હેકરથી આ રીતે બચાવો તમારા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ વોલેટને

જો તમે પણ ઈ વોલેટ નો ઉપયોગ કરવા માંગો છો, તો તેમાં પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ સૌથી વધુ આગળ છે.

Written by: anuj prajapati

જ્યારથી ભારતમાં 500 અને 1000 ની નોટ બંધ કરી દેવામાં આવી છે. ત્યારથી લોકોને ઈ વોલેટ વાપરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. મોટાભાગના વેપારીઓને જણાવવામાં આવ્યું છે કે તેઓ તેમના ગ્રાહકોને ઈ વોલેટ ની સુવિધા આપે, જેનાથી લોકોને વધારે સમસ્યાનો સામનો ના કરવો પડે. નરેન્દ્ર મોદી ના આ સંદેશ પછી વધારે ને વધારે લોકો ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધ્યા.

હેકરથી આ રીતે બચાવો તમારા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ વોલેટને

જો તમે પણ ઈ વોલેટ નો ઉપયોગ કરવા માંગો છો, તો તેમાં પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ સૌથી વધુ આગળ છે. જેને તમે તમારા સ્માર્ટફોનમાં સરળતાથી ડાઉનલોડ કરી શકો છો. તમે તેમાં તમારા પૈસા પણ રાખી શકો છો અને જયારે પણ તમને જરૂર પડે ત્યારે તમે તેના ઘ્વારા પૈસા ઉપાડી શકો છો.

વનપ્લસ 3T ડેશચાર્જ ટેક્નોલોજી, ગૂગલ પિક્સલ ક્વિકચાર્જ કરતા પણ ઝડપી..

આ ઈ વોલેટ ઘ્વારા તમે રિચાર્જ, શોપિંગ અને જમવાની વ્યવસ્થા પણ કરી શકો છો. જેમાં ટિકિટ બુક કરવાની પણ સુવિધા હોય છે. આ એકાઉન્ટમાં થોડી ભૂલ થઇ જાય ત્યારે તમને હેકરની માર પણ પડી શકે છે.

આઈફોન લવર્સ: આ ટિપ્સ DSLR જેવા ફોટો અને વીડિયો લેવામાં મદદ કરશે

તો જાણો કઈ રીતે તમે તમારા પેટીએમ, મોબીકવિક અને ફ્રીચાર્જ વોલેટને હેકરની નજરથી બચાવી શકો છો...

પબ્લિક વાઇફાઇ નો ઉપયોગ ના કરો

જો તમે ઈ વોલેટ નો ઉપયોગ કરવા હોય અને તમને કોઈ કામ માટે જરૂર પડે, ત્યારે કોઈ પણ દિવસ પબ્લિક વાઇફાઇ નો ઉપયોગ ના કરવો જોઈએ. તમારે પબ્લિક વાઇફાઇ થી બચવું જોઈએ. તેનાથી તમારો સ્માર્ટફોન હેક થવાની સંભાવના વધી જાય છે.

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

થર્ડ પાર્ટી કીબોર્ડ નો ઉપયોગ ના કરો

ક્યારેય પણ ઈ વોલેટ નો ઉપયોગ કરતી વખતે થર્ડ પાર્ટી કીબોર્ડ વાપરવું જોઈએ નહીં. બની શકે છે કે તે કોઈ હેકર ઘ્વારા બનાવેલી એપ હોય. જેના ઘ્વારા તેને તમારા પાસવર્ડ વિશે માહિતી મળી શકે છે.

જેલબ્રોકેન ફોન કે પછી એપ વાપરવી નહીં

ઈ વોલેટ નો ઉપયોગ કરવાવાળા લોકો જેલબ્રોકેન ફોન કે પછી એપના માધ્યમ થી ઈ વોલેટ નો ઉપયોગ ના કરે. જેના કારણે તેમની જાણકારી લીક થઇ શકે છે.

એપ લોકનો ઉપયોગ કરો

જો તમે ઈ વોલેટ નો ઉપયોગ કરો છો તો એપ લોક કરવાવાળી એપનો ઉપયોગ કરો. જેના માટે તમારે પ્લેસ્ટોરમાં જઈને બેસ્ટ રેટિંગ ધરાવતી એપને ઇન્સ્ટોલ કરવી રહેશે. જેના કારણે તમારી એપ પર હંમેશા લોક રહશે. જેનાથી કોઈ પણ ફિઝીકલી તેને હેક નહીં કરી શકે.

ઈ મેલ સાથે ઈ વોલેટ જોડી દો

ઈ વોલેટ બનાવતી વખતે જ તેને તમારા મેલ આઈડી સાથે લિંક કરી દો. આમ કરવાથી તમારી એપ ઘ્વારા કરવામાં આવતું બધું જ ટ્રાન્ઝેક્શન તમારા મેલ પર આવી જશે અને કોઈ જ અજાણી ગતિવિધિ વિશે તમને જાણકારી મળી જશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરોEnglish summary
Here are 5 ways to protect your e-wallet from being prone to hackers.
Please Wait while comments are loading...

Social Counting