વહાર્ટસપ બીટા હવે તમે શોર્ટકટ ઘ્વારા ટેક્સ્ટ ફોર્મેટ કરવા દેશે

વહાર્ટસપ ડેવલોપર ટીમ તેમની એપમાં યુઝરને વધારે આકર્ષિત કરવા માટે નવું કરતા જ રહે છે.

વહાર્ટસપ ડેવલોપર ટીમ તેમની એપમાં યુઝરને વધારે આકર્ષિત કરવા માટે નવું કરતા જ રહે છે. છેલ્લા કેટલાક મહિનામાં વહાર્ટસપ ઘ્વારા ઘણા બદલાવ કરવામાં આવ્યા છે. સ્નેપચેટ જેવું સ્ટોરી સ્ટેટ્સ ફીચર ઘ્વારા સૌથી વધુ ધ્યાન આકર્ષિત કર્યું હતું.

વહાર્ટસપ બીટા હવે તમે શોર્ટકટ ઘ્વારા ટેક્સ્ટ ફોર્મેટ કરવા દેશે

હવે વહાર્ટસપ ઘ્વારા વધુ એક નવું ફીચર એડ કરવામાં આવ્યું છે. જેમાં યુઝર તેમના ટેક્સ્ટ ફોર્મેટ કરી શકે છે અને ફોન્ટ પણ બદલી શકે છે. આપણે બધાને જ ખબર છે કે રિચ ફોર્મેટ ટેક્સ્ટ ગયા વર્ષે જ લાવવામાં આવી હતી. અહીં યુઝર તેમના ફોર્મેટ ટેક્સ્ટ બોલ્ડ, ઇટાલિકમાં બદલી શકે છે. આ ફોર્મેટ ટેક્સ્ટને સારી રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ તેમાં એક નાનો ગેરફાયદો પણ છે.

તમારે ટેક્સ્ટ ફોર્મેટ બદલવું હોય તો તમારે કેટલાક નાના કોડ યાદ રાખવા પડશે. ઉદાહરણ તરીકે જો તમારે ટેક્સ્ટ બોલ્ડ કરવા હોય તો તમારે ટેક્સ્ટની આગળ અને પાછળ * સાઈન એડ કરવી રહેશે.

ગૂગલે ભારતમાં એરો ઇન્ડિયા એપ લોન્ચ કરી, જાણો કઈ સુવિધા આપશે

પરંતુ હવે પરિસ્થતિ વધુ સારી બની ચુકી છે. વહાર્ટસપ લેટેસ્ટ બીટા વર્ઝનમાં તમારે કોઈ પણ કોડ યાદ રાખવાની જરૂર નથી. નવા એડ કરવામાં આવેલા શોર્ટકટ તમારું કામ વધારે સરળ બનાવી દેશે. જો લોકો જુના કોડ ઘ્વારા જ કામ કરવા માંગતા હોય તેઓ જૂની રીતે પણ કામ કરી શકે છે.

નવા શોર્ટકટ ઉપયોગ કરવા માટે તમારે પહેલા ટેક્સ્ટ લખવું પડશે, પછી તમારે જે ટેક્સ્ટ ફોર્મેટ કરવા હોય તેને લાબું ટચ કરવું પડશે. ઓપશન જોવા માટે તમારે ત્રણ વર્ટિકલ ડોટ પર ટેપ કરવું રહેશે.

ત્યારપછી તમારે ચોથા ઓપશન બોલ્ડ, ઇટાલિક અને મોનોસ્પેસ પર જવું પડશે. તમને જેવા ટેક્સ્ટ કરવા હોય તેના પર ટેપ કરો અને તમને ટેક્સ્ટમાં બદલાવ જોવા મળી જશે.English summary
The new beta 2.17.148 version of WhatsApp allows users to format texts without using codes.
Please Wait while comments are loading...

Social Counting