વોડાફોન ઘ્વારા મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ જાહેર

ભારતનું બીજા નંબરની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન ઘ્વારા મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ જાહેર કરવામાં આવી.

ભારતનું બીજા નંબરની ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર વોડાફોન ઘ્વારા મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ જાહેર કરવામાં આવી. આ સર્વિસ ઘ્વારા યુઝર તેમનો પ્રીપેડ નંબર રિટેલર સાથે શેર કર્યા વિના સર્વિસ રિચાર્જ કરી શકશે.

વોડાફોન ઘ્વારા મહારાષ્ટ્ર અને ગોવામાં પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ જાહેર

આ સર્વિસ લોન્ચ વિશે વાત કરતા આશિષ ચંદ્રા જેઓ મહારાષ્ટ્ર અને ગોવા સર્કલના બિઝનેસ હેડ છે તેમને જણાવ્યું કે દુનિયા ડિજિટલ સ્માર્ટફોન તરફ આગળ વધી રહી છે. આજે લોકોમાં પોતાની પર્સનલ માહિતી વિશે સિક્યોરિટી અગત્યનો મુદ્દો બની ચુકી છે.

તેમને આગળ જણાવ્યું કે વોડાફોન પ્રાઇવેટ રિચાર્જ સર્વિસથી યુઝર તેમનો નંબર અજાણ્યા વ્યક્તિથી પ્રાઇવેટ અને પ્રોટેક્ટેડ રાખી શકે છે. વોડાફોન આ સર્વિસ લોન્ચ કરીને ખુબ જ આનંદિત છે જેનાથી તેમના કસ્ટમર વધારે સિક્યોર અને સુરક્ષિત અનુભવ કરશે.

નોકિયા 7, નોકિયા 8 સ્નેપડ્રેગન 660 અને મેટલ બોડી સાથે આવી શકે છે.

વોડાફોન પ્રાઇવેટ રિચાર્જ ઓપશનમાં યુઝરે ટોલ ફ્રી નંબર 12604 પર પ્રાઇવેટ લખીને મેસેજ કરવો રહશે. યુઝર 10 ડિજિટનો ઓટીપી મેળવશે જેને તમને ઘણા રિટેલર સ્ટોર પર શેર કરી શકો છો.

કંપની ઘ્વારા આ પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ હાલમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ગુજરાતમાં પણ જાહેર કરવામાં આવી છે.

બીજા કંપેટિટર જેવા કે આઈડિયા ઘ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે પ્રાઇવેટ રિચાર્જ સર્વિસ ફીચર માર્ચ મહિનામાં ટેલિકોમ સર્કલમાં લાવી દેવામાં આવશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
India's second largest telecom service provider Vodafone has introduced its 'Private Recharge' service in Maharashtra and Goa.This service will enable users to recharge their prepaid number without sharing the mobile number with retailers.
Please Wait while comments are loading...

Social Counting