે આવ્યો છે. અલ્ટ્રાસોનિક, ફિંગરપ્રિન્ટ સેન્સર, કોમ્પેક્ટ ફ્રન્ટ કેમેરા જેવા ફીચર તેમાં રાખવામાં આવ્યા છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Xiaomi announced the launch of Mi TV 4, Mi Router HD, and Mi Mix White smartphone at the CES 2017. Read more...
Please Wait while comments are loading...

Social Counting