સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો, કિંમત અને ફીચર ફરી એકવાર લીક

નવી લીક થયેલી માહિતી મુજબ સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 626 ચિપસેટ, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી સાથે આવશે.

Written by: anuj prajapati

હાલમાં થોડા દિવસ પહેલા જ મીડ રેન્જ સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો સ્માર્ટફોન કી ફીચર અને તેની સાથે સાથે તેની રિલીઝ ડેટ વિશે ઘણી માહિતી આવી હતી. પરંતુ હાલમાં આ સ્માર્ટફોન વિશે બીજી પણ ઘણી લીક થયેલી લેટેસ્ટ માહિતી આવી છે.

સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો, કિંમત અને ફીચર ફરી એકવાર લીક

નવી લીક થયેલી માહિતી મુજબ સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો સ્માર્ટફોન ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 626 ચિપસેટ, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ મેમરી સાથે આવશે. આ સ્માર્ટફોનમાં 5.5 ઇંચ ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવશે.

નોકિયા 6 હવે ઇન્ડિયા માં પ્રીમિયમ પ્રાઈઝ ટેગ સાથે ઉપલબ્ધ

હવે જો કેમેરા વિશે વાત કરવામાં આવે તો સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ રિયર અને ફ્રન્ટ કેમેરો આપવામાં આવશે. આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. પરંતુ જુના રિપોર્ટ પર એક નજર કરીયે તો તેના મુજબ આ સ્માર્ટફોનમાં લેટેસ્ટ એન્ડ્રોઇડ 7.0 નોગૅટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું.

લીક થયેલી કિંમત મુજબ સેમસંગ ગેલેક્ષી સી5 પ્રો 64 જીબી સ્ટોરેજ વેરિયંટ સ્માર્ટફોનની કિંમત RMB 2,499 (લગભગ 24,277 રૂપિયા) રાખવામાં આવી છે. હવે જો આ સ્માર્ટફોન લોન્ચ વિશે વાત કરવામાં આવે તો જુના રિપોર્ટ મુજબ આ સ્માર્ટફોન 28 ફેબ્રુઆરીએ લોન્ચ થઇ શકે છે. આ હેન્ડસેટ ગિકબેન્ચમાં જોવામાં આવી ચુક્યો છે. એટલે આ સ્માર્ટફોન ખુબ જ જલ્દી લોન્ચ થઇ શકે છે.English summary
Samsung, Samsung Galaxy C5 Pro, Samsung Galaxy C5 Pro leaks, Galaxy C5 Pro rumors, Galaxy C5 Pro launch date, Galaxy C5 Pro price
Please Wait while comments are loading...

Social Counting