સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નવું ટેબ્લેટ લોન્ચ કરશે

સેમસંગ ઘ્વારા પહેલા જ માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ ગેલેક્ષી 8 એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ નહીં કરે.

By Anuj Prajapati
|

સેમસંગ છેલ્લા ઘણા સમયથી સમાચારોમાં રહ્યું છે. પહેલા તેના સ્માર્ટફોનની બેટરી બ્લાસ્ટ થવાના સમાચાર ત્યારપછી તેમનો લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્ષી 8 સ્માર્ટફોનને કારણે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું. સેમસંગ ગેલેક્ષી 8 સ્માર્ટફોન ફીચર છેલ્લા ઘણા સમયથી ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની ચુક્યો છે.

સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં નવું ટેબ્લેટ લોન્ચ કરશે

સેમસંગ ઘ્વારા પહેલા જ માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ ગેલેક્ષી 8 એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં લોન્ચ નહીં કરે. જેના કારણે ઘણી ચર્ચા થઇ રહી છે કે આખરે સેમસંગ એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં કઈ પ્રોડક્ટ લોન્ચ કરશે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર આ સાઉથ કોરિયન કંપની એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં ટેબ્લેટ લોન્ચ કરવા જઈ રહી છે.

સેમસંગ ઘ્વારા એવી હિન્ટ પણ આપવામાં આવી છે કે ગેલેક્ષી ટેબ એસ3 એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટમાં સ્ટાર બનશે.

આખરે સામે આવી ગયો સેમસંગ ગેલેક્ષી એસ8 સ્માર્ટફોન ફોટો.

સેમસંગ ઘ્વારા એમડબ્લ્યુસી પ્રેસ ઇવેન્ટ નું ઇન્વાઇટ મોકલી આપવામાં આવ્યું છે. આ ઇન્વાઇટ એક ડિવાઈઝ ઇમેજ સાથે મોકલવામાં આવ્યું છે.. પરંતુ તસવીરમાં બરાબર અનુમાન લગાવવું મુશ્કિલ છે કે આખરે કઈ ડિવાઈઝ તેઓ લોન્ચ કરી રહ્યા છે.

આમ જોવા જઇયે તો ઇન્વાઇટ ઘ્વારા વધારે માહિતી મળવી મુશ્કિલ છે. પરંતુ ગેલેક્ષી ટેબ એસ3 એફસીસી પાસ કરી ચૂક્યું છે અને સેમસંગ ગેલેક્ષી એસ8 લોન્ચ કરવામાં આવી રહ્યું નથી. એટલે સેમસંગના લેટેસ્ટ ગેલેક્ષી ટેબ એસ3 ટેબ્લેટ લોન્ચ થવાની શક્યતા ખુબ જ વધારે છે.

કોરિયન આઉટલેટ ઈટી ન્યુઝ રિપોર્ટ મુજબ ગેલેક્ષી ટેબ એસ3 ડિવાઈઝ 9.6 ઇંચ 2048*1536 ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 820 પ્રોસેસર અને 4 જીબી રેમ સાથે આવી રહી છે. આ ડિવાઈઝ લોન્ચ ઇવેન્ટ 26 ફેબ્રુઆરીએ રાખવામાં આવી છે.

Best Mobiles in India

Read more about:
English summary
Samsung's invitation for MWC press event teases Galaxy Tab S3.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X