સેમસંગ ઘ્વારા ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટનું કારણ જણાવવામાં આવ્યું.

સેમસંગ નોટ 7 સ્માર્ટફોન બેટરીમાં બ્લાસ્ટ થયા પછી કંપની ઘ્વારા બધા જ સ્માર્ટફોન પાછા મંગાવી લેવામાં આવ્યા.

By Anuj Prajapati
|

સેમસંગ નોટ 7 સ્માર્ટફોન બેટરીમાં બ્લાસ્ટ થયા પછી કંપની ઘ્વારા બધા જ સ્માર્ટફોન પાછા મંગાવી લેવામાં આવ્યા. આ બ્લાસ્ટ વિશે કંપની તરફથી કોઈ જ કારણ જણાવવામાં આવ્યા નહીં. કંપની ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ સ્માર્ટફોનની તપાસ કરશે અને બ્લાસ્ટની સાચું કારણ જણાવશે.

સેમસંગ ઘ્વારા ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટનું કારણ જણાવવામાં આવ્યું.

હાલમાં જે નવો રિપોર્ટ ઈન્ટરનેટ પર ફરી રહ્યો છે, તેને જોઈને એવું લાગી રહ્યું છે કે સેમસંગ આખરે ગેલેક્ષી નોટ 7 બ્લાસ્ટ થવાની તપાસ પુરી કરી દેવામાં આવી છે. સેમસંગ નોટ 7 સ્માર્ટફોનમાં બ્લાસ્ટ થવું કારણ શુ હતું તેના વિશે કંપની આ મહિનામાં જ તેમનો આખો રિપોર્ટ લોકોની સામે રજુ કરી દેશે.

વોટ્સએપ પર આજ કાલ ફરતો મેસેજ જેમાં જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી ફ્રી Rs. 500 નું રિચાર્જ આપશે તે ખોટો છે

કોરિયા હેરાલ્ડ રિપોર્ટ મુજબ સેમસંગ ઘ્વારા તેમની ઇન્ટરનલ તપાસ પુરી કરી દેવામાં આવી છે. તેનો રિપોર્ટ અમેરિકન સેફટી ઓર્ગેનાઇઝેશન અને કોરિયા ટેસ્ટિંગ લેબોરેટરી જે પોતાનો સેમસંગ ડિવાઈઝને લઈને અલગ રિપોર્ટ તૈયાર કરે છે તેમને મોકલી આપવામાં આવ્યો છે.

આ આખી ઘટનામાં સેમસંગને હવે થોડી રાહત પણ મળી ચુકી છે. આખી ઘટના બન્યા પછી અને રિપોર્ટમાં જે પણ માહિતી તેમને મળી છે. તેના આધારે તેઓ ભવિષ્યમાં આવી ભૂલ કોઈ પણ બીજા સેમસંગ ડિવાઈઝમાં નહીં કરે તે વાત તો નક્કી જ છે.

બીજી બાજુ સાઉથ કોરિયન સરકાર ઘ્વારા પણ આવી ઘટના ભવિષ્યમાં બની નહીં તેના માટે કેટલીક સેફટી મેઝર લેવામાં આવ્યા છે.

Source / Via

Best Mobiles in India

English summary
Samsung to finally reveal what caused its GalaxyNote 7 smartphones to spontaneously combust.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X