વોટ્સએપ પર આજ કાલ ફરતો મેસેજ જેમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી ફ્રી Rs. 500 નું રિચાર્જ આપશે તે ખોટો છે

નરેન્દ્ર મોદી ફ્રી Rs. 500 નું રિચાર્જ આપે છે તે મેસેજ ખોટો છે અને હેકર્સ ની એક નવી ચાલ છે.

By Keval Vachharajani
|

હેકર્સ માટે વોટ્સએપ સૌથી સામાન્ય માધ્યમ બની ગયું છે. છેલ્લા થોડા વર્ષો માં ખાસ કરી અને 2016 માં આવા ઘણા બધા બનાવો બન્યા હતા, જેની અંદર હેકર્સ કોઈ એક મેસેજ લખી અને તેની નીચે કોઈ ખોટી લિંક મૂકે છે અને મોટા ભાગે એવા મેસેજીસ જ હોઈ જેના લીધે યુઝર્સ તે લિંક ને ઓપન કરે અને ત્યાર બાદ પોતાની વિગતો ને રિસ્ક માં મૂકી દે.

વોટ્સએપ પર આજ કાલ ફરતો મેસેજ જેમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી ફ્રી

તેમાં વધુ જોડતા હવે હેકર્સે આ રીત માં નરેન્દ્ર મોદી ને જોડ્યા છે, અને હવે તેલોકો તેમના નામ નો ઉપીયોગ કરી અને ખોટા મેસેજીસ મોકલી રહ્યા છે, જેની અંદર એવું લખેલું હોઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ ના દરેક નાગરિક ને Rs. 500 નું ફ્રી રિચાર્જ આપી રહ્યા છે.

વિન્ડોઝ 10 મોબાઈલ અપડેટ જલ્દી આવી શકે છે, જેના દ્વારા યુઝર્સ 3D ફોટોઝ, વિડિઓઝ લઇ શકશે અને બીજું ઘણું બધું

અને હવે જો તમને પણ એવો કોઈ મેસેજ આવ્યું હોઈ જેમાં એવું લખેલું હોઈ કે નરેન્દ્ર મોદી ડીમૉનિટરાઇઝશન ને લીધે સ્વેછાએ બધા નાગરિકો ને ફ્રી Rs. 500 નું રિચાર્જ આપી રહ્યા છે તો ખાસ ધય્ન રાખ જો કેમ કે આ પ્રકાર ના મેસેજીસ એક્દુમ "ખોટા" છે અને તમારે તે મુજબ ના બધા જ મેસેજીસ ને ટાળવા જોઈએ. અને આ મુજબ ના મેસેજીસ ની સાથે URL - http://balance.modi-gov.in/, આવી લિંક પણ મુકવા માં આવતી હોઈ છે.

જેના પર ક્લિક કરવા થી યુઝર્સ ની સામે એક પેજ ઓપન થાય છે જેનું નામ હોઈ છે "દેશ બાદલ રહા હૈ" અને તેમાં બઘી મોટી મોટી ટેલિકોમ કંપનીઓ ના નામ પણ લખેલા હોઈ છે, અને તે પેજ મુજબ તમારે ફ્રી રિચાર્જ મેળવવા માટે તમારે તમારી બધી જ વિગતો તેમાં લખવી પડશે જેમાં તમારું નામ, કોન્ટેક્ટ નંબર અને ઓપરેટર નું નામ આ બધા નો પણ સમાવેશ થઇ જાય છે.

એચટીસી ઓશન નોટ લોન્ચ નહીં કરે, યુ અલ્ટ્રા 12 જાન્યુઆરીએ આવશે.

અને એક વખત જયારે બધી વિગતો ભરાઈ જાય છે ત્યાર બાદ, તમને રિચાર્જ બટન પ્રેસ કરવા માટે કેહવા માં આવે છે, ત્યાર બાદ તેમાં નો મની ક્રેડિટેડ ટુ યોર એકાઉંટ ની બદલે તે લિંક ને બીજા 15 વ્યક્તિ ને શેર કરવા માટે નું પેજ આવે છે, અને આ એક ચોખ્ખી નિશાની છે કે હેકર્સ તમારી અંગત વિગતો ને જાણવા માંગે છે, અને તમે ફ્રી રિચાર્જ મેળવવા માટે જે પણ માહિતી તેમાં આપી તે હેકર્સ માટે તમારા પર કોઈ હુમલો(hackers attack) કરવા માટે કાફી છે.

આજ કાલ વોટ્સએપ પર આ પ્રકાર ની ગતિવિધિ ખુબ જ મોટા પ્રમાણ માં થઇ રહી છે આતો માત્ર તેનું એક નાનકડું ઉદાહરણ/દાખલો છે, અને તમને યાદ હોઈ તો વોટ્સએપે પોતાનું વિડિઓ કોલિંગ ફીચર બહાર પાડ્યું તેની પહેલા હેકર્સ ઘણી બધી ખોટી વિડિઓ કોલિંગ માટે ની લિંક મોકલતા, અને આહ્યા તો ખાલી અમુક જ ખોટા મેસેજીસ ના પ્રકાર લખ્યા છે પરંતુ, વોટ્સએપ પર લગભગ રોજ ઘણા બધા આ મુજબ ના ખોટા મેસેજીસ આવતા જ હોઈ છે.

અને ગીઝબોટ ને તમારી સેફટી ની ચિંતા છે તેથી, ફરી થી એક વખત જણાવી દઈએ છીએ કે તે પ્રકાર ની લિંક પર ક્લિક કરવા થી તમારી બધી જ અંગત વિગત રિસ્ક માં મુકાઈ શકે છે. તેથી દરેક વોટ્સએપ મેસેજ જેમાં કોઈ પણ વસ્તુ ફ્રી માં આપવા ની વાત થતી હોઈ તેને સામાન્ય સંજોગો મા ટાળવી જ જોઈએ, કેમ કે તે બીજું કઈ પણ નહિ પરંતુ તમને અને તમારી અંગત વિગતો ને ફસાવવા માટે હેકર્સ ની એક જાળ હોઈ છે.

Source

નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

English summary
This WhatsApp message is a scam, and Narendra Modi is not offering free Rs. 500 recharges.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X